પ્રજાસત્તાકદિન : ખેડૂતોની પરેડમાં કેટલાં ટ્રૅક્ટર આવશે અને કેવી છે વ્યવસ્થાઓ?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, Manoj Dhaka/Hindustan Times via Getty Images

    • લેેખક, ખુશહાલ લાલી
    • પદ, બીબીસી પંજાબી

પંજાબના જાંલધર જિલ્લાના ગ્રામ પદિયાનાના એક ખેડૂત અમરજીત સિંહ બૈંસે કૃષિકાયદાઓ વિરુદ્ધ દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ યોજાનાર ખેડૂત ટ્રૅક્ટર પરેડ માટે પોતાનાં ત્રણ ટ્રૅક્ટર મોકલ્યાં છે.

બૈંસ પાસે સાત ટ્ર્રૅક્ટર, ચાર કાર અને જીપ છે, પરતું તેમણે દિલ્હી આંદોલન પર ખર્ચ કરવા માટે પોતાનાં ચાર ટ્રૅક્ટર અને બે અન્ય વાહન વેચી દીધાં છે.

બીબીસી પંજાબી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું માત્ર 20 હેક્ટરની ખેતી કરું છું. પરંતુ ટ્રૅક્ટર રાખવું એ મારો શોખ છે અને મારી પાસે એક જ કંપનીનાં દરેક મૉડલનાં ટ્રૅક્ટર છે. આ મારો શોખ છે પરંતુ હવે સંઘર્ષ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

પંજાબના ખેડૂત અમરજીત સિંહ બૈંસની કહાણી ત્રણ કૃષિકાયદાઓ વિરુદ્ધ પંજાબના ખેડૂતોના સંઘર્ષની ભાવના અને આ જંગ માટે તેમનો જુસ્સો દર્શાવે છે.

પધિયાનાની જેમ જ, પંજાબનાં અન્ય ગામોથી પણ આવી જ કહાણીઓ આવી રહી છે કે ખેડૂત ટ્રૅક્ટર પરેડની તૈયારી કેવી રીતે કરી રહ્યા છે.

આ તૈયારી એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ સામૂહિક લડાઈ સ્વરૂપે કરાઈ રહી છે.

“ભાઈ દિલ્હી માટે ટ્રૅક્ટરોના કાફલામાં જવાનો આજ આખરી દિવસ છે. ખેડૂતો અને મજૂરો પોતાના હાથોમાં ઝંડા લઈને મંડીમાં એકઠા થાય, જ્યાંથી બધા નારા લગાવતાં લગાવતાં દિલ્હી સુધી માર્ચ કરશે. આ જમીન પર વિવેકની લડાઈ છે, ભાઈ, જે દરેક ભોગે જીતવી પડશે.”

બઠિંઢામાં કોટશમીર ગામના ગુરુદ્વારાથી 24 જાન્યુઆરીની સવા3રે કરાઈ રહેલી આ ઘોષણા દિલ્હી તરફ એક ટ્રૅક્ટર માર્ચના અંતિમ આહ્વાન જેવી હતી.

બીબીસી પંજાબીના જાલંધરના પત્રકાર પાલ સિંહ નોલી, મોગાના સુરિંદર માને અને હરિયાણાના સત સિંહ અનુસાર, બંને રાજ્યોના લગભગ દરેક ગામ અને કસબાના હજારો ખેડૂતો દિલ્હી માટે રવાના થઈ ગયા છે.

line

કેટલાં ટ્રૅક્ટર દિલ્હી આવી રહ્યાં છે?

ટ્રૅક્ટર પર આંદોલનકારી ખેડૂતો

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ટ્રૅક્ટર પર આંદોલનકારી ખેડૂતો

ખેડૂત નેતા રાજિંદર સિંહ દીપસિંહવાલએ બીબીસી પંજાબીને જણાવ્યું કે સચોટ સંખ્યાનું અનુમાન કરવું તો મુશ્કેલ છે, કારણ કે સંગઠનોના કૅડર સિવાય, જે ખેડૂત સંગઠનો સાથે નથી જોડાયેલા, તેઓ પણ મોટી સંખ્યામાં દિલ્હી આવી રહ્યા છે.

ખેડૂત નેતા બલદેવ સિંહ સિરસાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તેમને પ્રાપ્ત રિપોર્ટો અનુસાર, અમૃતસર-દિલ્હી રાષ્ટ્રીય રાજમાર્ગ પર બે લાઇનોમાં આવનારાં ટ્રૅક્ટરોની લાઇન અંબાલાથી લુધિયાણા સુધી હતી.

ભારતીય કિસાન યુનિયન દોઆબાના મહાસચિવ સતનામ સિંહ સાહનીએ કહ્યું કે 23 જાન્યુઆરીના રોજ ફાગવાડા સબ ડિવિઝન તરફથી 2500 ટૅક્ટર રવાના કરાયાં હતાં. બે હજાર ટ્રૅક્ટર પહેલાં જ ચાર જિલ્લા – દોઆબા જાલંધર, હોશિયારપુર, કપૂરથલા અને શહીદ ભગતસિંહ નગરથી નીકળી ચૂક્યાં છે.

ખેડૂત બલજીત સિંહ સંધાએ કહ્યું કે કાલા સંધિયા શહેરથી બે ટ્રૉલીઓ પર 10 ટ્રૅક્ટર લાદવામાં આવ્યાં છે. જે દિલ્હી કિસાન પરેડમાં સામેલ થશે. તેની સાથે, 15 અન્ય ટ્રૅક્ટર એકલાં પહોંચી રહ્યાં છે.

ભારતીય કિસાન યુનિયન (એકતા-ઉગ્રાહાં)ના રાજ્ય મહાસચિવ સુખદેવ સિંહ કોકરીએ કહ્યું કે સંઘે તેમને સવારે 11 વાગ્યે દિલ્હી માટે ડબવાલી અને ખનૌરી એકઠા થવા માટે કહ્યું હતું, પરંતુ ખેડૂત સવારે આઠ વાગ્યે જ દિલ્હી માટે રવાના થઈ ગયા.

તેમણે જણાવ્યું કે ભારતીય કિસાન યુનિયન (એકતા-ઉગ્રાહાં)ના 30,000 ટ્રૅક્ટરોને આજે દિલ્હી મોકલવામાં આવ્યાં છે. જ્યારે 200થી 300 ટ્રૅક્ટરોનો નાનો કાફલો હજુ પણ પંજાબની સીમાને પાર કરીને દિલ્હી જઈ રહ્યો છે.

અખિલ ભારતીય કિસાન સભાના નેતા સુખજિંદર મહેસરીએ કહ્યું કે મોગા, ફરીદકોટ, ફિરોજપુર, ફાજિલ્કા, શ્રી મુક્તસર સાહિબ, માનસા અને બઠિંડા જિલ્લાઓથી 50-50 ટ્રૅક્ટરોના કાફલા જે દિલ્હી માટે રવાના થયા છે.

જાલંધરની દોઆબા કિસાન સંઘર્ષ સમિતિના જિલ્લા અધ્યક્ષ હર્ષિલંદર સિંહે કહ્યું કે સંગઠન તરફથી ખેડૂતોની પરેડ માટે લગભગ 700 ટ્રૅક્ટર મોકલાઈ રહ્યાં છે, 23 જાન્યુઆરીના રોજ 300 ટ્રૅક્ટર મોકલવામાં આવ્યાં હતાં અને બાકીનાં બે દિવસમાં મોકલી દેવામાં આવશે.

હરિયાણા પંજાબ એકતા મંચના અધ્યક્ષ સતીશ રાણાએ બીબીસીને જણાવ્યું કે હરિયાણાના બે લાખ ટૅક્ટર કિસાન પરેડમાં સામેલ થશે.

રાણા ભારતીય કિસાન યુનિયન હરિયાણાના પ્રવક્તા પણ છે. રાણાએ કહ્યું કે તેમનો દાવો છે કે ગ્રામીણ સ્તરે પરેડ માટે નોંધણી આધારિત છે.

રાણા અનુસાર, મુખ્યત્વે સિરસા, ફતેહાબાદ, કુરુક્ષેત્ર અને અન્ય જિલ્લાઓથી ટીકરી અને સિંઘુ સીમા સુધી પહોંચી ચૂક્યાં છે. ટ્રૅક્ટર અનુશાસન જાળવીને દિલ્હી પહોંચ્યાં અને તેમના ખાવા-પીવાના અને અન્ય ખર્ચા સંબંધિત ખાપ પંચાયતો કરી રહી છે.

વાસ્તવમાં, પ્રત્યેક સંગઠનના પોતપોતાના આંકડા છે અને સંગઠનોની બહાર ઘણા લોકો આ ટ્રૅક્ટર માર્ચમાં સામેલ થઈ રહ્યા છે. તેથી ચોક્કસ આંકડો ખબર પડી શકે તેમ નથી.

line

ટ્રૅક્ટરોની તૈયારી કેવી છે?

ખેડૂત અમરજીત સિંહ બૈંસ

ઇમેજ સ્રોત, PAL SINGH NAULI

ઇમેજ કૅપ્શન, ખેડૂત અમરજીત સિંહ બૈંસ

ખેડૂતોએ પોતાનાં ટ્રૅક્ટરો પરેડ માટે એવી રીતે તૈયાર કર્યાં છે જેમ તે કોઈ મેળા કે યુદ્ધ માટે તૈયાર કરાઈ રહ્યાં હોય.

જાલંધરના દોઆબા કિસાન સંઘર્ષ સમિતિના જિલ્લાધ્યક્ષ હર્ષિલેંદર સિંહે કહ્યું કે તેમના ક્ષેત્રોથી જે ટ્રૅક્ટરો દિલ્હી ગયાં છે, તેમાં એ ટ્રૅક્ટરો પણ સામેલ છે જેમાં ટ્રકનું એંજિન હોય. આ ટ્રૅક્ટરોની કિંમત આઠ લાખ રૂપિયા છે અને તેના પર વધુ આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

ઝીરાના એક મિકૅનિકે રિમોટ કંટ્રોલ સાથે એક ટ્રૅક્ટર ડિઝાઇન કર્યું છે, તેને ડ્રાઇવર વગર ઓછા અંતરેથી ચલાવી શકાય છે.

મોટાભાગનાં ટ્રૅક્ટરો પર લોખંડનાં બૉક્સ લાગેલાં છે, જેથી પાણી અને આંસુ ગૅસના મારાથી કે લાઠીચાર્જથી બચી શકાય. સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ટ્રૅક્ટરોને સજાવતાં નજરે પડી રહ્યા છે.

તેમની ક્ષમતા વધારાઈ રહી છે. મોટા અને ભારે અવરોધ હઠાવવા માટે તેને ક્રેનની જેમ બનાવી દેવામાં આવ્યાં છે. બંપરો સામે લોખંડના ગાર્ડર લગાવી દેવાયા છે જેથી અવરોધોને તોડવામાં મુશ્કેલી ન ઊભી થાય.

આ પરેડ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ખેડૂત નેતાઓએ ખેડૂતોને કોઈની ય ઉશ્કેરણીમાં ન આવવા માટે જણાવ્યું છે. તેમજ મસ્તીખોર તત્ત્વો પર નજર રાખવાની પણ ચેતવણી આપી છે.

આ સિવાય પરેડને આકર્ષક બનાવવા માટે સરકારી કાર્યક્રમોમાં જેવી રીતે રાજ્યોનાં દૃશ્યો દર્શાવવામાં આવે છે તેવી રીતે વિભિન્ન રાજ્યોનાં દૃશ્યો સામેલ કરવામાં આવશે. પરેડમાં સામેલ થનાર કુલ ટ્રૅક્ટરો પૈકી 30 ટકા પર આ દૃશ્યો હશે તેવું કહેવાઈ રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સિવાય ખેડૂત સંગઠનોના ઝંડાની સાથોસાથ તિરંગો, ખાલસા પ્રતીક અને લાલ ધ્વજ સહિત અન્ય સંગઠનોનાં ઝંડા ટૅક્ટરો પર જોવા મળશે.

તેમજ ટૅક્ટરો પર લાગેલાં બૅનરો પર ખેડૂતોનો જુસ્સો પ્રદર્શિત કરવા માટે વિવિધ નારા પ્રદર્શિત કરવામાં આવશે.

આ સિવાય જે ખેડૂતો કોઈ પણ ખેડૂત સંગઠન સાથે નથી જોડાયેલા તેઓ પણ પોતાના ખર્ચે આ પરેડમાં સામેલ થવા માટે નીકળી પડ્યાં છે. અને જાતે જ પોતાની મુસાફરીના ખર્ચની અને અન્ય વ્યવસ્થાઓ કરી રહ્યા છે.

જોકે ખેડૂત નેતાઓનો દાવો છે કે સડક કિનારે લંગર ચાલી રહ્યા છે અને ઘણા પેટ્રોલ પંપો પર દિલ્હી જઈ રહેલા ટ્રૅક્ટરોમાં મફત પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે.

દિલ્હીની સીમાઓ પરની તૈયારીની વાત કરીએ તો 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર આધિકારિક ગણતંત્ર દિવસની પરેડની સમાપ્તિની તરત બાદ ખેડૂતોની આ પરેડ શરૂ થશે.

આ માટે યુદ્ધધોરણે તૈયારી કરાઈ છે અને પ્રત્યેક ધરણાંસ્થળે વૉરરૂમ બનાવવામાં આવ્યાં છે, જે ટ્રૅક્ટર પરેડ માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં લાગેલા છે.

ખેડૂત નેતાઓ અનુસાર આ પ્રત્યેક વૉરરૂમ માં એક 40 સભ્યોવાળી ટીમ બનાવવામાં આવી છે. જેમાં ડૉક્ટર, સુરક્ષાકર્મી અને સોશિયલ મીડિયા મૅનેજર સામેલ છે. જ્યાંથી ટ્રૅક્ટર પરેડ પસાર થશે, ત્યાંથી 40 ઍમ્બુલન્સોને રસ્તા પર ઊભી કરવામાં આવશે.

આ પરેડ શાંતિપૂર્વક આયોજિત થઈ શકે તે માટે 2500 સ્વયંસેવક તહેનાત કરાયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો