Jawad Cyclone : ભારતના દરિયાકાંઠે ક્યારે ત્રાટકશે? ક્યાં-ક્યાં ભારે વરસાદની આગાહી

જવાદ વાવાઝોડું રવિવાર બપોરે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકશે. માનવમાં આવી રહ્યું છે કે ઓડિશા પહોંચવા સુધી તેની અસર ઘટી જશે.

વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના છે તેને જોતાં ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તોરથી લોકોને સુરક્ષિત સ્થળ ખસેડવાનું કામ શરૂ કરી દેવાયું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઓડિશાના રિલીફ કમિશ્નર પ્રદીપ કુમાર જેનાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, જવાદ વાવાઝોડું હાલ વિશાખાપટ્ટનમથી દક્ષિણપૂર્વમાં 210 કિલોમિટર દૂર છે અને પુરીથી દક્ષિણપશ્ચિમમાં 390 કિલોમિટર દૂર છે. જવાદ વાવાઝોડું નબળું પડતા હોવાના સંકેત છે. સોમવારે સાંજે વાવાઝોડું ઓડિશાથી દૂર જશે.

64 નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ટીમોને આ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે જ્યાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે.

line

વાવાઝોડું જવાદને પગલે આંધ્રમાં 54,000 લોકોનું સ્થાળાંતરણ કરાયું

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Science Photo Library - NASA

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને ઊંચા અને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

એક અહેવાલ અનુસાર, ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા જવાદને પગલે ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જવાદના પગલે આંધ્ર પ્રદેશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 54,000 લોકોને સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે. ઓડિશાના ભદ્રક જિલ્લાના દરિયાકાંઠાના 41 વિસ્તારોનાં ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને ઊંચા અને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે ચક્રવાતી વાવાઝોડું જવાદ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર લગભગ 250 કિલોમિટર દક્ષિણપૂર્વમાં, પુરીથી 430 કિલોમિટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને પારાદીપથી 510 કિલોમિટર દક્ષિણ - દક્ષિણપશ્ચિમમાં હતું.

જવાદને પગલે ઓડિશાના ચાર જિલ્લામાં રેડ એલર્ટ, સાતમાં ઑરેન્જ એલર્ટ અને ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

line

દરિયો ન ખેડવાની સલાહ

વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી અરેબિયા દ્વારા સૂચવવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલું ડિપ્રેશન ઉત્તરની બાજુએ આગળ વધી રહ્યું છે અને તે હવે ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ ગયું છે.

ભારતીય હવામાન ખાતાએ જવાદ વાવાઝોડા અંગે ચેતવણી આપતાં કહ્યું છે કે આ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ત્રણથી છ ડિસેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની આશંકા છે.

ભારતીય હવામાન વિભાગના મહાનિદેશનક મ. મોહાપાત્રાએ શુક્રવારના એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે બંગાળની ખાડીથી ઉદ્ભવેલું તોફાન ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. આ ચક્રવાતી તોફાનને જવાદ નામ આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, ''દક્ષિણ-પૂર્વી વિશાખાપટ્ટનમથી 420 કિલોમિટર દૂર અને ઓડિશામાં દક્ષિણ પૂર્વી પારાદીપથી 650 કિલોમિટર દૂર હવાની ગતિ 60થી 70 કિલોમિટર પ્રતિકલાક છે.''

જવાદની સૌથી વધારે અસર આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર પડી શકે છે. ચાર ડિસમેબરની સાંજ સુધી હવાની ગતિ વધીને 90 કિલોમિટર પ્રતિકલાક હોઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મમાં પરાવર્તિત થશે. તારીખ ચાર ડિસેમ્બર એટલે કે શનિવારે સવારે તે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે 24 કલાક સુધી 80-90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે કયાંક 100 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે માછીમારોને ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો