You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામિયામાં ગોળીબાર પછી લોકો 'ક્રૉનૉલૉજી સમજીએ' કેમ કહી રહ્યા છે?
દિલ્હીના જામિયા વિસ્તારમાં 30 જાન્યુઆરી 2020ના રોજ એક વ્યક્તિએ નાગરિકતા કાયદા અને NRC વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવી હતી.
આ ગોળીબારમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.
જામિયામાં ઘટેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો 'ક્રોનૉલૉજી સમજીએ' શબ્દ સાથે ટ્વીટ કરી રહ્યા છે.
iCJ નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે, "આપ ક્રૉનૉલૉજી સમજોએ.. 50 કરતાં વધારે કૅમેરા પૉઝિશનમાં હતા. જામિયા પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિ ભીડમાંથી બહાર આવી. તે વ્યક્તિએ હવામાં દેશી કટ્ટો દેખાડ્યો અને કૅમેરામૅનથી 10 ફૂટ દૂર જતી રહી. એ વ્યક્તિ પોલીસથી 100 ફૂટ દૂર રહી, કૅમેરા પણ તેની પાછળ જતા રહ્યા. 100 કરતાં વધારે દિલ્હી પોલીસકર્મીઓ પાછળ ઊભા છે. દરેક કૅમેરામૅનને પરફેક્ટ શોટ મળે છે."
કુણાલ ચૌધરી નામના એક યૂઝરે લખ્યું છે, "ફાયરિંગ કરવા માટે એક વ્યક્તિને શોધો, જેનું નામ હિંદુ ભગવાન સાથે જોડાયેલું હોય. પછી એક એવી વ્યક્તિને ઘાયલ થવા માટે પસંદ કરો, જેનું નામ મુસ્લિમ હોય. ક્રૉનૉલૉજી અહીં પણ જુઓ."
લિબરલ્સ ઑફ દિલ્હી નામના ટ્વિટર હૅન્ડલ પર લખાયું છે, "પહેલા એક સગીર છોકરો શોધો. સુનિશ્ચિત કરો કે તેને કંઈ નહીં થાય કેમ કે તે સગીર છે. તેને થોડા પૈસા આપો. તેને એક દેશી કટ્ટો આપો જેનાથી કોઈનું મૃત્યુ ન થાય. 30 જાન્યુઆરી તારીખ પસંદ કરો. પત્રકારોને નિર્દેશ આપો કે શું કૅમેરામાં કેદ કરવું. નવા ગોડસે ઊભા કરો. આ છે ક્રૉનોલૉજી."
ઇમાદ હમિદે લખ્યું છે, "ચૂંટણી પહેલા ક્રૉનૉલૉજી સમજો. ભાજપ મંત્રી કહે છે, '** કો ગોલી માર દો'. બે દિવસ પછી એક વ્યક્તિ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરે છે. કહે છે - યે લો આઝાદી."
ફહાદ અહેમદ નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું છે, "આપ ક્રૉનૉલૉજી સમજીએ... અનુરાગ ઠાકુર કહે છે 'ગોલી મારો *** કો'. ઉગ્રવાદી જામિયામાં ગોળીબાર કરે છે. દિલ્હી પોલીસ પાછળ ઊભી છે. દિલ્હી પોલીસ ઘાયલ વિદ્યાર્થી માટે બેરિકેડ ખોલતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વનું છે કે થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દિલ્હીમાં ચૂંટણીસભામાં નારા લગાવતા જોવા મળ્યા હતા જેમાં તેઓ કહે છે - 'દેશ કે ગદ્દારો કો...' અને લોકો કહે છે - 'ગોલી મારો ** કો...'
ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના વિવાદિત ભાષણ મામલે તેમને નોટિસ પણ પાઠવી હતી.
'ક્રૉનૉલૉજી સમજો' શબ્દ આવ્યો ક્યાંથી?
ગત વર્ષે ગૃહમંત્રી અમિત શાહે CAA અને NRC લાગુ કરવા માટે 'ક્રૉનૉલૉજી સમજીએ' શબ્દ વાપર્યો હતો અને ત્યારથી આ શબ્દ સોશિયલ મીડિયા યૂઝર્સ માટે મજાક કરવાનો શબ્દ બની ગયો હતો.
અમિત શાહ એક વીડિયોમાં NRC અને CAA મુદ્દે વાત કરતા જોવા મળી રહ્યા હતા અને તેમાં તેઓ એક જગ્યાએ કહે છે 'આપ ક્રૉનૉલૉજી સમજ લીજીએ.'
48 સેકંડના વીડિયોમાં અમિત શાહ કહેતા જોવા મળી રહ્યા છે, "પહેલા CAB થશે, પછી CAA આવશે, શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે, ત્યારબાદ NRC બનશે. એટલે જે શરણાર્થી, તેમણે ચિંતા કરવાની જરૂર જ નથી, ઘૂસણખોરોને જ ચિંતા કરવાની છે. તમે ક્રૉનૉલૉજી સમજી લો..."
અમિત શાહનો આ વીડિયો આમ તો ભાજપના યૂટ્યુબ અકાઉન્ટર પર 23 એપ્રિલ 2019ના રોજ અપલોડ થયો હતો, પણ લોકો તેની ઉપર વ્યંગાત્મક ટિપ્પણી કરી રહ્યા છે.
'ક્રૉનૉલૉજી સમજીએ' સાથે પ્રિયંકા ગાંધી વાડ઼્રાએ પણ ટ્વીટ કર્યું હતું.
અન્ય યૂઝર્સે કંઈક આવી પ્રતિક્રિયાઓ હતી :
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો