You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક : શાહરૂખ ખાનને મહિલા હૉકી ટીમના કોચે કહ્યું- હું છું અસલી કોચ
ભારતીય મહિલા હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચી દીધો છે. ઑસ્ટ્રેલિયાને હરાવીને ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે.
સમગ્ર દેશ અને ખેલપ્રેમીઓ આ મામલે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
જીત બાદ ભારતીય મહિલા હૉકી ટીમના કોચે સમગ્ર ટીમ સાથે તસવીર શૅર કરી અને લખ્યું, “પરત આવવામાં હવે થોડું મોડું થશે.”
સ્વાભાવિક છે કે હવે ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે તેની ખુશીને આ રીતે શૅર કરી રહ્યા હતા.
મોટા ભાગે તમામને બોલીવૂડ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ અને તેમાં કોચ કબીર ખાનનું પાત્ર નિભાવનારા સ્ટાર શાહરૂખ ખાન વિશે પણ જાણકારી હશે જ. તેના સંવાદો ઘણી વાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હોય છે.
જીત પર કોણે શું કહ્યું?
જોકે આ પ્રસંગે મહિલા ટીમે ખરેખર વાસ્તવિકરૂપે એક મોટો વિજય મેળવ્યો હોવાથી શાહરૂખ પણ પોતાની જાતને ન રોકી ન શક્યા.
ટીમના કોચ શૉર્ડ મારિને ખેલાડીઓ સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો અને લખ્યું કે સૉરી ફેમિલી, "હું હવે બાદમાં આવીશ."
શાહરૂખે ટીમના કોચના ટ્વીટને રી-ટ્વીટ કર્યું અને લખ્યું, “હા, સારું કોઈ વાંધી નહીં ભલે મોડેથી આવતા. પરત આવતી વખતે દેશવાસીઓ માટે ગોલ્ડ મેડલ લેતા આવજો. આ વખતે પણ ધનતેરસ બીજી નવેમ્બરે છે. લિં. પૂર્વ કોચ કબીર ખાન.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહરૂખ ખાનના આ ટ્વીટ પર મારિને મજાકમાં કહ્યું, "આ સમર્થન અને પ્રેમ માટે આભાર. અમે લોકો ફરીથી જીવ રેડી દેવા માટે તૈયાર છીએ- અસલી કોચ."
દરમિયાન ભારતના વડા પ્રધાને પણ મહિલા હૉકી ટીમના પર્ફૉર્મન્સની પ્રશંસા કરી છે.
તેમણે કહ્યું કે ભારતીયો દેશને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે મહેનત કરતા જ રહેશે અને પીવી સિંધુ તથા ભારતની પુરુષ અને મહિલા હૉકી ટીમે પણ સારું પર્ફૉર્મ કર્યું છે.
વળી બોલીવૂડ અભિનેતા રણદીપ હુડાએ એક દીવાલની તસવીર મૂકી અને સવિતા પૂનિયાના પર્ફૉર્મન્સ તથા સમગ્ર ટીમની જીતને વધાવી.
તેમણે ભારતની ગોલ ડિફેન્સ કરવાની બાબતને પ્રશંસા કરી વધાવી.
ઉપરાંત ભારતીય પુરુષ હૉકી ટીમના પૂર્વ કપ્તાન સરદારસિંહે પણ ટ્વિટર પર મહિલા ટીમના વિજય વિશે લખ્યું, “ઇતિહાસ રચી દીધો. ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવી ઑલિમ્પિકમાં સેમિફાઇલનમાં પહોંચ્યા. ખરેખર ભારતીય ટીમે ખૂબ જ પ્રભાવક પર્ફૉર્મ કર્યું.”
તદુપરાંત કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટીમની જીતને વધાવી અને ટ્વીટ કર્યું કે, “છોકરોઓએ ઇતિહાસ રચી દીધો.”
ટીમના ખેલાડીના પરિવારના સભ્યોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવારો પણ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી રહ્યા છે.
એટલું જ નહીં પણ ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઇ-કમિશનર બેરી ઑફરેલે પણ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યાં.
તેમણે કહ્યું, “મોટો મુકાબલો રહ્યો પણ ડિફેન્સ અંત સુધી સારો રહ્યો. સવિતા પૂનિયા ‘ધ ગ્રેટ વૉલ ઑફ ઇન્ડિયા’ પુરવાર થયાં છે. તેમને સેમિફાઇનલ અને ફાઇનલ માટે શુભેચ્છા.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો