કોરોના વાઇરસ સર્ટિફિકેટ મુદ્દે કેરળના મુખ્ય પ્રધાન વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
કેરળમાં કોરોના વાઇરસના છ નવ કેસ સામે આવ્યા છે. કેરળના મુખ્ય મંત્રી પિનરઈ વિજયને આ અંગે પુષ્ટિ કરી છે. તેમણે વડા પ્રધાનને પત્ર લખીને કોરોના સર્ટિફિકેટ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
ત્યારે પીટીઆઈ મુજબ કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાઇરસના ચાર વધારે કેસ સામે આવ્યા છે.
અને મહારાષ્ટ્રના પૂણેમાં દુબઈથી ભારત આવેલા એક દંપતીમાં પણ કોરોના વાઇરસની પુષ્ટિ થઈ છે.
બીજી તરફ ઈરાનથી 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ તમામમાંથી કોઈ પણને વાઇરસનો ચેપ લાગ્યો નથી પરંતુ સાવચેતીરૂપે તેમને 14 દિવસ અલગ રાખવામાં આવશે.
સર્ટિફિકેટ મુદ્દે માગ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કેરળના મુખ્ય પ્રધાન વિજયને કેન્દ્ર સરકારને પત્ર લખીને માગ કરી છે કે વિદેશમાં ફસાયેલાં ભારતીય નાગરિકો માટે 'કોરોના વાઇરસ નથી' એવું સર્ટિફિકેટ ફરજિયાત ન રાખવું જોઈએ.
કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાએ કહ્યું છે કે જે નાગરિકોએ કોરોના વાઇરસથી પીડિત દેશો કે સ્થળોની મુલાકાત લીધી છે, પરંતુ તેના અંગે તંત્રને જાણ નહીં કરે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જે લોકો પ્રવાસીઓની ઓળખ છૂપાવવામાં મદદ કરશે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

કોરોનાના કેસ

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નાગરિકોને જરૂર ન હોય ત્યાં સુધી વિદેશપ્રવાસ નહીં ખેડવાની સલાહ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય નાગરિકોને ચીન, ઇટાલી, ઈરાન, કોરિયા, જાપાન, ફ્રાન્સ, સ્પેન તથા જર્મનીની
પૂણેમાં દંપતીમાં કોરોના વાઇરસની પુષ્ટિ થયા બાદ શહેરના મેયર મુરલીધર મોહોલે લોકોને ન ગભરાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે સ્થાનિક પ્રશાસન કોરોના વાઇરસ માટે તૈયાર છે.
જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી હજુ નવા કેસની પુષ્ટિ કરવામાં નથી આવી.
કેરળમાં કોરોના વાઇરસના કારણે આવતી કાલથી 31 માર્ચ સુધી સિનેમા થિયેટર બંધ કરવામાં આવ્યા છે.

ઈરાનથી ભારતીયો પરત આવ્યા

ઇમેજ સ્રોત, @DRSJAISHANKAR
ત્યારે ઈરાનમાં ફસાયેલા 58 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ટ્વિટર પર આ બાબતની જાણકારી આપી છે.
આ બધા યાત્રીઓને કોરોના વાઇરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે તેમને 14 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે ઈરાનથી પરત આવેલા કોઈ પણ ભારતીયમાં કોરોના વાઇરસ જોવા નથી મળ્યો. અત્યારે એ જ ભારતીયોને ઈરાનથી લાવવામાં આવ્યા છે જેમનો કોરોના વાઇરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
58 લોકોનો આ સમૂહ ઈરાનથી પરત આવનારા ભારતીયોનો પ્રથમ જથ્થો છે. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જે લોકોમાં વાઇરસની પુષ્ટિ થઈ છે તેમની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચીન પછી ઈરાન અને ઈટાલીમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો છે.
ભારતે ઈરાનમાં મદદ માટે પોતાના ડૉક્ટરોની એક ટીમ મોકલી છે.

4,000થી વધારે લોકોનો ભોગ લેવાયો

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી એએનઆઈએ એએફપીના હવાલાથી કહ્યું છે કે વિશ્વમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી ચાર હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ચીનમાં 17 વધુ લોકોનો ભોગ કોરોના વાઇરસને લીધે લેવાયો છે.
કતર અને કુવૈતે ભારતીયોની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. કતર સરકારના આદેશ પછી ભારતીય ઍરલાઇન ઇંડિગો, ઍર ઇન્ડિયા અને ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે કતરની રાજધાની દોહા માટે પોતાની ફ્લાઇટ રદ કરી હતી.
ચીનના વુહાનમાં આ વાઇરસના શરૂઆતના દર્દીઓ ગત ડિસેમ્બરમાં મળ્યા હતા.
વાઇરસ ફેલાયા પછી પ્રથમ વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વુહાન પહોંચ્યા.
ચીનમાં વાઇરસને સૌથી વધારે પ્રભાવિત થયું છે પરંતુ હાલના દિવસોમાં અહીં નવા કેસોની સંખ્યા ઓછી થઈ છે.
ચીને વાઇરસને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લીધા છે અને એક મોટી વસતિને અલગ રાખવામાં આવી છે.
વુહાનને પૂર્ણ રીતે લૉકડાઉન કરવામાં આવ્યું છે.
ચીનમાં મંગળવારે કોરોના વાઇરસના માત્ર 19 નવા કેસ સામે આવ્યા છે.
ત્યાં દુનિયાના બીજા ભાગમાં વાઇરસ ફેલાવવાની ઝડપ વધી રહી છે.
ઇટાલીમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતા કડક પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ પહેલાં માત્ર ઇટાલીના ઉત્તરી ભાગમાં રવિવાર સુધી કડક પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી.
અહીં કોઈ પણ પ્રકારે લોકોના ભેગા થવા પર પૂર્ણ પ્રતિબંધ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













