કોરોના વાઇરસ: તમે જે સૅનિટાઇઝર વાપરો છો તે કેટલું સુરક્ષિત છે?

સેનિટાઇઝર

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket /Getty

કોરોના મહામારી જ્યારથી ફેલાઈ ત્યારથી હાથ ધોવા, સૅનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા શબ્દો બધાના જીવનમાં જોડાઈ ગયાં છે.

સૅનિટાઇઝર આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોરોના વાઇરસથી લડવા માટે સૅનિટાઇઝરને મહત્ત્વપૂર્ણ હથિયાર માનવામાં આવે છે.

ઘરની બહાર જાઓ અથવા તમે યાત્રા કરી રહ્યા હો ત્યારે સૅનિટાઇઝરની ભૂમિકા વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે.

જેમ-જેમ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેમ-તેમ બજારમાં સૅનિટાઇઝરની માગ પણ વધી રહી છે તો અમુક કંપનીઓ તેનો લાભ પણ લઈ રહી છે.

કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટીએ જણાવ્યું કે બજારમાં અમુક કંપનીઓ માત્ર નફો કમાવવા આવી છે અને તેમના ખરાબ ગુણવત્તા વાળા ઉત્પાદનો બજારમાં આવી રહ્યા છે.

હાલમાં કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાએ મુંબઈમાં અમુક સૅનિટાઇઝર પર અભ્યાસ કર્યો અને તેમનું કહેવું છે કે સૅનિટાઇઝરની ગુણવત્તા સારી નથી.

line

અનેક પ્રકારના સૅનિટાઇઝર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Mayur Kakade/Getty

બજારમાં અનેક પ્રકારનાં સૅનિટાઇઝર મળી રહ્યા છે "જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે, તેઓ 99.9 ટકા સુધી વાઇરસ મારી શકે છે. તો અમુક બ્રાન્ડનો દાવો છે કે તેમનું સૅનિટાઇઝર સુગંધિત છે, ત્યારે કેટલાકનો દાવો છે તે તેમનું સૅનિટાઇઝર અલ્કોહૉલ બેઝ્ડ છે."

પરંતુ શું તમે યોગ્ય સૅનિટાઇઝર વાપરી રહ્યા છો? તમે જે સૅનિટાઇઝર વાપરો છો એની કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે?

શું એ તમારી ત્વચાને કોઈ અસર કરે છે? આ બધા સવાલ મહત્ત્વપૂર્ણ છે, કારણકે બજારમાં એવા સૅનિટાઇઝર પણ છે જે ખરાબ ગુણવત્તા વાળા છે અથવા તેમાં ભેળસેળ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

line

અડધાથી વધારે નકલી

ગ્રાહકોના અધિકારો માટે કામ કરતી સંસ્થા કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા તરફથી થયેલા એક અભ્યાસ પ્રમાણે, અભ્યાસ માટે પસંદ કરાયેલા સૅનિટાઇઝરોમાં અડધાંથી વધારે ભેળસેળયુક્ત હતા. આ સૅમ્પલ મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં લેવામાં આવ્યા હતા.

કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના અધ્યયનમાં શું કહેવાયું છે?

તપાસ માટે સૅનિટાઇઝર્સના 122 સૅમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 45 સૅમ્પલ ભેળસેળયુક્ત હતા. પાંચ સૅમ્પલમાં મિથેનાઇલ હતું જે માનવશરીર માટે નુકસાનકારક છે. 59 સૅમ્પલોમાં તેના લેબલ પ્રમાણે કંપોઝિશન હતું.

કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના સચિવ ડૉ. એમએસ કામતે આ વિશે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "બજારથી લાવેલા 120 સૅમ્પલ્સ પર ગૅસ ક્રોમૅટોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 45 સૅમ્પલ ભેળસેળવાળા નીકળ્યાં. એનાથી સ્પષ્ટ થયું કે સૅનિટાઇઝરની બોટલ પર જે લખ્યું છે તે તેનાથી મેળ નથી ખાતા."

ડૉ. કામત કહે છે કે "સૌથી ખતરનાક વાત એ છે કે પાંચ સૅમ્પલ્સમાં મિથાઇલ હતું. મિથાઇલ આલ્કોહોલના ઉપયોગ પર પ્રતિબંધ છે. છતાં તેનો જાહેરપણે ઉપયોગ થાય છે. સૅનિટાઈઝર મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે. જે લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે."

line

મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકા સ્થિત સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ પ્રમાણે મિથાઇલ આલ્કોહોલ એક ઝેરી પદાર્થ છે. તેનાથી ચામડી, આંખો અને ફેફસાને નુકસાન થઈ શકે છે.

તેનો ઉપયોગ પ્લાસ્ટિક, પૉલિસ્ટર અને સૉલ્વેન્ટ્સના ઉત્પાદનોમાં કરવામાં આવે છે.

ડૉ. કામત જણાવે છે કે "મિથાઇલ તમારી ચામડીની અંદર જઈ શકે છે, તેનાંથી નુકસાન થઈ શકે છે અને જો તે આંખોનાં સંપર્કમાં આવે છે તો તેનાથી આંખોને ખૂબ વધારે નુકસાન થઈ શકે છે."

"સાથે જ તેના લીધે ઊલટી, માથાનો દુખાવો અને વધારે સંપર્કમાં આવવાથી મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ વેપારીઓ નફો કમાવવા માટે નકલી સૅનિટાઇઝર વેચી રહ્યાં છે. "

ચામડી રોગોનાં નિષ્ણાત અને સર્જન ડૉ. રિંકી કપૂર કહે છે, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અંતર્ગત સૅનિટાઇઝરમાં ગંધ ન હોવી જોઈએ, ઍક્સપાયરી ડેટ સ્પષ્ટ હોવી જોઈએ."

તેઓ કહે છે,"બૉટલ પર નિર્માતાના લાઇસન્સનો નંબર લખેલો હોવો જોઈએ. સાથે જ પીએચ લેવલ 6થી 8 ટકા હોવું જોઈએ અને રોગાણુંઓને મારવાની ક્ષમતા લગભગ 99.9 ટકા હોવી જોઈએ."

line

આલ્કોહૉલની ભૂમિકા

સેનિટાઇઝર

ઇમેજ સ્રોત, Getty Images

ઘણી વખત આલ્કોહોલ હાથની હથેળીઓને સૂકી શુષ્ક બનાવી દે છે એટલે નિષ્ણાતો ગ્લિસરીનવાળું સેનિટાઇઝર ઉપયોગ માટે વાપરવાની સલાહ આપે છે.

ત્વચારોગ નિષ્ણાત ડૉ બિંદુ સ્ટાલેકરે બીબીસીને કહ્યું, "લોકોએ સૅનિટાઇઝર ખરીદતી વખતે જરૂરી સાવચેતી રાખવી જોઈએ. સૅનિટાઇરમાં ઇથાઇલ આલ્કોહોલની માત્રા 70 ટકાથી વધારે હોય તો સારું. કેટલીક વખત આલ્કોહોલ હાથની હથેળીઓને શુષ્ક બનાવી દે છે. એટલે ગ્લિસરીનવાળું સૅનિટાઇઝર સારુ રહેશે. જે લોકોને ઍલર્જી થઈ જાય છે તેમણે ખુશ્બુવાળા સૅનિટાઈઝર ન વાપરવા જોઈએ."

તો ઘરે કેવી રીતે પારખી શકાય કે કયું સૅનિટાઇઝર વાપરવા યોગ્ય છે અને કયું ખરાબ છે?

ડૉ કપૂર કહે છે, " તમારે એક ચમટી ઘઉંનો લોટ લેવો. જો લોટ ચીકણો થઈ જાય તો સૅનિટાઇઝર સારું નથી અને જો લોટ સૂકો રહે તો સૅનિટાઇઝર વાપરવા યોગ્ય છે."

કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના ડૉ. કામત કહે છે કે જ્યારે અમે સેનિટાઈઝર પર રિપોર્ટ આપી તો તે બાદ એમને ચારથી પાંચ ધમકીભર્યા ફોન આવ્યા આ પ્રકારના અભ્યાસ બાદ ધમકીભરેલા ફોન આવવા સામાન્ય વાત છે.

એમણે અમને ધમકી આપી કે, તેઓ માનહાનિનો કેસ કરી દેશે. એમણે કહ્યું કે અમે ખોટી માહિતી આપી છે અને અમારે તેના ઉપર સફાઈ આપવી જોઈએ. અમને એવા ઘણા ફોન કોલ્સ આવ્યા. પરંતુ આ પ્રકારની ધમકીઓથી ડર્યા વગર અમે લોકો માટે કામ કર્યુ અને લોકોને જણાવ્યું કે એમને કેવી કેવી સાવધાની વર્તવી જોઈએ.

line

નિર્દેશો પર કરો નજર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ડૉક્ટર કપૂરનું કહેવું છે, " વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ હેઠળ સૅનિટાઇઝરમાં ગંધ ન હોવી જોઈએ, એક્સપાયરી ડેટ, નિર્માતાના લાયસન્સનો નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. સાથે જ પીએચ લેવલ 6-8 ટકા હોવું જોઈએ અને રોગાણુંને મારવાની ક્ષમતા લગભઘ 99.9 ટકા હોવી જોઈએ."

"એ સિવાય નૉન આલ્કોહોલિક ઉત્પાદન કોવિડ 19 માટે ઉપયોગી નથી. સૅનિટાઇઝર ને બાળકોની પહોંચથી દૂર રાખો. સૅનિટાઇઝર ખરીદતી વખતે કંપનીનું નામ અને ઍક્સપાયરી ડેટ જરૂર જુઓ. સૅનિટાઇઝર ખરીદતા પહેલાં લોકોએ તેના પર છપાયેલા નિર્દેશો ધ્યાનથી વાંચવા જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો