બજેટ 2021 : નિર્મલા સીતારમણે ખેડૂતોને શું આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં ખેડૂત આંદોલન જોરમાં છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે.
છેલ્લા બે મહિનાથી વધારે સમયથી કેન્દ્ર સરકારના કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટના ભાષણમાં દાવો કર્યો કે 'સરકાર ખેડૂતો માટે પ્રતિબદ્ધ' છે.
એમણે કહ્યું કે સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા પર અડગ છે.
આ સાથે એમણે દાવો કર્યો કે મોદી સરકારે યુપીએ સરકારથી વધારે ત્રણ ગણી રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચાડી છે અને દરેક ક્ષેત્રમાં ખેડૂતોની મદદ કરી છે, દાળ, ઘંઉ, ધાન સમેત અન્ય પાકોની એમએસપી (લઘુતમ મૂલ્ય) વધાર્યું છે.

બજેટમાં ખેડૂતો માટે શું છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ધાન્યની ખરીદી પર 2013-14માં 63 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, તેને વધારીને 1 લાખ 45 હજાર કરોડ કરવામાં આવી ચૂક્યા છે.
એમણે કહ્યું કે આ વર્ષે આ આંકડો 72 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ગત વર્ષે 1.2 કરોડ ખેડૂતોને લાભ થયો હતો આ વર્ષે 1.5 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
નાણામંત્રીએ કહ્યું, "2013-14માં ઘંઉ પર સરકારે 33 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. 2019માં 63 હજાર કરોડ ખર્ચ કર્યો અને હવે 75 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે. 2020-21માં 43 લાખ ખેડૂતોને આનો લાભ મળ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એમએસપી પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, LSTV
ખેડૂત આંદોલનમાં ત્રણ કાયદાઓ પાછા ખેંચવા ઉપરાંત એમએસપીની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે અને તેની ખેડૂતો માગણી કરે છે.
વિપક્ષની નારેબાજી વચ્ચે નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોની ભલાઈ માટે પ્રતિબદ્ધ છે અને એમએસપી વધારીને ઉત્પાદનના ખર્ચની 1.5 ગણી કરવામાં આવી છે.
નાણામંત્રીએ કહ્યું કે, ઘંઉ માટે ખેડૂતોને 75060 કરોડ રૂપિયા અને દાળ માટે 10, 503 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.
વળી, ધાન્યની ચુકવણી રકમ 1,72,752 કરોડ થવાનો અંદાજ છે અને કૃષિઉત્પાદનોમાં 22 અન્ય ઉત્પાદનોને સામેલ કરવામાં આવશે.
એમણે કહ્યું કે, 2021માં ખેડૂતોને ઘંઉ માટે 75, 100 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી.
નાણામંત્રી અનુસાર ઘંઉ ઉગાડનાર 43.63 લાખ ખેડૂતોને એમએસપીની સરકારી ખરીદીથી લાભ થયો જેની સંખ્યા અગાઉ 35.57 લાખ હતી.
નાણામંત્રીએ જ્યારે આ કહી રહ્યાં હતાં ત્યારે સંસદમાં વિપક્ષ ત્રણ કૃષિકાયદાના વિરોધમાં નારેબાજી કરી રહ્યો હતો. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે કૃષિ ખરીદીમાં સતત વધારો થયો છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થયો છે.

શું જાહેરાતો કરી?
નાણામંત્રીએ કહ્યું કે, 2021-22માં કૃષિધિરાણ લક્ષ્યને 16.5 લાખ કરવામાં આવી રહ્યું છે.
એમણે જાણકારી આપી કે, સ્વામિત્વ યોજના આખા દેશમાં લાગુ કરવામાં આવશે.
એમણે ઑપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત કરી, જેમાં અનેક પાકોને સામેલ કરવામાં આવશે.
પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તામિલનાડુમાં ફિશ લૅન્ડિંગ સેન્ટરનો પણ વિકાસ કરવામાં આવશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












