અનુરાગ કશ્પય-પાયલ ઘોષ વિવાદ: તાપસી પન્નુએ કહ્યું મારા મિત્ર અનુરાગ મોટાં ફેમિનિસ્ટ

તાપસી પન્નુ

ઇમેજ સ્રોત, Prodip Guha via getty Images

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.

પાયલ ઘોષે અનુરાગ કશ્યપને ટ્વિટર પર ટૅગ કરીને તેમણે લખ્યું, ''અનુરાગ કશ્યપે મારી સાથે જબરદસ્તી કરી હતી. નરેન્દ્ર મોદીજી તમને અનુરોધ છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો અને દેશને ખબર પડે કે સત્ય શું છે. મને ખબર છે કે મારા માટે આ કહેવું નુકસાનદાયક નિવડશે અને મારી સુરક્ષાને ખતરો છે. કૃપયા મારી મદદ કરો. ''

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પાયલે કરેલા ટ્વીટને અભિનેત્રી કંગના રનૌતે રિટ્વીટ કર્યું અને #MeToo હૅશટૅગ લગાવતાં લખ્યું, ''દરેક અવાજ મહત્ત્વ ધરાવે છે. અનુરાગ કશ્યપની ધરપકડ કરો. ''

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પાયલ ઘોષના ટ્વીટને રિટ્વીટ કરતાં રાષ્ટ્રીય મહિલાપંચનાં પ્રમુખ રેખા શર્માએ આ મામલાની સમગ્ર જાણકારી માગી. રેખા શર્માએ લખ્યું, ''તમે મને [email protected] અને @NCWIndia પર વિસ્તારપૂર્વક પોતાનો પક્ષ મોકલી શકો છો. આખો મામલો જોવામાં આવશે.''

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

રેખા શર્માએ આ મામલા પર રિટ્વીટ કર્યા બાદ પાયલ ઘોષે લખ્યું, ''આભાર, હું આવું જ કરીશ.''

line

અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા

પાયલ ઘોષ

ઇમેજ સ્રોત, Instagram

ત્યાર બાદ અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા આવી. તેમણે રાત્રે 12.38 વાગ્યે હિંદીમાં ચાર ટ્વીટ કર્યા.

તેમણે લખ્યું, શું વાત છે, આટલો સમય લાગી ગયો મને ચૂપ કરાવવાના પ્રયાસમાં. ચાલો કોઈ વાત નહીં. મને ચૂપ કરાવતા કરાવતા એટલું ખોટું બોલી ગયાં કે મહિલા હોવા છતાં બીજાં મહિલાઓને પણ તેમાં ઢસેડ્યાં. થોડી મર્યાદા રાખો મૅડમ. બસ એટલું જ કહીશ કે આ બધા આરોપ આધારહીન છે. ''

ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER

અનુરાગે બીજા ટ્વીટમાં લખ્યું, ''બાકી મારા પર આરોપ મૂકતા, મારા કલાકારો અને બચ્ચન પરિવારને પણ ઘસીટ્યો. મૅડમ બે લગ્ન કર્યાં છે, તે અપરાધ હોય તો મંજૂર છે અને બહુ પ્રેમ કર્યો છે, એ પણ કબૂલ કરું છું.''

અનુરાગ કશ્યપે પાયલના આરોપનો જવાબ આપતા લખ્યું, "ચાહે મારાં પ્રથમ પત્ની હોય તે બીજાં કે પછી કોઈ પ્રેમિકા અથવા બહુ બધી અભિનેત્રીઓ જેમની સાથે મેં કામ કર્યું છે, અથવા એ છોકરીઓ અને મહિલાઓની ટીમ જે હંમેશા મારી સાથે કામ કરતા આવ્યાં છે, કે પછી એ મહિલાઓ જેમને હું બસ મળ્યો જ છું, એકલામાં કે પછી જનતાની વચ્ચે, હું આ પ્રકારનું વર્તન કર્યારેય કરતો નથી, ન ક્યારેય આવું વર્તન સહન કરું છું."

"બાકી જે થશે એ જોયું જશે, તમારા વીડિયોમાં જ દેખાય છે કે કેટલું સત્ય છે અને કેટલું નહીં, બાકી તમારા માટે દુઆ અને પ્રેમ. તમારી અંગ્રેજીનો જવાબ હિંદીમાં આપવા માટે માફી.''

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ બોલીવૂડમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. જૂથવાદ પણ વધ્યો છે.

અનુરાગ કશ્યપ

ઇમેજ સ્રોત, Getty Images

સુશાંતસિંહ રાજપૂતના પરિવારે અભિનેત્રી અને સુશાંતસિંહના ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યા છે અને કેસ પણ દાખલ કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. ત્યારથી રિયા ચક્રવર્તી સતત સોશિયલ મીડિયામાં નિશાના પર છે.

તેમને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેમનાં વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે.

કેટલાક લોકોનું માનવું છે કે અદાલતની કાર્યવાહી પૂર્ણ થયા પછી કોઈ પણ મત જાહેર કરવો જોઈએ.

બોલીવૂડ પણ આ મામલે બેફામ છે. અનુરાગ કશ્યપ પણ આ વિવાદના કેન્દ્રમાં છે. અભિનેત્રી કંગના રનૌત સાથે તેમનો વાદ-વિવાદ સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળે છે.

તાપસી પન્નુએ કહ્યું અનુરાગ મોટા ફેમિનિસ્ટ

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા પછી તેમના પક્ષ અને વિરોધમાં બૉલીવૂડ સેલેબ્રિટી આવી ગયા છે

અભિનેત્રી તાપસી પન્નૂએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મારા મિત્ર જે સૌથી મોટા ફેમિનિસ્ટ છે. તેમની સાથે એક ઔર કળાકૃતિ પર કામ કરવા માટે સેટ પર મળીશું, તેઓ જે દુનિયા રચે છે તેમાં મહિલાઓનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે.

સોશિયલ મીડિયા પર અનુરાગને મુદ્દે તાપસી મૌન કેમ છે એનો પણ વિવાદ થઈ રહ્યો હતો. અનેક લોકો તાપસીની તરફેણ કરે છે તો વિરોધ પણ થઈ રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

અનુભવ સિન્હાએ અનુરાગ કશ્યપને ટૅગ કરતા લખ્યું, "આ મહિલાઓ અને પુરુષો બંનેની જવાબદારી છે કે #Metooindiaની સુરક્ષા ધ્યાનપૂર્વક કરે. એ બહુ મહત્ત્વપૂર્ણ છે કે તેનો દુરુપયોગ ન થાય અને તેનો ઉપયોગ માત્ર મહિલાઓનાં સન્માન માટે જ થાય."

line

પાયલ ઘોષ કોણ છે?

પાયલ ઘોષ

ઇમેજ સ્રોત, @IAMPAYALGHOSH

પાયલ 2017માં 'પટેલ કી પંજાબી શાદી' ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનાં પુત્રી બન્યાં હતાં.

પાયલ બોલીવૂડમાં બહુ ચર્ચિત ચેહરો નથી. તેમણે દક્ષિણ ભારતની અમુક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

તેમણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આની પહેલાં તેઓ લોકપ્રિય ટીવી કાર્યક્રમ સાથિયા-2માં પણ કામ કરી ચૂક્યાં છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો