અમદાવાદના મુસ્લિમોએ 'હર હર મહાદેવ' બોલીને હિંદુ વૃદ્ધાની અંતિમવિધિ કરી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'અમદાવાદના દુધેશ્વરના સ્મશાનમાં એકલવાયુ જીવન જીવતાં વૃદ્ધાને મૃત્યુ બાદ અગ્નિદાહ અપાયો ત્યારે સંવેદનશીલ મનાતા આ વિસ્તારમાં કોમી એકલાસનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
હિંદુઓએ અગ્નિદાહ આપ્યો અને મુસ્લિમોએ 'હર હર મહાદેવ' કહી જય બોલાવી.
ખાનપુરમાં હિંદુ-મુસ્લિમનાં ઘરો સાથે-સાથે આવેલાં છે અને આ વિસ્તાર કોમી હિંસાની દૃષ્ટિએ છાપે ચડતો રહે છે.
આ વિસ્તારમાં કોરોના વાઇરસને કારણે કર્ફ્યૂ લાગુ કર્યો. જોકે અહીં આ દરમિયાન હિંદુ-મુસ્લિમ એકતાની એક અજબ મિસાલ જોવા મળી.
ખાનપુર સ્થિત ઉષા-કિરણ ફ્લેટમાં 75 વર્ષનાં મંદાકિનીબહેન ત્રિપાઠી રહેતાં હતાં, એમનાં બાળકો અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં રહે છે.
તેઓ અહીં એકલાં રહેતાં હતાં, ઘરમાં પગ લાપસી જતાં તેમને માથે ઈજા થઈ અને એમનું મૃત્યુ થયું.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
બાદમા આ અંગે અમેરિકામાં રહેતી તેમની દીકરીને જાણ થઈ. તેમની ત્યાં દૂધ આપવા માટે આવતા એક મુસ્લિમ ભાઈએ મંદાકિનીબહેનની દીકરીને વીડિયો કૉલ કરીને સ્થિતિ દર્શાવી હતી.
કોરોના વાઇરસના સંક્રમણને પગલે વિદેશથી તેમની દીકરીનું આવવું શક્ય નહોતું અને એથી એમની દીકરીએ અમદાવાદના વેજલપુરમાં રહેતા કાકા રજનીકાંતભાઈને જાણ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
64 વર્ષના રજનીકાંતભાઈ સ્કૂટર લઇને અહીં પહોંચ્યા, પરંતુ અંતિમક્રિયા માટે કોઈ નહોતું.
એમની આ અવઢવ જોઈને દૂધવાળા કાસીમભાઈએ એમના મહોલ્લાના ડૉક્ટર હકીમ યાસિર, આરીફ શેખ, સૈજાદ જરીવાલા અને ફૈઝલભાઈ મન્સુરીને બોલાવ્યા.
ડૉક્ટર હકીમે કહ્યું કે અમને ખબર પડી કે અહીં વૃદ્ધ બહેનનું અવસાન થયું છે અને એમની અંતિમવિધિ માટે તકલીફ પડી રહી છે તો અમે તરત શબવાહિની અને ડૉક્ટરને બોલાવી લાવ્યા.
ડૉ. હકીમ ઉમેરે છે કે અંતિમવિધિ માટે અમે રજનીકાંતભાઈની સલાહ લીધી કારણ કે અમને હિંદુવિધિની ખબર ન હોય.
તેઓ આગળ કહે છે કે એટલી વારમાં એમના બીજા સગા મોઢેરાથી આવી ગયા હતા, એમની સલાહ પ્રમાણે અમે એમને અંતિમવિધિ માટે લઈ ગયા.
રજનીકાંતભાઈએ કહ્યું કે હું જીવરાજ પાર્કથી અહીં ખાનપુર પહોંચ્યો પણ મારી મદદ કરવા અહીં કોઈ નહોતું. આ ચાર મુસ્લિમ ભાઈઓને હું ઓળખતો નહોતો.
તેઓ આગળ કહે છે, "મારી ભત્રીજી અને બીજાં સગાં અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં રહે છે, એમને અંતિમદર્શન કરવા હતા. હું 64 વર્ષનો છું મને ટેકનૉલૉજી આવડે નહીં."
"આરીફ શેખે પોતાન મોબાઇલમાં વીડિયો કૉલ કરી આપ્યો. અમારા બીજાં સગાં મોઢેરાથી આવી ગયા એટલે આ મુસ્લિમ ભાઈઓ શબવાહિનીમાં મૃતદેહને સમશાન લઈ ગયા."
"જો આ મુસ્લિમ ભાઈઓ એ વખતે ન આવ્યા હોત તો હું મારી બહેનના શબને ચોથા માળેથી નીચે કેવી રીતે ઉતારત? એમની મદદથી અંતિમસંસ્કાર કર્યાં."


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વૅક્સિનના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા. જાણવા માટે અહીં ક્લિક કરો
- તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો? અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસથી સાજા થવામાં દર્દીને આખરે કેટલી વાર લાગે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ ટિપ્સ : એ ઉપાયો જે તમને સંક્રમણથી બચાવશે. જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? કોરોના વાઇરસ : આ વૈશ્વિક બીમારીનો અંત ક્યારે આવશે? જાણવા માટે ક્લિક કરો
- શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય? જાણવા માટે ક્લિક કરો
- કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

રજનીકાંતભાઈ કહે છે કે અગ્નિદાહ વખતે અમે 'હર હર મહાદેવ' કહ્યું તો આ મુસ્લિમ ભાઈઓએ પણ 'હર હર મહાદેવ'નો ઘોષ ઝીલી લીધો.
તેઓ કહે છે કે જો આ મુસ્લિમ ભાઈઓ ન હોત, તો લૉકડાઉનના સમયમાં મારી બહેનની અંતિમવિધિ કરવામાં સમસ્યા થઈ જાત. આ મુસ્લિમ બિરાદરોનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું.
ફૈઝલભાઈ મન્સુરી કહે છે કે હું જયારે અંતિમ વિધિ માટેનો સમાન લેવા ગયો, ત્યારે ઠાઠડી વેચવાવાળો વેપારી પણ મારી સામે જોઈ રહ્યો હતો કે પઠાણી પહેરેલો માથે ટોપી અને દાઢીવાળો માણસ લૉકડાઉનની વચ્ચે હિંદુની અંતિમવિધિનો સમાન લેવા કેમ આવ્યો હશે?
તેઓ કહે છે કે મેં એમને વાત કરી કે આ પ્રકારે એક હિંદુ વૃદ્ધાની અમે મુસ્લિમ લોકો અંતિમવિધિ કરી રહ્યા છીએ, તો એ ભાઈએ મને ગુલાબનાં ફૂલો મંગાવી આપ્યાં અને એના પૈસા પણ ના લીધા.
મન્સુરી કહે છે કે સમાનના પણ સાવ નજીવા પૈસા લીધા અને એક ચૂંદડી આપી અને કહ્યું કે મારા તરફથી ચડાવજો.
તેઓ આગળ કહે છે કે એક ઇન્સાન બીજા ઇન્સાનને કામ આવવો જ જોઈએ એટલે જ એક શેર છે ને કે
"મહોબત ઇતની બરકાર રખો, કિ મઝહબ બિચમેં ના આયે,
તુમ ઉસે મંદિર તક છોડ દો, વહ તુમ્હે મસ્જિદ તક છોડ આયે"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













