You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL મોકૂફ : ક્રિકેટને કોરોના નડ્યો, રિદ્ધિમાન સાહા કોરોના સંક્રમિત
કોરોના સંક્રમણના અનેક કેસો આવ્યા બાદ આઈપીએલના વર્તમાન સત્રને અનિશ્ચિતકાળ માટે રદ કરી દેવામાં આવ્યું છે.
ભઆરતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના એક નિવેદનમાં જણાવાયું છે કે આઈપીએલ અને બીસીસીઆઈના અધિકારીઓએ એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી, અને સર્વાનુમતે આઈપીએલના વર્તમાન સત્રને તાત્કાલિક ધોરણે રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આઈપીએલના ચૅરમૅન વ્રજેશ પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે બાયો બબલમાં કોરોના સંક્રમણના અનેક કેસ આવ્યા બાદ લીગ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ છે.
બીસીસીઆઈના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ સમાચાર એજન્સી એએનઆઈને આઈપીએલનું વર્તમાન સત્ર રદ કર્યાની ખરાઈ કરી છે.
IPL હવે ક્યારે યોજાશે, એ અંગે શું કહ્યું?
બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
તેમણે ટ્વીટમાં લખ્યું, "IPLને સસ્પેનડ કરવાનો બીસીસીઆઈનો નિર્ણય સારો છે. આ નિર્ણય ખેલાડીઓ અને સપૉર્ટ સ્ટાફના હિતમાં લેવાયો છે."
IPL ફરી શરૂ ક્યારે થશે એ અંગે તેમણે કહ્યું છે કે "લીગને ફરી શરૂ ક્યારે કરવી એ અંગે કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવશે."
રિદ્ધિમાન સાહા કોરોના સંક્રમિત
આઈપીએલ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ એ પહેલાં જ સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડી અને ભારતીય ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સાહા કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસનું સંક્રમણ હવે આઈપીએલમાં રમી રહેલા ખેલાડીઓ સુધી પહોંચી ગયું છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
જેના પગલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આજની મૅચ રદ કરી દેવાઈ છે. આ અંગે IPLએ ટ્વિટર પર માહિતી શૅર કરી છે
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ આપીને આ અંગે જાણકારી આપી છે.
તેમણે લખ્યું છે, "સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ વચ્ચ રમાનારી મૅચ રિ-શિડ્યુલ કરાઈ રહી છે."
"વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર સિવાયના KKRના ખેલાડીઓના કોવિડ રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. બંને ખેલાડીઓએ પોતાને આઇસોલેટ કરી દીધા છે."
"મેડિકલ ટીમ ખેલાડીઓના સંપર્કમાં છે અને તેમની તંદુરસ્તીનું ધ્યાન રખાઈ રહ્યું છે. કોલકાતાના ટીમના ખેલાડીઓની દરરોજ તપાસ કરાઈ રહી છે, જેથી જલદીથી જલદી સંક્રમણ અંગે જાણી શકાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો