ધર્મેશ પરમાર : ગલી બૉય MC Tod fodનું 24 વર્ષની ઉંમરે મૃત્યુ, રણવીરસિંહે અંજલિ આપી, ઝોયા અખ્તરે શું કહ્યું?
ગલી બૉય ફિલ્મના ઇન્ડિયા 91 ગીત માટે જાણીતા 'એમસી તોડફોડ' ઉર્ફે ધર્મેશ પરમારનું 24 વર્ષની વયે મૃત્યુ થયું છે. તેઓ રૅપર હતા અને તેમના કેટલાક ગુજરાતી રૅપ પણ જાણીતાં છે.

ઇમેજ સ્રોત, Instagram/@todfod_
હજી સુધી તેમના મૃત્યુના કારણ અંગે માહિતી મળી રહી નથી.
તેમના મૃત્યુના સમાચાર આવ્યા બાદ ગલી બૉય ફિલ્મના અભિનેતા રણવીરસિંહ, સિદ્ધાંત ચતુર્વેદી અને નિર્દેશક ઝોયા અખ્તરે અંજલિ આપતી પોસ્ટ મૂકી હતી.
એમસી તોડફોડ હિપહૉપ માટે જાણીતા હતા અને મૂળે તેઓ ગુજરાતી હતા.

ઇમેજ સ્રોત, instagram/@ranveersingh
રણવીરસિંહે તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી ધર્મેશની તસવીર સાથે ફોટો મૂક્યો હતો, જ્યારે સિદ્ધાંત ચતુર્વેદીએ તેમના અને ધર્મેશ વચ્ચેની એક ચૅટનો સ્ક્રીનશૉટ મૂક્યો છે.

ઇમેજ સ્રોત, Instagram/@siddhantchaturvedi
જેમાં સિદ્ધાંતે ધર્મેશને ઇન્સ્ટાગ્રામ પર મૅસેજ કર્યો હતો કે, "ભાઈ, ઇન્ડિયા 91 એક નંબર! ફૅવરિટ સૉન્ગ."
ધર્મેશે સિદ્ધાંતનો આભાર માન્યો હતો.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
સાથે જ નિર્દેશક ઝોયા અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે "તું બહુ વહેલો જતો રહ્યો. હું આભારી છું કે આપણે મળ્યા, આત્માને શાંતિ મળે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પોસ્ટના કૉમેન્ટબૉક્સમાં અન્ય સેલિબ્રિટીઝે પણ અંજલિ અર્પી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












