You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind Vs Eng : અક્ષર પટેલ-રવિચંદ્રન અશ્વિનનો શાનદાર દેખાવ, ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ સામે વિજય
ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે 317 રનથી વિજય થયો છે.
ભારતે બે ઇનિંગમં 329 અને 286 રન ફટકાર્યા અને ઇંગ્લૅન્ડે 134 તથા 164 રન ફટકાર્યા છે.
ભારતે જીત માટે ઇંગ્લૅન્ડ સમક્ષ 482 રનનો મોટો લક્ષ્ય ખડકી દીધો હતો, જેથી ઇંગ્લૅન્ડે જીત માટે એક મજબૂત ઇનિંગની જરૂર હતી.
આ જીત સાથે જ ટેસ્ટ સિરીઝમાં બંને ટીમોએ 1-1ની બરાબરી કરી લીધી છે.
બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડ 100 રન કરે એ પહેલાં જ ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ પડી ગઈ હતી. લૉરેન્સ 26 અને બર્ન્સ 25 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લીચ ખાતું પણ ખોલી શક્યા ન હતા અને સિબલીએ માત્ર ત્રણ રણ કર્યા હતા. જ્યારે બેન સ્ટોક્સ માત્ર અઠ જ રન બનાવી શક્યા.
બીજી ઇનિંગમાં ગુજરાતી બૉલર અક્ષર પટેલે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.
અશ્વિનની શાનદાર બેટિંગ
ભારત તરફથી હાલ રવિચંદ્રન અશ્વિને સદી કરી હતી અને છેલ્લા ક્રમના બેટ્સમૅન મહોમમ્દ સિરાજ 16 રને નોટઆઉટ રહ્યા હતા.
ભારતની પહેલી ઇનિંગની 195 રનની લીડ અને બીજી ઇનિંગમાં સારી રમત બાદ ઇંગ્લૅન્ડ સામે 481 રન ચેઝ કરવાનો પડકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અગાઉ કૅપ્ટન વિરાટ કોહલી 62 રન બનાવીને આઉટ થયા હતા.
ભારતે ત્રીજા દિવસની શરૂઆત થતા જ તમામ વિકેટ જલદી ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પુજારાના આઉટ થયા પછી ત્રીજી જ ઓવરમાં રોહિત શર્મા આઉટ થતાં વિરાટ કોહલીએ એક તરફથી ઇનિંગ્સને સંભાળી રાખી હતી. રિષભ પંત અને અજિંક્યા રહાણે પણ જલદી આઉટ થયા હતા.
જોકે તેમના પછી આવેલા રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી વચ્ચે બનેલી 96 રનની ભાગીદારીએ ભારતને સારી સ્થિતિમાં મૂક્યું હતું.
રોહિત શર્માએ 26 અને શુભમન ગિલે 14 રન બનાવ્યા હતા.
ચેતેશ્વર પુજારા, રિષભ પંત, અજિંક્ય રહાણે અને અક્ષર પટલે સસ્તામાં આઉટ થયા હતા.
ઇંગ્લૅન્ડ તરફથી મોઈન અલી 4 અને જેક લીચે 3 વિકેટ લીધી હતી.
બીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ 134 રનમાં સમેટાઈ હતી
ટેસ્ટ મૅચના બીજા દિવસે ભારતીય સ્પિન બૉલરોનું આક્રમણ મહેમાન ટીમના બૅટ્સમૅનો પર અત્યંત ભારે પડી રહ્યું છે અને ઇંગ્લૅન્ડનો પહેલો દાવ 134 રનમાં સમેટાઈ ગયો છે.
ભારતે પહેલી ઇનિંગમાં 329 રન કર્યા હોવાથી ભારતને 195 રનની મોટી લીડ મળી હતી.
ભારત તરફથી અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 અને મહોમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.
ઇંગ્લૅન્ડ ટીમે લંચ માટે રમત રોકાય ત્યાં સુધી, માત્ર 39 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ઑપનિંગ બૅટ્સમૅન રોરી બર્ન્સ ઇનિંગના ત્રીજા જ બૉલ પર આઉટ થઈ ગયા. ઈશાંત શર્માએ તેમની વિકેટ ઝડપી. રોરી ખાતું પણ ન ખોલી શક્યા.
રોરી બાદ આઠમી ઓવરમાં ડૉમનિક સિબ્લે આઉટ થયા. સિબ્લે 16 રનના વ્યક્તિગત સ્કોર પર આર. અશ્વિનનો શિકાર બન્યા. કપ્તાન વિરાટ કોહલીએ તેમનો કૅચ ઝડપ્યો.
ત્રીજી વિકેટ, ઇંગ્લૅન્ડના કપ્તાન જો રૂટ સ્વરૂપે પડી. તેમને અક્ષર પટેલ આઉટ કર્યા. પાછલી મૅચમાં સારી રમત દેખાડનારા જો રૂટ આ ઇનિંગમાં માત્ર છ રન જ કરી શક્યા.
બીજી તરફ લંચ ટાઇમ પહેલાં ડેન લૉરેંસની વિકેટ પડી. આર. અશ્વિને તેમની વિકેટ ઝડપી. લૉરેંસ નવ રનના સ્કોર પર આઉટ થયા અને શુભમન ગિલ તેમનો કૅચ ઝડપ્યો.
પાંચમી વિકેટ બેન સ્ટોક્સની પડી. તેમને આર. અશ્વિને બોલ્ડ કર્યા. સ્ટોક્સ પણ માત્ર 18 રન જ બનાવી શક્યા.
આ મૅચમાં સ્પિન બૉલરોનો પ્રભાવ જોતાં ભૂતપૂર્વ ભારતીય સ્પિન બૉલર હરભજન સિંહે શનિવારે કહ્યું હતું કે, "રમતના પહેલા સેશનમાં બૉલ એવી રીતે સ્પિન થઈ રહ્ય છે, જેવી રીતે આ રમતનો આઠમો દિવસ હોય. મને લાગી રહ્યું છે કે આ મૅચ ત્રણ કે સાડા ત્રણ દિવસમાં જ પૂરી થઈ જશે."
રમતના બીજા દિવસે ભારતીય ઇનિંગ માત્ર આઠ ઓવર રમીને સમેટાઈ ગઈ. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 329 રન બનાવ્યા.
રમતના પ્રથમ દિવસે જ ભારતીય ટીમે 88 ઓવરમાં છ વિકેટના નુકસાને 300 રન બનાવ્યા હતા.
રિષભ પંત 33 રન અને અક્ષર પટેલ પાંચ રન બનાવીને અણનમ પેવેલિયન પાછા ફર્યા હતા, જેમણે બીજા દિસે રમતની શરૂઆત કરી.
પરંતુ અક્ષર પટેલ એક પણ રન ઉમેરી ન શક્યા અને 90મી ઓવરમાં મોઈન અલીના બૉલ પર આઉટ થઈ ગયા.
એ જ ઓવરમાં ઈશાંત શર્મા પણ આઉટ થઈ ગયા. ઈશાંત પણ પોતાનું ખાતું ન ખોલી શકાય. રોરી બર્ન્સે ઈશાંતનો કૅચ પકડ્યો.
ત્યાર બાદ કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ, બંને 96મી ઓવરમાં આઉટ થઈ ગયા. સિરાજે ચાર રન બનાવ્યા જ્યારે યાદવ શૂન્ય પર જ પેવેલિયન પાછા ફર્યા. બંને ખેલાડીઓ ઓલી સ્ટોનની ઓવરમાં આઉટ થયા.
આ દરમિયાન રિષભ પંતે પોતાની અડધી સદી પૂરી કરી. પંત 58 રનના વ્યક્તિગત સ્કોર પર અણનમ રહ્યા.Ind Vs Eng : રવિચંદ્રન અશ્વિનનની સદી સાથે ભારત મજબૂત સ્થિતિમાં
પ્રથમ દિવસે રોહિતના શાનદાર 161 રન
આ પહેલાં બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે છ વિકેટના નુકસાન પર 300 રન બનાવી લીધા હતા. રોહિત શર્માએ આ ઇનિંગમાં સૌથી વધુ 161 રન કર્યા હતા જ્યારે અજિંક્ય રહાણે 67 રન કર્યા હતા.
ભારતે સવારે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમની ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, કારણ કે ઑપનર શુભમન ગીલ શૂન્ય રનના સ્કોરે મૅચની બીજી જ ઓવરમાં ઓલી સ્ટોનના બૉલ પર આઉટ થઈ ગયા હતા.
પરંતુ બાદમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ સંભાળી લીધી હતી. બંને બૅટ્સમૅનો પૈકી રોહિત શર્મા આક્રમક અંદાજમાં શરૂઆત કરી હતી. અને માત્ર 47 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી.
રોહિત અને પુજારાની જોડીએ 85 રનની પાર્ટનરશિપ કરીને શરૂઆતના આંચકા બાદ ભારતીય ટીમને મજબૂતી આપવાનું કામ કર્યું હતું. જેક લીચે 21 રનના સ્કોર પર પુજારાની વિકેટ લઈને આ જોડી તોડી.
ત્યાર બાદ બૅટિંગ કરવા ક્રીઝ પર ઊતરેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલી પણ ઑપનર શુભમન ગીલની માફક શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. આમ ભારત એક પછી એક બે વિકેટ ગુમાવીને ફરી પાછું મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું હતું.
હવે ભારતીય બૅટિંગનો દારોમદાર હતો ઑસ્ટ્રેલિયામાં વિજેતા બનીને પાછી ફરેલી ભારતીય ટીમના કૅપ્ટન અંજિક્ય રહાણે અને વેલ સેટ રોહિત શર્મા પર.
બંનેએ ટકીને બૅટિંગ કરી અને મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મદદ કરી. રોહિત શર્માએ સારા ફોર્મનો પુરાવો આપવાની સાથે 130 બૉલમાં પોતાની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી નોંધાવી. તેઓ 161 રન બનાવી જેક લીએડના બૉલ પર આઉટ થઈ ગયા.
ત્યાર પાછી ક્રીઝ પર ઊતર્યા ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો રહેલા ઋષભ પંત. ઋષભ પંત અને અજિંક્ય રહાણેની ભાગીદારી ચાલી રહી હતી તેમાં વચ્ચે મોઇન અલીના બૉલ પર અજિંક્ય રહાણે 67 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
એ પછી રવિચંદ્રન અશ્વિન પણ રુટની બૉલિંગમાં 13 રને આઉટ થઈ ગયા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો