પશ્ચિમ બંગાળ-આસામ ચૂંટણી : બંગાળમાં પ્રથમ તબક્કામાં 79 ટકા, આસામમાં 75 ટકા મતદાન - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળની 30 અને આસામની 47 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન હતું.
જેમાં આસામ અને બંગાળમાં પ્રથમ તબક્કામાં અનુક્રમે 75.04 ટકા અને 79.79 ટકા મતદાન નોંધાયું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ ભારતના ચૂંટણીપંચને ટાંકીને સંબંધિત માહિતી આપી હતી.
દરમિયાન મમતા બેનરજીએ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યાં હતા. તેમણે બાંગ્લાદેશના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન મોદી પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ખડગપુરમાં એક ચૂંટણીસભા દરમિયાન મમતાએ કહ્યું, "અહીં (બંગાળમાં) ચૂંટણી થઈ રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ જાય છે અને બંગાળ પર ભાષણો આપે છે. એ ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન છે."
"ક્યારેક તેઓ કહે છે કે મમતા બાંગ્લાદેશમાંથી માણસો લાવ્યાં છે અને ઘૂસણખોરી કરી છે પણ વોટ માર્કેટિંગ માટે તેઓ (વડા પ્રધાન) ખુદ બાંગ્લાદેશ જાય છે."
ઉપરાંત બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસે છે, ત્યાં તેમણે 51મી શક્તિપીઠ મનાતા કાલી મંદિરમાં પૂજા કરી હતી.
અત્રે નોંધવું કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થવાનું છે, જેનો પહેલો તબક્કો આજે યોજાઈ ચૂક્યો છે. અને તેનું પરિણામ બીજી મે 2021ના રોજ જાહેર થશે.

દિલ્હીમાં લૉકડાઉન વિશે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે ચેપ સામે લડવા માટે લૉકડાઉન કોઈ ઉકેલ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''હાલમાં લૉકડાઉન લાગુ કરવાની કોઈ સંભાવના નથી. લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને તેની પાછળ એક કારણ હતું. ત્યારે કોઈને ખબર નહોતી કે વાઇરસ કઈ રીતે ફેલાય છે. ત્યારે કહેવામાં આવતું હતું કે ચેપ લાગ્યા બાદ તેને ખતમ કરવામાં 14 દિવસનો સમય લાગે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
''પછી નિષ્ણાતોએ જણાવ્યું કે જો બધી પ્રવૃત્તિઓ બંધ કરી નાખવામાં આવે તો વાઇરસને ફેલાવતો અટકાવી શકાય છે. તેમ છતાં લૉકડાઉન સતત લંબાવવામાં આવ્યું અને આટલું કર્યાં બાદ પણ કોરોના વાઇરસે ફેલતો અટકાવવામાં સફળ થયા નથી. આથી મને લાગે છે કે લૉકડાઉન એ સમસ્યાનો ઉકેલ નથી.''
જૈને જણાવ્યું કે પહેલાં કેસની સંખ્યા ઓછી હતી પરતું હવે સંખ્યા વધી ગઈ છે અને એટલા માટે દિલ્હી સરકાર દરરોજ 85000-90000 ટેસ્ટ કરી રહી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 5 ટકા વધારે છે.
''અત્યારે હૉસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં બૅડ ઉપલબ્ધ છે અને 80 ટકા બૅડ ખાલી છે. અમે સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છીએ અને જો હૉસ્પિટલોમાં દરદીઓની સંખ્યામાં વધારો થશે તો અમે બૅડની સંખ્યા પણ વધારીશું.

સચીન તેંડુલકર કોરોના સંક્રમિત

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટર સચીન તેંડુલકર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
સચીન તેંડુલકરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલ તેમની હાલત ઠીક છે અને તેઓ હોમ-ક્વોરૅન્ટીન છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "મેં તપાસ કરાવી હતી અને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તેનાં તમામ પગલાં લીધાં હતાં. જોકે હું કોરોના વાઇરસથી સંક્રમિત થયો છું, મને હળવાં લક્ષણો છે."સચીને જણાવ્યું હતું કે પરિવારના તમામ લોકોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. તેમણે કહ્યું, 'હું ઘરમાં ક્વોરૅન્ટીન થયો છું.'
સાથે-સાથે તેમણે હેલ્થવર્કર્સનો પણ આભાર માન્યો હતો.

ચિન્મયાનંદ યૌનશોષણના કેસમાંથી મુક્ત, કોર્ટે કહ્યું ન મળ્યા યોગ્ય પુરાવા

ઇમેજ સ્રોત, @SWAMI CHINMAYANAND
પૂર્વ કેન્દ્રીય ગૃહ-રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદને યૌનશોષણના કેસમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. વિશેષ એમપી-એમએલએ કોર્ટે શુક્રવારે પુરાવાના અભાવમાં તેમને મુક્ત કર્યા છે.
ચિન્મયાનંદ પર તેમની જ લૉ કૉલેજમાં ભણનારી એલએલએમની વિદ્યાર્થિનીએ યૌનશોષણનો કેસ નોંધાવ્યો હતો, પરંતુ ગત દિવસોમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં તે પોતાના આરોપોથી ફરી ગઈ હતી.
કોર્ટે ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી યુવતીને પણ મુક્ત કરી દીધી છે.
યુવતી પર ચિન્મયાનંદને બ્લૅકમેલ કરવાનો અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ હતો. આ કેસમાં અન્ય ચાર આરોપીઓને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે.

બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં મેં ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયો હતો : નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI
બીબીસી હિંદીના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકા ખાતે આયોજિત બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણજયંતીના કાર્યક્રમમાં કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં મેં ભાગ લીધો છે અને હું જેલમાં પણ ગયો છું.
તેમણે કહ્યું, "20-22 વર્ષની ઉંમરમાં અનેક સાથીઓની સાથે મેં બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને આના સમર્થનમાં મેં મારી ધરપકડ વહોરી હતી."
મોદીએ કહ્યું, "બાંગ્લાદેશ માટે 'મેં જેલની યાત્રા પણ કરી છે.' બંગબંધુ શેખ મુજિબુર રહેમાન વિશે તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં નક્કી કરી દેવાયું હતું કે કોઈ પણ તાકાત બાંગ્લાદેશને ગુલામ બનાવી શકતી નથી."
વડા પ્રધાનના બાંગ્લાદેશ જવાના અઠવાડિયા પહેલાં બંગબંધુ શેખ મુજિબને 2020મો ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંદિરા ગાંધીને યાદ કરીને એમ પણ કહ્યું કે બાંગ્લાદેશના ગઠનમાં ઇંદિરા ગાંધીના યોગદાનનું સૌ સમ્માન કરે છે, આ દેશના ગઠનમાં તેમના પ્રયાસો ન ભુલાય એવા છે.
તેમણે વધુમાં કહ્યું, "આજે ભારતીય સૈન્યના એ વીર જવાનોને હું નમન કરું છું, જેઓ મુક્તિયુદ્ધમાં બાંગ્લાદેશની સાથે ઊભેલા છે."

નરેન્દ્ર મોદીની માત્ર દાઢી વધે છે, અર્થતંત્ર નહીં : મમતા

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નબળા અર્થતંત્રમાં માત્ર નરેન્દ્ર મોદીની જ દાઢી વધે છે.
મમતા બેનરજીએ પશ્ચિમ મેદનીપુર જિલ્લાની ચૂંટણીસભામાં કહ્યું, "તેઓ પોતાની જાતને વિવેકાનંદ, ક્યારેક રવીન્દ્રનાથ ટાગોર કહે છે અને હવે તેમણે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર આપ્યું. લાંબી દાઢી કોઈને રવીન્દ્રનાથ ટાગોર બનાવતી નથી."
મમતાએ આગળ કહ્યું, "ભારતનું અર્થતંત્ર નીચે જતુ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ આપણા દેશમાં રોકાઈ ગયો છે, માત્ર દાઢી વધી છે."
"ભાજપ પાસે બે ઉમેદવારો છે, એકે દિલ્હીથી માંડીને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હિંસા કરી છે અને બીજા વિશે તો હું શું કહું? મને લાગે છે કે તેમના મગજમાં કંઈક ખોટું છે."

પુડ્ડુચેરી : ભાજપ પર આધાર કાર્ડનો ઉપયોગ ખોટી રીતે કરવાનો આરોપ, હાઈકોર્ટે નારાજ

ઇમેજ સ્રોત, Madras highcourt Website
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર મદ્રાસ હાઈકોર્ટ પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીને લઈને દાખલ થયેલી અરજીને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચ પર નારાજગી વ્યક્ત કરી છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે અહીં આધાર ડિટેઇલનો ચૂંટણીના કૅમ્પેનમાં ઉપયોગ કર્યો છે. આરોપ છે કે આધાર નંબર પરથી ફોન નંબર કાઢવામાં આવ્યા છે.
આ ઘટનાને ગંભીર ગણાવીને હાઈકોર્ટે કહ્યું, "ચૂંટણીપંચ કહી રહ્યું છે કે સાઇબર ક્રાઇમ ડિવિઝન આની તપાસ કરી રહ્યું છે તો આ મુદ્દાને ટાળવાનું વલણ નહીં ચાલે."
"જ્યારે ચૂંટણીપંચ દરેક બીજા મુદ્દા પર પોતાની વર્ચસ્વતા અને સક્રિયતા દેખાડે છે, તો આ મુદ્દા પર જરૂરી ગંભીરતા દેખાડે અને તરત તપાસ કરે."
ચૂંટણીપંચને 30 માર્ચ સુધીમાં તપાસ કરીને ફૂલ રિપોર્ટ ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં હિટ-વેવની ચેતવણી, સામાન્ય તાપમાનથી 7.5 ડિગ્રી તાપમાન વધશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સોમવાર સુધી હિટ-વેવની ચેતવણી આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના તાપમાનમાં સામાન્ય તાપમાનથી 7.5 સેલ્સિયસ ડિગ્રીનો વધારો જોવા મળશે.
હવામાન વિભાગે લોકોને હિટ-વેવથી બચવા માટે જરૂરી પગલાં લેવાં અપીલ કરી છે.
શુક્રવારે ભુજમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. પોરબંદરમાં પણ 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી છથી સાત ડિગ્રી વધારે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












