You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉમેડિયન ભારતી સિંહની એનસીબીએ ધરપકડ કરી, ઘરેથી મળ્યો ગાંજો
નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કૉમેડિયન ભારતી સિંહને ધરપકડ કરી લીધી છે.
વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષના પ્રૉડક્શન હાઉસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએ નશાની સામગ્રી (ગાંજો) મળી આવ્યો હતો. તેની માત્રા લગભગ 86..5 ગ્રામ જણાવવામાં આવી છે.
એનસીબીના અધિકારીઓ અનુસાર, બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો છે કે તેઓ ગાંજાનું સેવન કરે છે.
અહેવાલો મુજબ વિભાગે ભારતી સિંહની ધરપકડ કરી છે, જ્યારે તેમના પતિ હર્ષની પૂછપરછ ચાલુ છે.
મુંબઈમાં ડ્રગ્સના મામલામાં એનસીબી સતત દરોડા પાડી રહી છે.
મધુ પાલે જણાવ્યું, "કેટલાક દિવસો પહેલાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સનો ઉલ્લેખ થયા બાદ એનસીબીએ ઘણા ડ્રગ્સ પેડલર્સને પકડ્યા છે અને ધીરે-ધીરે ઘણાં નામ સામે આવી રહ્યાં છે."
આખા ગામના લોકોને થયો કોરોના
હિમાચલ પ્રદેશમાં એક વ્યક્તિને છોડીને આખું ગામ કોરોના પૉઝિટિવ હોવાનો કિસ્સો નોંધાયો
'ન્યૂઝ 18 ડોટ કૉમ'ના એક અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશના લાહૌલમાં થોરંગ નામના ગામમાં એક વ્યક્તિને બાદ કરતાં સમગ્ર ગામ કોરોના પૉઝિટિવ મળી આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ જિલ્લો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક છે.
કોરોના વાઇરસના આ ફેલાવા માટે ગામમાં યોજાયેલ ધાર્મિક આયોજનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
કોરોનાના ફેલાવાને રોકવા માટે પ્રશાસન દ્વારા રોહતાંગ ટનલના નોર્થ પોર્ટલ નજીક તેલિંગ નલાહની આસપાસ પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવાઈ છે.
થોરંગ ગામમાં હાલ 42 લોકો રહે છે. જે પૈકી 41 લોકો કોરોના ટેસ્ટિંગમાં પૉઝિટિવ મળી આવ્યા છે.
આ ઘટના બાદ પ્રશાસને લાહૌલ ખાતે પણ પ્રવાસીઓને મુલાકાત લેવાની મનાઈ ફરમાવી દીધી છે.
IAS ટૉપર ટીના ડાભી અને અથર ખાને છૂટાછેડા માટે અરજી કરી
'હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમ'ના એક અહેવાલ અનુસાર વર્ષ 2015માં યુપીએસસીની પરીક્ષામાં ટૉપર રહેલાં ટીના ડાભી અને તેમના પતિ IAS અથર ખાને સંમતિથી છૂટાછેડા માટે જયપુર ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.
બે વર્ષ પહેલાં લગ્નસંબંધમાં બંધાયેલા આ યુગલે જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
ઘણા લોકો તેમનાં લગ્ન આંતરધર્મીય સંબંધો માટે પ્રતીકરૂપ ગણાવી રહ્યા હતા.
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ આ બંને સનદી અધિકારીઓના સંબંધની સોશિયલ મીડિયા પર સરાહના કરી હતી.
વૈંકૈયા નાયડુ, સુમિત્રા મહાજન, રવિશંકર પ્રસાદ જેવાં નેતાઓએ દિલ્હીમાં તેમના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.
કેવડીયામાં બંધારણ દિવસનું કાર્યક્રમ યોજાશે
યુનાઇટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયા ન્યૂઝ એજન્સીના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે બંધારણદિવસ ઊજવવાની તૈયારી કરાઈ રહી છે.
25 અને 26 નવેમ્બર દરમિયાન ઑલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઑફિસર્સ કૉન્ફરન્સનું આયોજન સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે કેવડિયા ખાતે કરાશે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય બંધારણીય પદો પર આસીન મહાનુભવો હાજર રહેશે.
આ કૉન્ફરન્સના બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંધારણનું આમુખ વાંચશે.
નોંધનીય છે કે ગુજરાતમાં ચોથી વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
કોરોનાની મહામારીને કારણે ભાજપે 'ચિંતન શિબિર' મોકૂફ રાખી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાત ભાજપે કોરોનાની મહામારીને કારણે 21 નવેમ્બરથી શરૂ થનારી બે દિવસીય ચિંતન શિબિર મોકૂફ રાખવાનું ઠરાવ્યું છે.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગાંધીનગરમાં આયોજિત આ શિબિર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ભરાવાની હતી.
જેમાં રાજ્યના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી પણ હાજર રહેવાના હતા.
ભરત પંડ્યાએ આ વિશે માહિતી આપતાં કહ્યું કે, "પક્ષના વ્યવસ્થાતંત્ર અને ચૂંટણી અંગે લોકોના મુદ્દાઓની ચર્ચા કરવા માટે ભાજપ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવાની પરંપરા છે. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખતાં પાર્ટીએ ચિંતન શિબિર મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં યોગ્ય સમયે શિબિર યોજવામાં આવશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો