You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AMU : નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને 'મિની ભારત' કેમ ગણાવી?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરિન્સંગથી સામેલ થયા હતા.
નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મિની ભારત ગણાવી હતી.
તેમણે કહ્યું કે, ગત શતાબ્દીમાં મતભેદોને નામે ખૂબ સમય વેડફાઈ ગયો છે અને હવે સમય વેડફાવાનો નથી અને તમામે એક લક્ષ્ય રાખી નવું ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું, "આપણે સમજવું પડશે કે રાજનીતિ સમાજનો મહત્ત્વનો ભાગ છે પરંતુ સમાજમાં રાજનીતિ સિવાય અન્ય બાબતો પણ છે. રાજનીતિ અને સત્તાની સમજની બહાર ખૂબ મોટો, વ્યાપક કોઈ પણ દેશનો સમાજ હોય છે."
એમણે કહ્યું "એએમયુ કૅમ્પસ મિની ભારત લાગે છે. અનેક લોકો મને કહે છે કે એએમયુ કૅમ્પસ પોતે એક શહેર જેવું છે. અનેક વિભાગો, ડઝનબંધ હૉસ્ટેલો, હજારો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આ એક મિની ભારત જેવું લાગે છે. અહીં એક તરફ ઉર્દૂ ભણાવાય છે તો હિન્દી પણ, અરબી ભણાવાય છે તો સંસ્કૃતિનું શિક્ષણ પણ અપાય છે."
વડા પ્રધાને કોરોના મહામારીના સંકટમાં એએમયુએ આપેલા યોગદાનના વખાણ કર્યા. એમણે કહ્યું, "લોકોનો મફત ટેસ્ટ કરાવવો, આઇસોલેશન વોર્ડ બનાવવો, પ્લાઝમા બૅન્ક બનાવવી અને પીએમ કૅર ફંડમાં મોટી રકમ આપવી એ સમાજ પ્રત્યે તમે જવાબદારી નિભાવવા ગંભીર છો એ દર્શાવે છે."
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને એએમયુના કુલપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ હાજર રહ્યા હતા.
સમારોહને સંબોધિત કરવા સાથે વડા પ્રધાન મોદીએ શતાબ્દી પ્રસંગે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
56 વર્ષ પછી ભારતના કોઈ વડા પ્રધાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સંબોધિત કરી હતી.
નરેન્દ્ર મોદી અગાઉ 1964માં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ એએમયુને સંબોધિત કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો