You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પેટાચૂંટણી: ભાજપે જાહેર કર્યા સાત બેઠક પર ઉમેદવારો, લીમડી બેઠક પર હજી સસ્પેન્સ બરકરાર
ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપે હાલ સાત ઉમેદવારની જાહેરાત કરી છે. લીમડી બેઠક પરથી કોણ ઉમેદવાર એ અંગે હજી સસ્પેન્સ બરકરાર છે.
ગુજરાતમાં આઠ બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. ઉમેદવારોની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.
અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાની ટિકિટ આપવામાં આવી છે અને મોરબી બેઠક પર બૃજેશ મેરજાની પસંદગી કરવામાં આવી છે.
ધારી બેઠકમાં પક્ષે જે. બી. કાકડીયા પર પસંદગી ઉતારી છે, જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગ બેઠક માટે વિજય પટેલ અને કપરાડા બેઠક માટે જીતુભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.
ભાજપે હજી સુધી લીમડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી.
આઠ બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર