You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનતા રાજભવનનો ઘેરાવ કરે તો અમારી જવાબદારી નહીં હોય : અશોક ગેહલોત - TOP NEWS
સચીન પાઇલટ સહિત 19 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી. અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
રાજસ્થાન હાઈકોર્ટે સચીન પાઇલટ અને 19 ધારાસભ્યો સામે વિધાનસભાના અધ્યક્ષની નોટિસ પર રોક લગાવી છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "અમે રાજ્યપાલને વિનંતી કરવા રાજભવન જઈ રહ્યા છીએ."
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ગેહલોતે કહ્યું, "અમે રાજ્યપાલને વિનંતી કરીશું કે તેઓ કોઈના દબાણમાં ન આવે (અને વિધાનસભાનું સત્ર બોલાવે)."
તેમણે એવું પણ કહ્યું કે "...પછી કદાચ એવું થાય કે આખા રાજ્યની જનતા રાજભવનને ઘેરવા માટે આવી જાય તો અમારી જવાબદારી નથી."
આ દરમિયાન જયુપરમાં કૉંગ્રેસ વિધાનસભા દળની બેઠક પણ યોજાઈ, જેમાં મુખ્ય મંત્રી ગેહલોત પણ હાજર રહ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવી છે.
રાજસ્થાન વિધાનસભાન અધ્યક્ષના વકીલ પ્રતીક કાસ્લીવાલે એએનઆઈને જણાવ્યું હતું કે ઍડિશનલ સૉલિસિટર જનરલ આ મામલામાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે કાયદાકીય પક્ષ કેન્દ્ર સરકારનું કાયદા મંત્રાલય રજૂ કરશે.
જોકે હાઈકોર્ટની સુનાવણી પૂર્વે વિધાનસભાના અધ્યક્ષ સુપ્રીમમાં ગયા હતા અને અપીલ કરી હતી કે બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે અધ્યક્ષાની અયોગ્યતાની કાર્યવાહીને હાઈકોર્ટ રોકી ન શકે.
જોકે સુપ્રીમે આ દલીલને ખારિજ કરી દીધી અને કહ્યું હતું કે હાઈકોર્ટ તેમનો નિર્ણય સંભળાવી શકે છે.
ભારત-ચીન સીમાવિવાદમાં નવો વળાંક
ભારત-ચીન સીમાવિવાદનો મામલો ક્યાંક થાળે પડશે એના અણસાર હતા, ત્યારે એમાં નવો વળાંક આવ્યો છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં પ્રકાશિત અહેવાલમાં લખ્યું છે કે લદ્દાખમાં LAC પર ચાર પૈકીની બે જગ્યા પેન્ગૉન્ગ લેક અને ગોગરામાં પેટ્રોલિંગ પૉઇન્ટ 17એ પર ચીની સેના હજી છે.
સેનાના સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખ્યું છે કે ભારત-ચીન વચ્ચે ચાર સ્થળે ગતિરોધ હતો, જે પૈકી બે સ્થળોએથી ચીનની સેના પાછળ હઠવા માટે રાજી નથી.
આ પહેલાં ગુરુવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત-ચીન સીમાવિવાદ પર વિચારવિમર્શ માટે WMCCની બેઠક જલદી જ યોજવામાં આવશે.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને નોંધ્યું છે કે ડિસઍન્ગેજમૅન્ટ અમે ડી-ઍસ્કેલેશનની પ્રક્રિયા હાલમાં ઠપ થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી તેમની છબિ બનાવવામાં વ્યસ્ત: રાહુલ ગાંધી
ગુરુવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે 'તેઓ તેમની છબિ બનાવવામાં વ્યસ્ત' છે.
ગાંધીએ એવું પણ કહ્યું કે એક વ્યક્તિની દૃષ્ટિ રાષ્ટ્રીય દૃષ્ટિની અવેજી ન હોઈ શકે.
તેમણે એવું પણ કહ્યું કે દેશ પાસે આગળ વધવા માટે કોઈ સ્પષ્ટ દૃષ્ટિબિંદુ નથી.
જોકે રાહુલ ગાંધીની ટિપ્પણી પર ભાજપે પલટવાર કર્યો હતો.
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાહુલ ગાંધી પર સંરક્ષણ અને નીતિગત વિષયો પર રાજનીતિ કરવાનો આક્ષેપ મૂક્યો છે.
નડ્ડાએ એવું પણ કહ્યું કે આ પ્રકારની ટિપ્પણીમાંથી એક વંશની 1962નાં પાપ ભૂંસી નાખવાની ઉતાવળ છતી થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો