You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોટેરા સ્ટેડિયમ : જાણો ભારતના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ વિશે
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ શરુ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મૅચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મૅચ રમાવાની છે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મૅચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મૅચ પણ રમશે.મોટેરા સ્ટેડિયમ જેને સરદાર પટેલ સ્ટેડિયમ કહેવામાં આવે છે તે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજારની છે.
'ધ ફાયનાનશીયલ એક્સ્પ્રેસ' અનુસાર 1982માં 50 ઍકર જગ્યામાં મોટેરા સ્ટેડિયમમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 54000 લોકોની હતી. આ સ્ટેડિયમ રૅકર્ડ નવ મહિનાના સમયમાં તૈયાર થઈ હતી.
સ્ટેડિયમ પહેલા બધી ક્રિકેટ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેડિયમમાં રમાતી હતી.1983માં મોટેરા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચરમાઈ હતી, જે સ્ટેડિયમની પ્રથમ ટેસ્ટ મૅચ હતી. ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ આ ટેસ્ટ મૅચ દ્વારા આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ આંતરાષ્ટ્રીય વન-ડે મૅચ 1985માં ભારત અને ઑસ્ટ્રલિયા વચ્ચે રમાઈ હતી.ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ મોટેરામાં પાંચ વન-ડે મૅચ રમવાના છે ત્યારે અહીં છેલ્લી આંતરાષ્ટ્રીય મૅચ 2014માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિમ છે અને વિશ્વનો બીજો સૌથી મોટો સ્પોર્ટસ્ સ્ટેડિયમ છે. વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટસ્ સ્ટેડિયમ ઉત્તર કોરિયાના પૉન્ગયાન્ગમાં આવેલ રંગગ્રાડો મે ડે સ્ટેડિયમ છે. તેની બેઠક ક્ષમતા 114000 લોકોની છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 2011 વિશ્વ કપની ક્વાર્ટર ફાયનલની મૅચ મોટેરા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત આ મૅચ જીતી ગયું હતું.
ટેસ્ટ રૅકર્ડ
મોટેરામાં ટેસ્ટ મૅચમાં સૌથી વધુ રન કરવાનો રૅકર્ડ શ્રીલંકાના નામે છે. 16 નવેમ્બર 2009ના રોજ ભારત સામે બીજી ઇંનિગ્સમાં શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 760 રનનો જંગી સ્કોર કર્યા બાદ દાવ ડિકલેર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
3 એપ્રિલ 2008ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ, જેના પ્રથમ દિવસે લંચ પહેલાં તો ભારત 76 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર શ્રીલંકાના બૅટસ્મેન મહેલા જયવર્દનેના નામે છે. તેમણે 435 બૉલમાં 275 રન કર્યા છે જેમાં 27 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.
વન-ડે રૅકર્ડ
વન-ડેમાં સૌથી વધુ રન કરવાનો રૅકર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે.
27 ફેબ્રુઆરી 2010ના રોજ દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સૌથી વધુ 365 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે ઝિમ્બાબ્વેની ટીમે સૌથી ઓછા 85 રન સ્કોર કર્યા હતા. આ મૅચ 8 ઑક્ટોબર 2006ના રોજ રમાઈ હતી.
મોટેરા સ્ટેડિયમમાં વન-ડે મૅચમાં સૌથી વધુ રન કરવાનો રૅકર્ડ સૌરવ ગાંગુલીના નામે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ દરમિયાન સૌરવ ગાંગુલીએ 152 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકીરને 144 રન બનાવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો