You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોબલ: ફિઝિક્સનું પારિતોષિક બ્લૅક હોલ પર સંશોધન કરનાર ત્રણ વિજ્ઞાનીઓને
બ્લૅક હોલ પરના સંશોધનમાં મહત્ત્વનો ફાળો આપનારા ત્રણ વિજ્ઞાનીઓને 2020નું ફિઝિક્સનું નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે.
રોજર પેનરોજ, રેનહર્ડ જેંજેલ અને એન્ડ્રિયા ગેઝનાં નામની જાહેરાત સ્ટૉકહોમમાં કરવામાં આવી છે.
ફિઝિક્સ પુરસ્કાર કમિટિના પ્રમુખ ડેવિડ હૈવિલૈંડે કહ્યું કે, ''આ વર્ષનો ઍવોર્ડ બ્રહ્માંડની સૌથી અનોખી ચીજને સેલિબ્રેટ કરી રહ્યો છે.''
બ્લૅક હોલ બ્રહ્માંડનો એ હિસ્સો છે જ્યાં ગુરૂત્વાકર્ષણ એટલું વધારે હોય છે કે પ્રકાશ પણ એ ક્ષેત્રમાંથી પાછો ફરી શકતો નથી.
બ્રિટનમાં જન્મેલા ભૌતિક વિજ્ઞાની રોજર પેનરોજે દર્શાવ્યું કે બ્લૅક હોલ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જનરલ રિલેટિવીટીના સિદ્ધાંતનું જરૂરી પરિણામ હતું.
નોબલ સમિતિના સભ્ય ઉલ્ફ ડેનિયલસન અનુસાર, ''પેનરોજે સૈદ્ધાંતિક પાયો રચ્યો કે વસ્તુઓ હયાત છે અને જો તમે એની શોધ કરો તો પામી શકો છો. રેનહાર્ડ જેનઝેલ અને એન્ડ્રિયા ગેઝે આપણી આકાશગંગા મિલ્કી-વેના કેન્દ્રમાં એક મહાકાય બલૅક હોલનો અત્યાર સુધીનો સૌથી નક્કર પુરાવો રજૂ કર્યો છે. એમણે આપણે જેને સૈજિટેરસ A* કહીએ છીએ એ મહાકાય ચીજને પામી લીધી.''
લૉસ એન્જિલસ (યુસીએલએ)ના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી અમેરિકન પ્રોફેસર ગેઝે આ સન્માન પર કહ્યું કે, "હું પુરસ્કાર માટે રોમાંચિત છું અને ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર જીતનાર ચોથી મહિલા હોવાની જવાબદારી ગંભીર રીતે સ્વીકારું છું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર