અરબ સાગરમાં રચાઈ રહ્યાં છે બે વાવાઝોડાં, ગુજરાતને શું થશે અસર? - TOP NEWS

ઇમેજ સ્રોત, Sanjay Das
ભારતીય હવામાન વિભાગે શનિવારે કહ્યું છે કે આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લૉ-પ્રેશરનું ક્ષેત્ર રચાશે, જે તારીખ 3 જૂન સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના ઉત્તરી સમુદ્રતટ તરફ વધશે.
મુંબઈ મિરરના અહેવાલ મુજબ અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જેમાંથી એક આફ્રિકા તરફ આગળ વધી શકે છે અને ઓમાન તથા યમનમાં તેની અસર થઈ શકે છે, ત્યારે બીજું તોફાન ભારત તરફ વધી શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે અરબ સાગરમાં રચાયેલા નીચા દબાણને કારણે કેરળમાં મૉનસૂનના આગમન માટે એક જૂનથી અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે.
ચોમાસામાં વિલંબની અસર ગુજરાતમાં પણ જોવા મળે એવી શક્યતાઓ છે.

ખાનગી હૉસ્પિટલોના 50 ટકા બેડ્સ કોવિડ-19 દરદીઓ માટે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારે ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ હેઠળ ઓછામાં ઓછા 20 જેટલા બેડ્સ ધરાવતી ખાનગી હૉસ્ટિપટલ અને ક્લિનિક્સના 50 ટકા બેડ્સને કોરોના વાઇરસ સામેની લડતમાં ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારી અંગેની કામગીરીને લઈને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી ત્યાર બાદ તારીખ 28 મેના સરકારે આ બાબતનો નિર્ણય કર્યો હતો.
અંગ્રેજી અખબાર ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ રાજ્યના આરોગ્ય વિભાગની ગાઇડલાઇન્સ મુજબ 20 અથવા તેનાથી વધારે બેડ્સ ધરાવતી બધી ખાનગી હૉસ્પિટલો અને ક્લિનિક્સમાંથી 50 ટકા જેટલા બેડ્સ કોરોના વાઇરસના સંક્રમણના દરદીઓ માટે રાખવામાં આવે બાકીના 50 ટકા બેડ્સ પર અન્ય રોગોના દરદીઓની સારવાર કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી નિર્દેશમાં કહેવાયું છે કે જરૂર પડ્યે ખાનગી હૉસ્પિટલોએ બેડ્સ આપી દેવાના રહેશે.
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણના 16,000થી વધારે કેસ છે જેને જોતાં આરોગ્ય વિભાગે કહ્યું છે કે વધારે બેડ્સની જરૂર પડશે.

સ્વિમિંગ-પૂલ ખોલવાની માગ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાષ્ટ્રીય સ્તરના બ્રૅસ્ટસ્ટ્રોક ચૅમ્પિયન તૈરાક એસપી લિખીથે કહ્યું કે ભારતે અન્ય દેશોની જેમ સ્વિમિંગ-પૂલ ખોલી દેવાં જોઈએ જેથી દેશમાં ટોચના સ્વિમર્સ તાલીમ શરૂ કરી શકે.
ઑસ્ટ્રેલિયા અને યુકે સહિત અન્ય કેટલાક દેશો સ્વિમિંગ પૂલ ખોલીને ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે.
જોકે ભારતમાં લૉકડાઉન 4.0 રવિવારે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને ભારતીય ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે સ્વિમિંગ-પૂલ્સ બંધ રાખવામાં આવ્યાં હતાં.
આઉટલુક ઇન્ડિયા પ્રમાણે એસ પી લિખીથે કહ્યું, “અમારે ટ્રેનિંગ ફરીથી શરૂ કરવાની જરૂર છે અને અન્ય દેશોમાં કેટલીક સાવચેતી રાખીને સ્વિમર્સે ટ્રેનિંગ શરૂ કરી છે.”
તેમને ટોક્યો ઑલિમ્પિક્સ માટે ગયા વર્ષે બ્રૅસ્ટસ્ટ્રોક ઇવેન્ટ માટે બી ક્વૉલિફિકેશન મળ્યું હતું.
તેમણે આગળ કહ્યું, “જે થઈ રહ્યું છે આપણે તેની સાથે રહેવાનું શીખવું પડશે.”
લિખીથે કહ્યું કે ખતરાને સમજીને કામ કરવાની જરૂર છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












