હાર્દિક પંડ્યાએ કરી સર્બિયન ઍક્ટ્રેસ નતાશા સ્ટૅન્કોવિક સાથે સગાઈ

ઇમેજ સ્રોત, Instagram
બુધવારે દુબઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના 26 વર્ષીય ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન ઍક્ટ્રેસ નતાશા સ્ટૅન્કોવિક સાથે સગાઈ કરી લીધી છે.
પોતાની ચપળ ફિલ્ડિંગ અને ધમાકેદાર બૅટિંગના કારણે ક્રિકેટચાહકોમાં 'કુંગ-ફૂ પંડ્યા'ના નામે જાણીતા હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પ્રથમ દિવસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ઍન્ગેજમૅન્ટના સમાચાર પોતાના ચાહકો સાથે શૅર કર્યા.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે પોતાની સગાઈ અંગેની જાહેરાત કરતી આ પોસ્ટમાં લખ્યું હતું કે,
"મે તેરા, તું મેરી, જાને, સારા હિંદુસ્તાન" આ સાથે તેમણે યુગલ તથા સગાઈની વીંટીના ઇમોજી શૅર કર્યા હતા.
આ પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના 3 ફોટો અને એક નાનકડી ક્લિપ શૅર કરી હતી. જે પૈકી એક ફોટોમાં નતાશા તેમની ઍન્ગેજમૅન્ટ રિંગ બતાવતાં દેખાય છે.

કોણ છે નતાશા?

ઇમેજ સ્રોત, Getty Images
નતાશા મૂળ સર્બિયાનાં છે અને હાલ તેઓ મુંબઈમાં સ્થાઈ થયેલાં છે. મૉડલ, અભિનેત્રી અને ડાન્સર નતાશા કેટલાંક હિંદી સૉંગ્સમાં પણ જોવા મળ્યાં છે.
આ સિવાય નતાશા ભારતીય ટીવી પરદે પણ કેટલાક શોમાં જોવા મળ્યાં છે.
વર્ષ 2019માં નતાશા નચ બલિયે 9માં તેમનાં એક્સ બૉયફ્રેન્ડ અલી ગોની સાથે જોવા મળ્યાં હતાં. બંનેની જોડી આ શોમાં ફાઇનલ સુધી પહોંચી હતી અને તેઓ થર્ડ રનર-અપ રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં જ તેઓ ઝલક દિખલા જા રિલોડેડ સોંગમાં જોવા મળ્યાં હતાં. આ સિવાય તેઓ ડિજે વાલે બાબુ સોંગમાં રેપર બાદશાહ સાથે હતાં.
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બૅટ્સમૅન હાર્દિક પંડ્યાએ નતાશા સાથેની પોતાની એક તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, "વર્ષની શરૂઆતમાં મારા પટાખા સાથે."
અગાઉ પણ ક્રિકેટર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નતાશા સાથેની તસવીરો શૅર કરી ચૂક્યા છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 2
બોલીવૂડ અભિનેતા ગોવીંદા સાથે ફ્રાઇડે ફિલ્મના એક સોંગમાં તથા 'ભૂત હું મેં' ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે.
નતાશા ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત ત્યારે જાણીતાં થયાં જ્યારે તેમણે બીગ બોસ-8મા ભાગ લીધો હતો.
ગયા વર્ષે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આપેલા નિવેદન બાદ હાર્દિક પંડ્યા ક્રિકેટ કે. એલ. રાહુલ સાથે વિવાદમાં ફસાયા હતા. જે બાદ તેમણે માફી પણ માગી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












