લાલુપ્રસાદ યાદવને જામીન મળ્યા, જેલમાંથી બહાર નીકળી શકશે? - BBC TOP NEWS

લાલુપ્રસાદ યાદવ હાલ સારવાર લઈ રહ્યા છે, જાન્યુઆરીમાં ફેફસાંમાં થયેલા ઇન્ફૅક્શનને પગલે તેમની તબિયત લથડી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાલુપ્રસાદ યાદવ હાલ સારવાર લઈ રહ્યા છે, જાન્યુઆરીમાં ફેફસાંમાં થયેલા ઇન્ફૅક્શનને પગલે તેમની તબિયત લથડી હતી.

બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને જામીન મળી ગયા છે.

ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ અપરેશકુમાર સિંહની અદાલતે જામીન આપ્યા, એ સાથે લાલુ યાદવનો જેલથી બહાર નીકળવાનો કાનૂની રસ્તો સાફ થઈ ગયો છે.

આ અગાઉ અન્ય ત્રણ કેસમાં તેમને જામીન મળી ચૂક્યા છે.

લાલુ હાલ સારવાર લઈ રહ્યા છે, જાન્યુઆરીમાં ફેફસાંમાં થયેલા ઇન્ફૅક્શનને પગલે તેમની તબિયત લથડી હતી.

line

કોરોનાના સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ કુંભના મેળા અંગે સંતોને શું અપીલ કરી?

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવાની અપીલ કરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવાની અપીલ કરી

ભારતમાં પાછલા અમુક દિવસોમાં કોરોનાના નવા કેસોની બાબતમાં પુરાણા તમામ રેકર્ડ તૂટી ગયા છે. કોરોનાના સંક્રમણના પ્રસારમાં અભૂતપૂર્વ ઝડપ જોવા મળી છે.

તેની સામે બીજી બાજુએ હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. જેને પગલે દેશમાં કોરોના વધુ ફેલાવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુંભમાં ભેગી થઈ રહેલી ભીડ અંગે કોઈ પણ કડક પગલું ન લેવાયું હોવાની વાતની ઘણા નિષ્ણાતો ટીકા પણ કરી રહ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આખરે શનિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળા અંગે ટ્વિટર પર સંદેશો મુક્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે, "મેં પ્રાર્થના કરી કે બે શાહી સ્નાન થઈ ચુક્યાં છે અને હવે કુંભને કોરોનાના સંકટને લીધે પ્રતીકાત્મક રાખવામાં આવે."

"જેથી આ સંકટ સામે લડાઈ માટે તાકાત મળશે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આમ તેમણે ટ્વીટ કરીને આગામી દિવસોમાં કુંભને પ્રતીકાત્મક રાખવાની અપીલ કરી છે. તેમણે આ ટ્વીટમાં જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ આચાર્યને ટૅગ કરીને આ અપીલ કરી હતી.

નોંધનીય છે કે હરિદ્વાર ખાતે યોજાયેલ કુંભ મેળામાં સંતો સહિત ઘણા શ્રદ્ધાળુઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની ઘટનાઓ સામે આવી હતી.

તેમજ ઘણા લોકોને ભય હતો કે કુંભ મેળામાં આટલી મોટી સંખ્યામાં લોકોના ભેગા થવાથી ભારતનાં નાનાં ગામડાં સુધી પણ આ વાઇરસ પહોંચી જશે.

line

મમતા બેનરજી ગુજરાતીઓ પર બંગાળમાં કોરોના ફેલાવવાનો આરોપ કેમ મૂકે છે?

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, SANJAU DAS

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળમાં કોરોના ફેલાવવા માટે ગુજરાતીઓ પર કેમ આરોપ મૂકી રહ્યાં છે મમતા બેનરજી?

ધ પ્રિન્ટ ડોટઇનના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સભામાં ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે 'ગુજરાત જેવા કોરોના મહામારીથી વધુ અસરગ્રસ્ત રાજ્યમાંથી 'બહારના' લોકોને પશ્ચિમ બંગાળમાં લાવી રાજ્યમાં કોરોના ફેલાવતાં રોકવા માટે ચૂંટણી પંચને અપીલ કરશે.'

તેમણે આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાનની રેલીઓ માટે સ્ટેજ તૈયાર કરવા અને ડેકોરેશન માટે ગુજરાતથી લોકો લાવી પશ્ચિમ બંગાળમાં કોરોનાનો ચેપ ફેલાવવાનું કામ ભાજપ કરી રહ્યો છે.

શુક્રવારે તેઓ પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં એક જનસભા સંબોધી રહ્યાં હતાં, જે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું, "વડા પ્રધાન અને અન્ય નેતાઓ ચૂંટણીસભા યોજવા માટે રાજ્યમાં આવે તેની સામે અમને કોઈ વાંધો નથી. ભાજપે ગુજરાત જેવા કોરોનાથી અસરગ્રસ્ત રાજ્યમાંથી પોડિયમ અને મંડપ બાંધવા માટે માણસ કેમ લાવવા જોઈએ."

મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આ કામ માટે સ્થાનિક મજૂરોનો પણ ઉપયોગ કરી શકાય છે.

line

રૂપાણી સરકાર કોરોનાના અસલ આંકડા છુપાવી રહી હોવાનું હાઈકોર્ટે કેમ કહ્યું?

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને કોરોનાના સાચા આંકડા જાહેર કરવાની સલાહ કેમ આપી?

ધ હિંદુ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને રાજ્યમાં કોરોનાના સાચા આંકડા બહાર પાડવાની સૂચના આપી છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે શુક્રવારે કરેલા આદેશમાં રાજ્ય સરકારને પ્રાથમિકપણે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકો અને અન્ય માંદગીઓ સાથે કોરોના થયા બાદ મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા રજૂ કરવાની સૂચના આપી હતી.

કોર્ટે આ ઑર્ડર આપતી વખતે કહ્યું હતું કે લોકોનાં મનમાં એવી માન્યતા છે કે રાજ્ય સરકાર કોરોનાના સાચા આંકડા જાહેર નથી કરી રહી, આ માન્યતા દૂર કરવાની તાતી જરૂર છે.

કોર્ટે નોંધ્યું કે ટેસ્ટ, પૉઝિટિવિટી અને મૃત્યુ અંગેના સાચા આંકડા જાહેર કરવામાં રાજ્ય સરકારે ખચકાટ ન અનુભવવો જોઈએ. આવી મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવાથી સામાન્ય લોકોનો સરકારમાંથી ભરોસો ઊઠી જવાનો અને અફરાતફરી સર્જાવાનો ભય છે.

line

ગુજરાત : ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોરોના વાઇરસથી સંક્રમિત

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી થયા કોરોનાગ્રસ્ત

રાજ્યમાં શુક્રવારે કોરોનાના 8920 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જે અત્યાર સુધીનો રાજ્યનો દૈનિક કોરોના દર્દીઓના મામલે સૌથી મોટો આંકડો છે.

આ સિલસિલમાં શુક્રવારે વધુ એક કડી ત્યારે ઉમેરાઈ જ્યારે ગુજરાત વિધાનસભાના વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને પોતે કોવિડ-19 પૉઝિટિવ હોવાની માહિતી આપી હતી.

ધ વીક ડોટ ઇનના એક અહેવાલ પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને પોતાની તબિયત વિશે માહિતી આપી હતી કે તેઓ હવે સ્ટેબલ છે, તેમજ આઇસોલેશનમાં રહીને રિકવર થઈ રહ્યા છે.

આ સાથે જ તેમણે પાછલા અમુક દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું હતું. સાથે જ કોરોના વાઇરસ સામે સુરક્ષિત રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અને યોગ્ય રીતે માસ્ક પહેરવાની સલાહ પણ આપી હતી.

તેમજ તેમણે ટ્વીટ કરીને આવી કપરી પરિસ્થિતિમાં દિવસ-રાત કામ કરી રહેલા મેડિકલ સ્ટાફ અને તમામ ફ્રન્ટલાઇન વર્કરોનો પણ આભાર માન્યો હતો.

line

બ્રિટને આપી નીરવ મોદીને ભારતને સોંપવાની મંજૂરી

નીરવ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું બ્રિટનની કોર્ટના આદેશ પછી અંતે નીરવ મોદીને ભારત લવાશે?

બ્રિટનમાં રહી રહેલા ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને ભારતને સોંપવાની મંજૂરી બ્રિટનની સરકારે અંતે આપી દીધી છે.

બ્રિટનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું, "25 ફેબ્રુઆરીના રોજ જિલ્લા જજે નીરવ મોદીના પ્રત્યર્પણ બાબતે નિર્ણય આપ્યો હતો. પ્રત્યર્પણ આદેશ પર 15 એપ્રિલના રોજ સહી કરાઈ છે."

25 ફેબ્રુઆરીના રોજ જિલ્લા જજે પોતાનો નિર્ણય આપતા કહ્યું હતું કે બ્રિટનના કાયદા હેઠળ પ્રત્યર્પણ પર રોકનો મામલો નીરવ મોદી પર લાગુ નથી થતો. જિલ્લા જજે આ મામલાને બ્રિટનના ગૃહમંત્રી પાસે મોકલી દીધો હતો અને તેમને નિર્ણય લેવાનું કહ્યું હતું.

પરંતુ ગૃહમંત્રીની સહી બાદ નીરવ મોદી પાસે 14 દિવસ સુધીનો સમય છે, જે હેઠળ તેઓ ઇચ્છે તો હાઈકોર્ટમાં પોતાના પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ અપીલ કરી શકે છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો હજુ ચાલી રહ્યો હોવાના કારણે, તેઓ આ વિશે વધુ કંઈ જ કહી શકતા નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો