You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Miss Universe : હરનાઝ સંધુનો એ એક જવાબ જેણે મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો
ભારતનાં હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે, મિસ યુનિવર્સનો તાજ કોઈ ભારતીયને 21 વર્ષ બાદ મળ્યો છે.
આ અગાઉ વર્ષ 2000માં લારા દત્તાને ખિતાબ મળ્યો હતો અને એ જ વર્ષે હરનાઝ સંધુ જન્મ્યાં હતાં.
70મી મિસ યુનિવર્સ-2021 સ્પર્ધા ઇઝરાયલમાં યોજાઈ હતી, જેમાં હરનાઝ ભારતનું નેતૃત્વ કરી રહ્યાં હતાં.
પંજાબમાં રહેતાં 21 વર્ષીય હરનાઝે પરાગ્વેનાં નાદિયા ફરેરા અને દક્ષિણ આફ્રિકાનાં લલેલા મસવાને પાછળ છોડી દીધાં છે.
2020નાં મિસ યુનિવર્સ આંદ્રેયા મેઝાએ હરનાઝને તાજ પહેરાવ્યો હતો.
હરનાઝ સંધુની સફર
હરનાઝ સંધુ 17 વર્ષની વયથી આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે. આ પહેલાં વર્ષ 2021માં તેઓ મિસ દીવા 2021નો ખિતાબ જીત્યાં હતાં.
2019માં તેમણે ફેમિના મિસ ઇન્ડિયા પંજાબનો ખિતાબ જીત્યો હતો અને 2019ની ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ટોચનાં 12 સ્પર્ધકોમાં તેઓ હતાં.
આ સિવાય તેઓ બે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખિતાબ જીત્યાં બાદ હરનાઝે કહ્યું કે, "હું ઈશ્વર, મારા પરિવારજનો અને મિસ ઇન્ડિયા સંગઠનની આભારી છું, જેમણે આ સફર માટે મને માર્ગદર્શન પૂરું પાડ્યું અને મને ટેકો આપ્યો."
"એ તમામ લોકો માટે ખૂબ-ખૂબ પ્રેમ જેમણે મને તાજ અપાવવા માટે પ્રાર્થના કરી. 21 વર્ષ બાદ ભારત માટે આ ગૌરવશાળી તાજ લાવવો, એ મારા માટે ગર્વની ક્ષણ છે."
હરનાઝને અંતિમ રાઉન્ડમાં કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો?
અંતિમ રાઉન્ડમાં ટોચના ત્રણ સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે, "આજના સમયમાં યુવતીઓને શું સલાહ આપશો? જેથી તેઓ દબાણનો સામનો કરી શકે."
આ પ્રશ્નના જવાબમાં સંધુ કહે છે, "આજના યુવાનો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન પોતાની જાત પર વિશ્વાસ કરવા અંગે છે. તમે ખાસ છો, એ અનુભૂતિ તમને સુંદર બનાવે છે."
"પોતાની બીજા સાથે તુલના ન કરો અને દુનિયાભરમાં જે કંઈ ઘટી રહ્યું છે, એ અંગે વાત થાય એ જરૂરી છે."
"બહાર નીકળો, પોતાના માટે બોલો કેમ કે તમે જ તમારા જીવનના નેતા છો. હું પોતાના પર વિશ્વાસ કરું છું, એટલે હું આજે અહીં ઊભી છું."
આ પ્રશ્નના જવાબથી હરનાઝ ટોચનાં ત્રણ સ્પર્ધકોમાં સૌથી ઉપર આવી ગયાં હતાં અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ પહેલાં ટૉપ-5 રાઉન્ડમાં તેમને જળવાયુ પરિવર્તન સંદર્ભે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
સંધુ પહેલાં પણ બે ભારતીય મિસ યુનિવર્સ બન્યાં છે. 1994માં પહેલી વખત સુષ્મિતા સેન અને એ બાદ 2000માં લારા દત્તા આ ખિતાબ જીત્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો