You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : રેલ રોકીને ખેડૂતો આજે કરશે કૃષિકાયદાનો વિરોધ
કૃષિકાયદાઓના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આજે રેલ રોકો આંદોલન કરી રહ્યા છે. જેને પગલે દેશભરમાં સુરક્ષા વધારી દેવાઈ છે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે, "(રેલ રોકો અભિયાન) આ 12 વાગ્યે શરૂ થશે અને ત્રણ-ચાર વાગ્યા સુધી ચાલશે. રેલગાડીઓ આમ પણ નથી ચાલતી. આ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહેશે. જે લોકોને આનાથી મુશ્કેલી પડશે અમે એ લોકોને પાણી, દૂધ, લસ્સી અને ફળ આપીશું. અમે એમને અમારી સમસ્યાઓ જણાવીશું."
ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા આહ્વાન બાદ રેલમંત્રાલયથી લઈને અલગઅલગ રાજ્યની સરકારોએ સુરક્ષાકર્મીઓને મુખ્ય રેલવેસ્ટેશનો પર તહેનાત કરી દીધા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આરપીએફના મહાનિદેશક અરુણ કુમારે કહ્યું, "હું સૌને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. અમે જિલ્લાના તંત્ર સાથે સંબંધ સ્થાપિત કરીશું અને એક કંટ્રોલ રૂમ બનાવીશું."
તો બીજી તરફ રેલવેમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે, "અમે શાંતિવ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. જેથી શાંતિપૂર્વક વિરોધપ્રદર્શન થઈ શકે અને મુસાફરોને અસુવિધાનો સામનો ન કરવો પડે."
ખેડૂતોના રેલ રોકો આંદોલનને ધ્યાને લેતા રેલવેવિભાગ પંજાબ, હરિયાણા, યૂપી, પશ્ચિમ બગાળ પર ધ્યાન રાખી રહ્યો છે અને એનડીટીવીના અહેવાલ અનુસાર સુરક્ષાદળોની વધુ 20 કંપનીઓ તહેનાત કરી દેવાઈ છે.
નોંધનીય છે કે સંયુક્ત કિસાન મોરચાએ કૃષિકાયદાઓને રદ કરવાની માગ સાથે ગત સપ્તાહે રેલ રોકોની જાહેરાત કરી હતી. ગુરુવારે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી રેલ રોકવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.
એનડીટીવી સાથેની વાતચીતમાં રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે "રેલ રોકો આંદોલનને ધ્યાને લેતાં ટ્રેનોની આવજા પર અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લેવાયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એક વાર જ્યારે વિરોધની તસવીરો મળી જાય, સંવેદનશીલ સ્થળો ઓળખી લેવાય તો અમે કોઈ કાર્યવાહીની યોજના બનાવીશું. "
"અમારી પાસે લગભગ 80 ટ્રેનો છે, જે સંભવિત સંવેદનશીલ ક્ષેત્રોમાંથી પસાર થાય છે અને તેમાંથી મોટા ભાગની 12 વાગ્યા પહેલાં જ પસાર થઈ જાય છે."
આ તરફ ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરુનામસિંહે કહ્યું છે કે ખેડૂત સંગઠનો આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે પશ્ચિમ બંગાળમાં એ મુદ્દો ઉઠાવશે કે લોકો એમને મત ન આપે જેઓ તેમની આજીવિકા આંચકી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો