You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં કઈ રીતે ચેપ ફેલાયો?
દિલ્હીના નિઝામુદ્દીનમાં એક ધાર્મિક મેળાવડાના આયોજન દરમિયાન અનેક લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં છે.
31 માર્ચ બપોર સુધીના અહેવાલ પ્રમાણે અહીંના 24 લોકોના કોરોના વાઇરસ સંક્રમણના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે દિલ્હીના પશ્ચિમમાં આવેલા નિઝામુદ્દીન ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર 24 લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
રવિવારે મોડી રાત્રે દિલ્હી સરકારને સૂચના મળી હતી કે અહીંના લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં છે. એ પછી દિલ્હી પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓ સાથે મેડિકલ ટીમ ત્યાં પહોંચી હતી.
સોમવારથી દિલ્હી પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને ત્યાં તપાસ કામગીરી ચાલુ છે.
તપાસમાં નિઝામુદ્દીનની મરકઝ બિલ્ડિંગમાં અનેક લોકો એકઠા થવાની ઘટના સામે આવતાં તેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
મંગળવારે દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું હતું કે મરકઝ બિલ્ડિંગમાં આશરે 1500થી 1700 લોકો એકઠા થયા હતા.
1033 લોકોને હાલ સુધી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 334 લોકોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને 700 લોકોને ક્વોરૅન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગઈ કાલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું આયોજન થયું છે તો અમે આ મામલે લૉકડાઉનના કાયદાનો ભંગ કરવાની નોટિસ આપી હતી. કેટલાક લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં પછી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.”
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
- કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે ફેલાયો રોગ?
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે નિઝામુદ્દીનસ્થિત મરકઝ બિલ્ડિંગમાં 1 માર્ચથી 15 માર્ચ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તબલીગ-એ-જમાતના એ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા.
આમાં ભારતના બીજા ભાગોમાંથી અંદાજે 600 લોકોએ ભાગ લીધો હતો, જેમાં ઇન્ડોનેશિયા અને મલેશિયાથી લોકો આવ્યા હતા.
અધિકારીઓનું કહેવું છે કે લોકોની ઓળખ કરીને તેમને હૉસ્પિટલમાં ક્વોરૅન્ટીન માટે મોકલવામાં આવી રહ્યા છે.
આ મેળાવડામાં સામેલ થયેલી 60 વર્ષીય એક વ્યક્તિનું શ્રીનગરમાં મૃત્યુ થયા પછી વહીવટી તંત્રનું ધ્યાન ગયું હતું.
સમાચાર સંસ્થા એએનઆઈએ તેલંગણાના મુખ્ય મંત્રીના કાર્યાલયને ટાંકીને લખ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં 13થી 15 માર્ચ સુધી જે ધાર્મિક કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી હતી, તેમાંથી કેટલાક લોકો તેલંગણાના હતા. તેમાંથી છ લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે.
દિલ્હીમાં નિઝામુદ્દીનસ્થિત આ મરકઝ તબલીગ-એ-જમાતનું મુખ્ય કેન્દ્ર પણ છે.
આ કેન્દ્રને અડીને નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન આવેલું છે અને પડોશમાં ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ છે.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું, “આની પડોશમાં આવેલા દક્ષિણ દિલ્હીના કેટલાક લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય એવું બની શકે છે.
કોઈ ગુજરાતીને લાગ્યો છે ચેપ?
દિલ્હીના નિઝામુદ્દીનના આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ બાદ લોકોને લાગેલા ચેપની ઘટના સામે આવ્યા પછી તમામ રાજ્યનાં વહીવટી તંત્રે તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાત સરકારનાં અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમા યોજાયેલાં ધાર્મિક કાર્યક્રમને કારણે કોઈ ગુજરાતીને ચેપ લાગ્યો હોય તેવો કોઈ મામલો સામે આવ્યો નથી.
દિલ્હી સરકારે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગઈ કાલે જ પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, “કાર્યક્રમનું આયોજન કરનારે મોટો ગુનો કર્યો છે. ડિઝાસ્ટર ઍક્ટ અને કૉન્ટૅન્જીયસ ડિસીઝ ઍક્ટ દિલ્હીમાં લાગુ છે, ત્યારે પાંચથી વધારે વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ છે છતાં તે લોકો એકઠા થયા. મેં ઉપરાજ્યપાલને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે લખ્યું છે. દિલ્હી સરકારે તેમની સામે ફરિયાદ કરવાનો પણ આદેશ આપ્યો છે.”
આ મહિનાની શરૂઆતમાં જ દિલ્હી સરકારે કોઈ પણ પ્રકારના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આયોજન પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
આ સિવાય વિરોધ-પ્રદર્શનોમાં પણ 50થી વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો