PNB કૌભાંડ : નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યુકેની કોર્ટની મંજૂરી

નીરવ મોદી
ઇમેજ કૅપ્શન, નીરવ મોદી

યુકેની કોર્ટે નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. કોર્ટના જજનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નીરવ મોદી સામે કેસ બને છે. જોકે તેમની પાસે આ આદેશ સામે અપીલ કરવાનો વિકલ્પ છે.

યુકેની કોર્ટના મૅજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા સામે નીરવ મોદી યુકેની હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. જો પ્રીતિ પટેલ (ગૃહ બાબતોના મંત્રી) ભારત પ્રત્યાર્પણ માટેના ઑર્ડર પર સહી કરે છે, તો એ સંજોગોમાં પણ મોદી હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. બંને અપીલની સુનાવણી હાઈકોર્ટમાં કરવામાં આવશે અને ચુકાદો આપવામાં આવશે.

જો હાઈકોર્ટ નીરવ મોદીની વિરુદ્ધ ચૂકાદો આપે છે તો તેઓ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી શકે છે અને જો સુપ્રિમ કોર્ટ પણ તેમની તરફેણમાં ચુકાદો નહીં આપે તો તેઓ યુરોપિયન કોર્ટમાં અપીલ કરી શકે છે.

જજે કહ્યું કે, "હું સમંત છું કે નીરવ મોદી કેસમાં ભારતીય મીડિયાને ઘણો રસ છે. હાઈપ્રોફાઈલ કેસો વિશે રિપોર્ટિંગ કરવી એ ભારત માટે નવી બાબત છે અને અદાલતોએ આવી બાબતો પર સતત ચુકાદો આપ્યો છે.

તેમણે કહ્યું પ્રથમ દ્રષ્ટિએ નીરવ મોદી વિરુદ્ધ સીબીઆઈનો કેસ યુકેની અદાલતમાં સાબિત થાય છે.

દરમિયાન ગુરુવારના ચુકાદા બાદ ભારત સરકારે જણાવ્યું છે કે તેઓ યુકેની સરકાર સાથે મળીને કામ કરશે જેથી નીરવ મોદીનું વહેલી તકે પ્રત્યાર્પણ થઈ શકે.

નીરવ મોદી પંજાબ નૅશનલ બેંક કૌભાંડમાં વૉન્ટેડ છે. ઈડી અને સીબીઆઈની વિનંતી બાદ ઑગસ્ટ 2018માં યુકે પાસેથી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેમણે 20 માર્ચ 2019માં વેસ્ટમિનીસ્ટર મૅજિસ્ટ્રૅટ સામે રજૂ કરવામાં આવ્યા હતા. જુડીશીયલ કસ્ટડીમાં રહેતા નીરવ મોદી સામે હાલ પ્રત્યાર્પણ માટેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો