ગુજરાત : નવા કેસ 2200ને પાર, 1લી એપ્રિલથી રાજ્યમાં પ્રવેશ માટે RT-PCR નૅગેટિવ ટેસ્ટ ફરજિયાત

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 1લી એપ્રિલથી બીજાં રાજ્યોથી ગુજરાતમાં આવતાં લોકો માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઍપિડેમિક ડીસીઝ ઍક્ટ 1897 અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
દરમિયાન, શનિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 2276 નવા કેસ સામે આવ્યાં છે અને કોવિડ-19ના કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર સુરતમાં કોરોના વાઇરસથી સંક્રમિત બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે જ્યારે અમદાવાદ, ભરુચ અને ભાવનગરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 1534 દરદીઓ સાજા થયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં હાલ 157 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 10,714ની હાલત સ્થિર છે.
સુરતમાં કુલ નવા 760 કેસો આવ્યા છે, જ્યારે સુરત શહેરમાં કુલ કેસ 607 અને સુરત ગ્રામીણમાં 153 કેસો નોંધાયા છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં 601 કેસ નવા નોંધાયા છે. ત્યાર પછી વડોદરા ત્રીજા ક્રમે 259 કેસ સાથે છે.
દરમિયાન, 3,44,256 લોકોને શનિવારે કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાની રસી આપવામાં આવી છે એવા લોકોની સંખ્યા 50 લાખને પાર કરી ગઈ છે.

ગુજરાત પ્રવેશ માટેનો શું છે નવો નિયમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજ્ય સરકારના એદ નિર્દેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાંથી ગુજરાતમાં આવનારી વ્યક્તિએ છેલ્લા 72 કલાકમાં થયેલો તેમનો કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ નૅગેટિવ છે તે પુરવાર કરવું પડશે. પછી જ રાજ્યમાં પ્રવેશ મળશે. આ નિયમ પહેલી એપ્રિલ-2021થી લાગુ થશે.

ઇમેજ સ્રોત, Health & Family Welfare Department
વિભાગ અનુસાર બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં કોરોના વાઇરસના કેસનો વ્યાપ ન વધે તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ ગુજરાતમાં પ્રવેશ જોઈતો હોય તો 72 કલાકની અંદર RT-PCR ટેસ્ટ કરાવ્યો હોવો જોઈએ અને જો રિપોર્ટ નેગેટિવ હોય તો જ વ્યક્તિને પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે.
વળી પરિપત્રમાં કહેવાયું છે કે જ્યાં સુધી આ મામલે નવો આદેશ ન આવે ત્યાં સુધી તે અમલમાં રહેશે. સાથે વિભાગે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે સ્ક્રિનિંગ ફરજિયાત કરી નાખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે વધુ સ્પષ્ટતા માટે બીબીસીએ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ?

ઇમેજ સ્રોત, Reuters
તદુપરાંત છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 62,258 નવા કેસ નોંધાયા છે અને 291 લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોના વાઇરસના કારણે ભારતમાં અત્યાર સુધી 1,61,240 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35276 કેસ નોંધાયા છે અને 166 લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઈમાં કોરોના વાઇરસના 6123 નવા કેસ સામે આવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
શનિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના વાઇરસના કેસ જ્યાં ઝડપથી વધી રહ્યાં છે તેવા 12 રાજ્યો અને સંઘ પ્રદેશોનાં અધિક ચીફ સેક્રેટરી, મુખ્ય સચિવ અને સચિવો સાથે એક બેઠક કરી હતી.
એનએનઆઈ અનુસાર બેઠકમાં 12 રાજ્યો અને સંઘ પ્રદેશના 46 જિલ્લાંઓના કલેક્ટરોએ પણ હાજરી આપી હતી. માર્ચ મહિનામાં કોરોના વાઇરસના જેટલા પણ કેસ સામે આવ્યાં છે તેમાંથી 71 ટકા કેસ આ 46 જિલ્લાઓમાં નોંધાયા છે. કોવિડ-19ના કારણે જે દરદીઓનાં મૃત્યુ થયાં છે તેમાંથી 69 ટકા મૃત્યુ આ જિલ્લાઓમાં થયાં છે.
બેઠકમાં રાજ્યો અને સંઘ પ્રદેશોને કોરોના વાઇરસના કેસ વધતા અટકાવવા માટે પૂરતાં પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












