You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સાથે ઝડપાયેલા પોલીસ અધિકારી કોણ?
જમ્મુ પોલીસે ઉગ્રવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીનના ઉગ્રવાદીઓ સાથે ડીસીપી દેવિન્દર હની ધરપકડ કરી છે. સિંહને પોલીસસેવા બદલ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત થઈ ચૂક્યો એવી ચર્ચા મીડિયામાં હતી પરંતુ જમ્મુ-કાશ્મીર પોલીસે એ સમાચારનું ખંડન કર્યું છે.
જમ્મુ-કાશ્મીર હાઈવે પર એક મોટરકારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા લોકોમાંથી બે શખ્સ કથિત રીતે ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા છે. જેમાંથી એક પર તાજેતરમાં જ દક્ષિણ કાશ્મીરમાં પ્રવાસી મજૂરોની હત્યા કરવાનો આરોપ છે. જ્યારે ત્રીજી વ્યક્તિ 'ઓવરગ્રાઉન્ડ વર્કર' હોવાનો આરોપ લગાવાયો છે.
ઓવરગ્રાઉન્ડ વર્કર એટલે એવી વ્યક્તિ જે કોઈ લડાઈમાં ભાગ નથી લેતી, પણ સંબંધિત પ્રવૃતિઓનું સંચાલન કરે છે.
ધરપકડ કરાયેલા ચાર શખ્સોમાં ચોથી વ્યક્તિ જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ દેવિન્દર સિંહ છે.
કાશ્મીરનો વિશેષ દરજ્જો હઠાવી લેવાયા બાદ વિદેશી રાજદૂતનું એક પ્રતિનિધિ મંડળ પ્રદેશની મુલાકાતે આવ્યું હતું.
પ્રતિનિધિમંડળને આવકારનારી અધિકૃત ટીમમાં સિંહ પણ સામેલ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ જમ્મુ જઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની ધરપકડ બાદ પોલીસ દ્વારા પત્રકારપરિષદનું આયોજન કરાયું હતું.
જેમાં કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું, "સોપિયાંના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 'આઈ10' કારમાં બે ઉગ્રવાદીઓ જમ્મુ તરફ જઈ રહ્યા છે. જોકે, વાહન પૂરપાટ ઝડપે જઈ રહ્યું હોવાથી મેં દક્ષિણ કાશ્મીરના ડીઆઈજીને સંબંધિત વિસ્તારમાં ચેકપૉઇન્ટ બનાવવા કહ્યું."
અફઝલ ગુરુનો આરોપ
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી ચેકપૉઇન્ટ ખાતેથી અટકાયતમાં લેવાયેલા ડીજીપી દેવિન્દર સિંહ સાથે 'ઉગ્રવાદીઓ સાથે કરવામાં આવતું વર્તન' જ કરવામાં આવશે એવું પોલીસ જણાવી રહી છે.
આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન આર્મ્સ ઍક્ટ, ઍક્સ્પ્લોઝિવ સબસ્ટાન્સ ઍક્ટ અને ગેરકાયદે પ્રવૃતિ વિરુદ્ધના કાયદા અંતર્ગત આરોપ લગાડવામાં આવ્યા છે.
સિંહ આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે. સંસદ પર કરાયેલા હુમલાના દોષિત અફઝલ ગુરુએ તિહાર જેલમાંથી વકીલને લખેલા પત્રમાં સિંહના નામનો ઉલ્લેખ કર્યો હતો.
અફઝલે આરોપ લગાવ્યો હતો કે સિંહે તેમને એક વ્યક્તિને દિલ્હી લઈ જવા અને દિલ્હીમાં તેના માટે રહેવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો અને માર્યા ગયેલા હુમલામાં એ વ્યક્તિ પણ સામેલ હતી, જેના માટે અફઝલે વ્યવસ્થા કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો