નરેન્દ્ર મોદી સંસદમાં : 'ખૂબ પરદા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈ, સાફ છૂપતે ભી નહીં સામને આતે ભી નહીં.'

ઇમેજ સ્રોત, loksabha TV
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા લોકસભામાં અને પછી રાજ્યસભામાં લાંબું ભાષણ આપ્યું.
નરેન્દ્ર મોદી લોકસભામાં દોઢેક કલાક બોલ્યા અને વિપક્ષ પર હુમલો કરી પોતાની સરકારનો બચાવ કર્યો.
એમણે કૉંગ્રેસ, રાહુલ ગાંધી અને નહેરુ પર પણ સવાલ કર્યા, વિપક્ષની રોકટોક અને હોબાળા વચ્ચે પણ ભાષણ ચાલુ જ રાખ્યું.
મોદીનાં ભાષણની ખાસ વાતો
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
- નરેન્દ્ર મોદીએ વિપક્ષની મજાક ઉડાવવા રેલગાડીની સફરની વાર્તા કહી. વાર્તાનો સાર એ હતો કે હિંદુ, મુસ્લિમ વગેરેને ચાલતી રેલગાડીના અવાજમાં પોતપોતાના ઇષ્ટદેવ સંભળાય છે, પરંતુ ગાડીમાં સહપ્રવાસી એક પહેલવાનને ગાડીના અવાજમાં 'કર કસરત' એવું સંભળાય છે. આ વાર્તા પર લોકસભામાં ખૂબ રમૂજ થઈ પછી મોદીએ કહ્યું કે જેની જેવી સમજ હોય એવું જ એને સંભળાય છે.
- એમણે રાહુલ ગાંધીને આડે હાથે લીધા અને કહ્યું કે કૉંગ્રેસના નેતા કહે છે કે છ મહિનામાં લોકો મને ડંડાથી મારશે. સારું થયું પહેલાં કહી દીધું. હું તૈયારી કરી લઈશ. સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ. લોકો મને એવી એવી ગાળો આપે છે કે હું ગાળપ્રૂફ થઈ ગયો છું.
- એમણે સંવિધાન બચાવવાની વાતો વારંવાર થાય છે અને કૉંગ્રેસે આ વાત દિવસમાં સો વાર કરવી જોઈએ. એ એના માટે છે, કેમ કે સંવિધાન સાથે ક્યારે શું થયું એ સૌ જાણે છે. સંવિધાન બચાવો બોલવાથી તમને ભૂલનો અહેસાસ થશે.
- એમણે યુપીએ સરકાર અને સોનિયા ગાંધીને નિશાને લઈને કહ્યું કે એ વખતે પીએમ અને પીએમઓની ઉપર નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ હતી. રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનારાઓએ સંવિધાનનું મહત્ત્વ સમજવું જરૂરી છે.
- એમણે સીએએ-એનઆરસીને લઈને થઈ રહેલા વિરોધપ્રદર્શનો પર કહ્યું કે દેશ જોઈ રહ્યો છે, દિલ્હી જોઈ રહી છે કે સંવિધાનને નામે શું થઈ રહ્યું છે. દેશનું મૌન રંગ લાવશે. ડાબેરીઓ અને કૉંગ્રેસ, વોટબૅન્કની રાજનીતિ કરનારા ત્યાં જઈને લોકોને ભડકાવે છે.

ઇમેજ સ્રોત, loksabha TV
- એમણે કહ્યું કે એવો સવાલ પણ કર્યો કે સંવિધાનની ચિંતા છે તો જમ્મુ-કાશ્મીરમાં કેમ લાગુ ન કરવામાં આવ્યું.
- મોદીએ શેર સંભળાવ્યો કે, ખૂબ પરદા હૈ કી ચિલમન સે લગે બૈઠે હૈ, સાફ છૂપતે ભી નહીં સામને આતે ભી નહીં.
- એમણે કાશ્મીર અને 370નો ઉલ્લેખ કરતા કહ્યું કે વિપક્ષે કાલ્પિનક ભય ઊભો કરવામાં પૂરી તાકત લગાવી દીધી છે.
- એમણે નહેરુ પર કટાક્ષ કરતાં કહ્યું કે કોઈને પીએમ બનવું હતું એટલે દેશના ભાગલા કરી દેવામાં આવ્યા.
- એમણે 5 નવેમ્બર, 1950ના નહેરુના નિવેદનનો ઉલ્લેખ કર્યો. મોદીએ જણાવ્યા મુજબ નહેરુએ કહ્યું હતું કે જે અસરગ્રસ્ત લોકો ભારતમાં સ્થાયી થવા માટે આવ્યા છે તે નાગરિકતાના હકદાર છે. જો કાયદો એને અનુકૂળ ન હોય તો તેમાં બદલાવ કરવો જોઈએ. એ પછી મોદીએ કહ્યું કે આ ગાંધીની જ નહીં નહેરુની પણ ભાવના હતી તો શું પંડિત નહેરુ સાંપ્રદાયિક હતા. શું પંડિત નહેરુ હિંદુરાષ્ટ્ર બનાવવા માગતા હતા?
- મોદીએ કહ્યું કે અમે પડકારોથી ડરતા નથી એની સામે પડીએ છીએ.
- એમણે વિકાસ, અર્થવ્યવસ્થા અને રોજગારીની વાત પણ કરી અને વિપક્ષને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ પણ આપી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો









