કોરોના વાઇરસ : AMCના કમિશનર વિજય નેહરાની બદલી, કૉંગ્રેસે કહ્યું સારી કામગીરીનું ફળ મળ્યું

વિજય નેહરાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજય નેહરા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ગ્રામીણ વિકાસસચીવ તરીકે બદલી કરી નાખવામાં આવી છે અને 'હંગામી ધોરણે' પદભાર સંભાળી રહેલા મુકેશ કુમારને પૂર્ણકાલીન કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે.

કૉંગ્રેસે આ બદલીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે વિજય નહેરા આક્રમક અભિગમથી સારી કામગીરી કરી રહ્યા હતા તેનું તેમને ફળ આપવામાં આવ્યું છે અને અધિકારીઓ વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે.

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં બે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી નેહરા જાતે જ 'હોમ ક્વોરૅન્ટીન' થયા હતા, એ સમયે મીડિયામાં ચર્ચા થઈ હતી કે શહેરમાં કોરોના સંબંધિત કામગીરીથી અસંતુષ્ટ રાજ્ય સરકારે તેમને 'સાઇડલાઇન' કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના 11 હજાર 380 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 8420 એકલાં અમદાવાદમાં નોંધાયેલા છે.

line

વિપક્ષની પ્રતિક્રિયા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરવાના ગુજરાત સરકારના નિર્ણયની કૉંગ્રેસ ટીકા કરી છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે જે અધિકારી અમદાવાદમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગની કામગીરી આક્રામક ધોરણે કરી રહ્યા હતા, જે અધિકારી અમદાવાદનું ભૂગોળ અને સામાજિક વ્યવસ્થા સારી રીતે જાણતા હતા, અને જીવના જોખમે કામ કરી રહ્યા હતા, તેનું ફળ મળ્યું છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરી નાખવામાં આવી હતી.

મુકેશ કુમાર જે 'હંગામી ધોરણે' અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો પદભાર સંભાળી રહ્યા હતા તેમને પૂર્ણકાલીન કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે.

અને વિજય નેહરાને ગ્રામીણ વિકાસસચીવ તરીકે નિમવામાં આવ્યા છે.

આ નિર્ણયની ટીકા કરતા જયરાજસિંહ પરમારે કહ્યું કે અમદાવાદમાં કામગીરી કરવા છતાં જે રીતે વિજય નેહરાને બદલી કરવામાં આવી તેનાથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓમાં આંતરિક લડાઈ ચાલી રહી છે.

જયરાજસિંહ પરમારે કહ્યું કે જે રીતે સારા અધિકારીની બદલી કરવામાં આવી છે તેનાથી જનતા અને અધિકારીઓના મનોબળ પર અસર પડી રહી છે.

line

કમિશનર, કોરોના તથા ક્વોરૅન્ટીન

નેહરા હોમ ક્વોરૅન્ટીન રહે તે ગાળા દરમિયાન ગુજરાત મૅરિટાઇમ બોર્ડના તત્કાલીન ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર મુકેશ કુમારને 'હંગામી ધોરણે' પદભાર સોંપાયો હતો, જે હવે પૂર્ણકાલીન ફરજ બજાવશે.

નવા પદ ઉપર મુકેશ કુમારની નિમણૂક થવાથી ખાલી પડેલી જગ્યાએ વિદેશથી તાલીમ લઈને પરત ફરેલાં અવન્તિકા સિંહ ઓલખને નિમવામાં આવ્યા છે. તેઓ પૉર્ટ અને ટ્રાન્સપૉર્ટ વિભાગના ઉપાધ્યક્ષ તરીકેની કામગીરી પણ બજાવશે.

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ડૉ. રાજીવ કુમાર ગુપ્તાને (અધિક મુખ્ય સચિવ, વનવિભાગ) અમદાવાદ શહેરમાં કોવિડ-19 સંબંધિત કામગીરીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો.

નેહરાની સાથે જ ગુજરાતનાં આરોગ્યસચિવ જયંતી રવિને મહેસૂલવિભાગના અધિક સચિવ પંકજ કુમારને રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું.

કોરોનાનો 'નૅગેટિવ રિપોર્ટ'

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વિજય નેહરાએ તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવતાં શુભેચ્છાઓ માટે જનતાનો આભાર માની કોરોના સામેની લડાઈમાં 'તત્કાળ' પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમની બદલી કરી દેવાઈ હતી.

જો જયંતી રવિ કોરોના સામેની લડાઈમાં 'ગુજરાતનો ચહેરો' હતા, તો નેહરા 'અમદાવાદનો ચહેરો' બની રહ્યા હતા. તેઓ નિયમિત રીતે પત્રકારપરિષદ ભરતા હતા.

બાદમાં કોરોનાનો વ્યાપક વધતા યુટ્યૂબ અને ફેસબુક ઉપર લાઇવ કરીને કૉર્પોરેશનની કામગીરી અંગે માહિતી આપતા અને પત્રકારો તથા નાગિરકોના ચુનંદા સવાલોના જવાબ આપતા.

જોકે, આને કેટલાક લોકો નેહરાની નબળાઈ તરીકે પણ જોઈ હતી.

જ્યારે નેહરા હોમક્વોરૅન્ટીન થયા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હદવિસ્તારમાં આવતી ખાડિયા-જમાલપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

ખેડાવાલા પોતે કોરોનાગ્રસ્ત છે તથા કૉર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં તેમની સારવાર થઈ છે.

કોણ છે વિજય નેહરા?

કોરોનાના ટેસ્ટિંગની તસવરી

ઇમેજ સ્રોત, Getty Images

વિજય નેહરા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ બૉમ્બેમાંથી કૅમિસ્ટ્રીમાં એમ.એસસી. કર્યું છે.

આ સિવાય તેમણે અમેરિકાના બર્કલી ખાતે ગૉલ્ડમૅન સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીમાં માસ્ટર ઇન પબ્લિક ઍડિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા બર્કલી સાથે સંલગ્ન છે.

નેહરા લોકસેવામાં જોડાયા તે પહેલાં બેંગ્લુરુ ખાતે મુખ્યાલય ધરાવતી આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલા હતા.

નેહરા અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોમાં જિલ્લા કલેક્ટરપદે તથા રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

આ સિવાય તેઓ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન (એસ.ટી.)માં મૅનેજિગ ડાયરેક્ટરપદે પણ રહ્યા છે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો