You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી સંવાદદાતા સલમાન રાવીને લૉકડાઉનના રિપોર્ટ માટે એશિયન મીડિયા ઍવોર્ડ
બીબીસી સંવાદદાતા સલમાન રાવીને બ્રિટનના 'એશિયન મીડિયા ઍવોર્ડ્સ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.
લૉકડાઉન દરમિયાન કરેલા એક રિપોર્ટ માટે તેમને સન્માનિત કરાયા છે.
આ સંસ્થાએ સલમાન રાવીને મે 2020માં કરેલાં તેમના એક ફેસબુક લાઇવ માટે સન્માનિત કર્યા છે.
ફેસબુક લાઇવમાં સલમાને દિલ્હીના રસ્તેથી પોતાના ગામ પરત ફરી રહેલા મજૂરો સાથે વાત કરી હતી.
લાઇવ દરમિયાન તેમની મુલાકાત પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક પ્રવાસી મજૂર સાથે થઈ. જે હરિયાણાના અંબાલાથી ચાલીને દિલ્હી પહોંચ્યા હતા અને આગળ મધ્ય પ્રદેશમાં પોતાના ગામે જવા માગતા હતા.
બીબીસી હિંદીના આ ફેસબુક લાઇવમાં એ મજૂરે કહ્યું હતું કે 'ગરમીમાં પગપાળા ચાલતા-ચાલતા મારાં ચંપલ તૂટી ગયાં પરંતુ ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચવું પડશે.'
આ સાંભળીને સલમાન રાવીએ લાઇવ કાર્યક્રમ દરમિયાન એ મજૂરને પોતાનાં જૂતાં આપી દીધાં હતાં.
આ આખા ઘટનાક્રમને એશિયન મીડિયા ઍવોર્ડ્સે 'વર્લ્ડ ન્યૂઝ મૉમેન્ટ્સ' તરીકે રજૂ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'એક પત્રકાર માટે મુશ્કેલ સમય'
સંસ્થાએ કહ્યું કે "બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ જે પ્રકારના સહજ ભાવે, કોઈ પણ વિચાર કર્યા વિના તે મજૂરની મદદ કરી, તે તેમના સહજ દયા ભાવ અને અનુગ્રહને દર્શાવે છે."
"સાથે જ લૉકડાઉન દરમિયાન ભારતીય શ્રમિકોને કેવી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો, તેમનો અહેવાલ આ પણ દેખાડે છે."
બીબીસીનો આ લાઇવ વીડિયો ન માત્ર બીબીસીના પ્લેટફૉર્મ પર, પરંતુ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ લાખો વખત જોવામાં આવ્યો છે.
સલમાન રાવી બીબીસી હિંદી સેવાના સંવાદદાતા છે. અંદાજે 30 વર્ષથી પત્રકારત્વના વ્યવસાયમાં છે અને પ્રસારણનાં તમામ માધ્યમો - રેડિયો, ટીવી અને ઓનલાઇન કામ કરી ચૂક્યા છે.
એશિયન મીડિયા ઍવોર્ડની વાત કરતાં સલમાન રાવીએ કહ્યું :
"એક પત્રકાર તરીકે, તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. લાઇવ શો દરમિયાન હું આ મજૂરને પૈસા આપી શકતો ન હતો."
"જે ઘટતું કરી શકું એમ હતો તે એ હતું કે એ જેના ખોળામાં એક બાળક હતું એવા લાચાર પિતાને મારાં જૂતાં ઑફર કરી દેવા."
"તેમણે આખો સંસાર એક સાથે બાંધ્યો હતો અને એ જ સ્થિતિમાં અંદાજે 200 કિલોમિટર ચાલી નાખવાનું નક્કી કર્યું હતું."
"એવામાં એક માણસ તરીકે આટલું તો કરી જ શકાય એમ હતું."
આ વર્ષનો 'એશિયન મીડિયા ઍવોર્ડ્સ' કાર્યક્રમ ગુરુવારે, 19 નવેમ્બરે ડિજિટલ રૂપમાં યોજાયો હતો.
એશિયન મીડિયા ઍવોર્ડમાં સન્માન મેળવનારાં પત્રકારોમાં કૃષ્ણન ગુરુ મૂર્તિ, વારિસ હુસેન, મેહદી હસન, નીના વાડિયા, અનિતા રાણી, શોભના ગુલાટી અને ફૈસલ ઇસ્લામ સમાવેશ થાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો