સરકાર ઇચ્છે છે કે દેશમાં નાગરિક નહીં, માત્ર તેના વોટર રહે : દૃષ્ટિકોણ

સીએએનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કુમાર પ્રશાંત
    • પદ, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પ્રમુખ, બીબીસી માટે

દેશમાં અનેક સ્થળોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

કેટલું અજબ અને શરમજનક છે આ દૃશ્ય. જે નાગરિકોએ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો, જેણે આપણા દેશનું પોતાનું લોકતંત્ર બનાવ્યું અને જેણે આવી કેટલીય સરકારોને બનાવી-રવાના કરી એ જ નાગરિકને, તેણે બનાવેલી સરકાર તેના નાગરિકત્વ બાબતે સવાલ કરી રહી છે અને તેને ગેરકાયદે જાહેર કરવાનો કાયદો બનાવીને ગૌરવ અનુભવી રહી છે.

નોકરોએ (પ્રધાનસેવક) માલિક નક્કી કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો છે એવું કોઈ કહે તો એ ખોટું નથી.

આ લોકતંત્રનો સૌથી નાજુક સમય છે અને સરકાર બંધારણથી મોં ફેરવી લે ત્યારે, ધારાસભા કાયદાથી નહીં પણ સંખ્યાબળને આધારે ચાલવા લાગે ત્યારે, નોકરશાહી જી-હજૂરિયાંઓની ફૌજ બની જાય ત્યારે અને અદાલત કાયદાનું પાલન કરવા તથા કરાવવા સિવાયનું બીજું બધું કરવા લાગે ત્યારે આવો નાજુક સમય આવતો હોય છે. ભારત આવા જ ત્રિભેટે ઊભું છે.

પરિસ્થિતિ એવી છે કે સરકારે દેશને પક્ષ બનાવી દીધો છે અને લોકસભામાં મળેલી બહુમતીને મનમાની કરવાનું લાયસન્સ માની લીધું છે.

બહુમતીને અંતિમ સત્ય માનતી સરકારોને પોતાનો જ અવાજ સંભળાતો હોય છે.

પોતાનો ચહેરો જ દેખાતો હોય છે. એ ભૂલી ગઈ છે કે નાગરિકોનું અસ્તિત્વ તેને કારણે નહીં, પણ નાગરિકોને કારણે તેનું અસ્ત્તિત્વ છે.

નાગરિકો ઈચ્છે ત્યારે સરકારને બદલી શકે છે. સરકાર ઈચ્છે પણ તો નાગરિકોને બદલી શકતી નથી.

line

'સરકારને નાગરિકો ક્યારેય પણ રદ કરી શકે'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારોને એ યાદ કરાવવું જરૂરી બની ગયું છે કે એ નાગરિકોને બાતલ કરી શકે નહીં, નાગરિકો તેને આજે અને અત્યારે જ બાતલ કરી શકે છે.

નાગરિકતાની એક પરિકલ્પના અને તેનો આધાર આપણા બંધારણે આપણને આપ્યો છે. ભારતમાં જન્મેલી દરેક વ્યક્તિ આ દેશની નાગરિક છે.

બંધારણ એમ પણ જણાવે છે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં જન્મી હોય, એ દેશના નાગરિકત્વ માટે અરજી કરે અને બંધારણસહમત કોઈ પણ વ્યવસ્થાનું ઉલ્લંઘન ન કરતી હોય તો સરકાર તેને નાગરિકત્વ આપવા બંધાયેલી છે.

એ સમયે સરકાર લિંગ, ધર્મ, જ્ઞાતિ, રંગ, વંશ કે દેશનો ભેદભાવ કરી શકતી નથી.

નાગરિકત્વ અનુલ્લંઘનીય છે, નાગરિક સ્વયંભૂ છે. એ નાગરિકો વડે બનેલો દેશ કે સમાજ કોઈ પણ વ્યક્તિ, પક્ષ, સંગઠન કે ગઠબંધનથી મોટો હોય છે. બહુજ મોટો.

તેથી સરકારને એ યાદ કરાવવું જરૂરી બની ગયું છે કે તેણે નાગરિકને પ્રમાણિત કરવાનો જે અધિકાર જાતે મેળવી લીધો છે એ લોકતંત્ર, બંધારણ, નાગરિક નૈતિકતા અને સામાજિક જવાબદારીથી વિરુદ્ધનો છે.

line

આરએસએસ અને ગાંધી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના બાદ એક સીધી તથા સ્પષ્ટ વિચારધારા મળી છે, જેણે હિંદુત્વને પોતાનું દર્શન બનાવ્યું છે અને એવો દાવો કરે છે કે તે આ દેશને હિંદુ રાષ્ટ્ર બનાવીને રહેશે.

વિનાયક દામોદર સાવરકર, કેશવ બલિરામ હેડગેવાર, માધવ સદાશિવ ગોલવલકર વગેરેથી પ્રેરિત અને સંગઠિત-સંચાલિત હિંદુત્વના આ સંગઠનને તેના જન્મથી જ, મહાત્મા ગાંધી તરફથી સૌથી મોટા પડકાર સતત મળતા રહ્યા છે.

મહાત્મા ગાંધી ભારતની આઝાદીની લડાઈના સૌથી મોટા સેનાપતિ જ ન હતા, પણ ભારતીય સમાજના નવા દાર્શનિક પણ હતા.

તેઓ ખુદને હિંદુ કહેતા હતા - સનાતની હિંદુ, પણ સંઘ પરિવારના હિંદુત્વ-દર્શનના એકેય તત્ત્વનો સ્વીકાર કરતા ન હતા.

line

ગાંધીની હત્યા

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ગાંધીને સીધા પડકારીને પોતાની સાથે લાવવાના પ્રયાસો અને તેમની સાથેના છળ છતાં ગાંધી હાથમાં ન આવ્યા ત્યારે તેમજ ભારતીય જનમાનસ પરના તેમના વધતા પ્રભાવ તથા પકડનું કોઈ નિરાકરણ ન શોધી શક્યા ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે તેમને રસ્તામાંથી હઠાવી દેવામાં આવે.

આ એ નિર્ણય હતો, જે પાંચ નિષ્ફળ પ્રયાસો બાદ 30 જાન્યુઆરી, 1948ના દિવસે સફળ થયો હતો અને ગાંધીની હત્યા થઈ હતી.

હત્યા પાછળની યોજના એવી હતી કે ગાંધીની હત્યાથી દેશમાં ધમાચકડી સર્જાશે, સર્જવામાં આવશે અને તેની આડમાં હિંદુત્વવાદી શક્તિઓ સત્તા કબજે કરી લેશે.

હિંદુત્વનો તેમનો આ ખ્યાલ સત્તાની ટેકણલાકડી વગર ચાલી શકતો નથી એટલે સત્તાની શોધ તેમના માટે સનાતન શોધ છે.

line

ગાંધીની હત્યા તો થઈ પરંતુ તેઓ શું હાંસલ કરી શક્યા?

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

ગાંધીની હત્યા તો કરી નાખવામાં આવી પણ દેશમાં એવી અંધાધૂંધી ન ફેલાઈ કે જેની આડમાં તેઓ સત્તા પર પહોંચી જાય.

જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલે દેશને એવી અંધાધૂંધીમાંથી બચાવી લીધો અને બહાર પણ કાઢ્યો. તેથી નહેરુ પણ તેમના નિશાન પર હતા અને છે.

એ દિવસથી અત્યાર સુધી હિંદુત્વનું આ દર્શન સમાજમાં એવું સ્થાન બનાવી શક્યું નથી, જેની અપેક્ષાથી તેઓ કામ કરતા રહ્યા.

સત્તા પર તેમની એવી પકડ પણ ક્યારેય આવી નથી કે તેઓ તેમના ઍજન્ડા અનુસારનું ભારત બનાવી શકે.

અટલબિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં એ થઈ શક્યું હોત, પણ અટલજી 'છોટે નહેરુ'નો વેશ ઊતારવા તૈયાર ન હતા અને સંઘી હિંદુત્વના જોખમોથી બચતા હતા.

line

ગુજરાત બન્યું પ્રયોગશાળા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

તેથી અટલજીનો દૌર સંઘી હિંદુત્વની તાકાતનો નહીં, પણ પાયો નાખવાનો દૌર બન્યો અને તેની સૌથી મોટી પ્રયોગશાળા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી. સત્તાની મદદથી હિંદુત્વના મૂળિયાં મજબૂત બનાવવાનો એ પ્રયોગ સંઘ તથા મોદી બન્ને માટે ખાસ્સો સફળ રહ્યો. બન્નેની આંખો ખુલી.

એ પછી કૉંગ્રેસની સાર્વત્રિક નિષ્ફળતાનું કારણ નરેન્દ્ર મોદીના હાથમાં આવ્યું. ત્યારથી આજ સુધી, 1995થી અધૂરો પડેલો હિંદુત્વનો ઍજન્ડા દિલ્હીથી ચલાવવામાં આવતો રહ્યો છે.

એ ગાંધીને બાતલ કરીને ભારતને અ-ભારત બનાવવાનો એજન્ડા છે.

હવે તેમને ખબર પડી ગઈ છે કે લોકતાંત્રિક રાજકારણમાં સત્તાનો કોઈ ભરોસો નથી.

તેથી તેઓ પોતાનો ઍજન્ડા લાગુ કરવામાં ઝડપભેર લાગી ગયા છે.

જેથી લોકતાંત્રિક ફેરફારની શક્યતા ખતમ થઈ જાય અને સત્તા પોતાના હાથમાં સ્થિર રહે.

line

કૉંગ્રેસને સત્તા-રોગ

વિરોધ પ્રદર્શ

ઇમેજ સ્રોત, NURPHOTO

નોટબંધીથી માંડીને રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર સુધીનો આખો ખેલ નાગરિકની શક્તિને તોડવા-મરોડવા, બંધારણને પ્રભાવવિહિન બનાવવા તથા બંધારણીય સંસ્થાઓને સરકારનું રમકડું બનાવવા સિવાય બીજું કશું નથી.

ભારતના સૌથી મોટા રાજકીય પક્ષ કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે તેને સત્તા-રોગ વળગ્યો છે. સત્તા જાય ત્યારે તેને સનેપાત થઈ જાય છે.

ઈંદિરા ગાંધી તેમના અંતિમ નેતા હતાં. તેમની પાસે રાજકીય નેતૃત્વની નક્કર આવડત હતી.

આજે કૉંગ્રેસ તેના જ પડછાયા સામે લડતો, ખખડી ગયેલો એક પક્ષ છે, જેનો રાજકીય ઍજન્ડા નરેન્દ્ર મોદી નક્કી કરે છે.

વિપક્ષના બીજા બધા પક્ષો પાસે સત્તાની વહેંચણીમાંથી પોતાનો હિસ્સો મેળવી લેવાથી વધુ હેસિયત નથી કે તેમની કોઈ આકાંક્ષા નથી.

આ પરિસ્થિતીમાં ભારતીય લોકતંત્રનો વિપક્ષ ક્યાં છે? એ સંસદમાં નહીં, સડકો પર છે. આજે યુવાનો અને નાગરિકો જ ભારતીય લોકતંત્રનો વિપક્ષ છે.

એ આશા અને આશ્વાસનની વાત છે કે લોકતંત્ર લોકોના હાથમાં આવી રહ્યું છે.

line

બંધારણ

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

આપણા બંધારણનું પહેલું પ્રકરણ આ વાત જ જણાવે છે. સડકો પર ઉતરી પડેલા લોકો બંધારણની આ વાત વાંરવાર કહી રહ્યા છે.

સડકો પર ઉતરેલા યુવા, વિદ્યાર્થીઓ, નાગરિકોમાં બધી જ્ઞાતિ-ધર્મોના લોકો છે.

નાગરિકતા સંશોધ કાયદો કે એનઆરસી કોઈ રીતે ફકત મુસલમાનોનો સવાલ જ નથી.

તેઓ સૌથી પહેલા નિશાન બન્યા છે, કારણ કે અન્ય અસહમતોને સપાટામાં લેવાની ભૂમિકા એના લીધે જ તૈયાર થાય છે.

લાઠી-ગોળી-ટીયર ગેસના આક્રમણ વચ્ચે સડકો પરથી એવો અવાજ ઉઠી રહ્યો છે કે, અમે સમગ્ર હિંદુસ્તાનને અને આ હિંદુસ્તાનના દરેક નાગરિકને સન્માન તથા અધિકાર સાથે ભારતના નાગરિક ગણીએ છીએ.

અમારી કે એમની કે કોઈની પણ નાગરિકતાનો નિર્ણય કોઈ સરકાર કરે એ અમને મંજૂર નથી, કારણ કે તમામ સરકારો જે બંધારણની અસ્થાયી રચના છે એ બંધારણની રચયિતા અને કાયમી રખેવાળ જનતા જ છે.

સરકારો સ્વાર્થી, ભ્રષ્ટ અને સંકુચીત માનસિકતાવાળી હોઈ શકે છે. સાંપ્રદાયિક પણ હોઈ શકે અને કોમવાદી પણ. સરકારો તકવાદી પણ હોય છે અને સમય જોઈને રંગ બદલતી હોય છે. આ વાત જગજાહેર છે.

સરકાર બંધારણને લીધે રચાય તો છે, પણ એ બંધારણનો આદર કરતી નથી.

એ મતથી બને છે, પણ મતદારોની મજાક ઉડાવે છે. એ અસત્ય અને ધૂર્તતાને હથિયાર બનાવે છે તથા ઇતિહાસને તોડી-મરોડીને પોતાનો સ્વાર્થ સાધવા ઇચ્છતી હોય છે.

line

નાગરિકત્વ સાથે રમત

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

આજે એ સરકાર આપણા નાગરિકત્વ સાથે રમત રમવા ઈચ્છે છે. કાલે આપણી સાથે રમત રમશે. એ ઇચ્છે છે કે આ દેશમાં નાગરિકો નહીં, માત્ર તેના મતદારો રહે. સત્તાના ખેલમાં એ આ સમાજને ખોખલો બનાવી દેવા ઇચ્છે છે. તેથી લડાઈ સડકો પર ચાલી રહી છે. સંસદ મૂંગી અને વ્યવસ્થા આંધળી થઈ જાય ત્યારે સડકો જ લડાઈનું મેદાન બની જાય છે.

જે સમાજ પોતાના અધિકારો માટે લડતો નથી એ કાયર પણ હોય છે અને જલ્દીથી નષ્ટ થઈ જાય છે. સમાજે એ વાતની ગાંઠ બાંધી લેવી જોઈએ કે હિંસા હંમેશા આત્મઘાતી હોય છે.

અંગત હોય કે સાર્વજનિક, કોઈ પણ સંપતિનો વિનાશ વાસ્તવમાં પોતાના પગ પર કુહાડો મારવા જેવો હોય છે. લડાઈ વ્યવસ્થા સામે હોય ત્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે. સરકારને એ સમજાવવા કે સમજવા માટે મજબૂર કરવી પડે છે કે નાગરિકતા નિર્ધારણનું આ પગલું એ પાછું લે. એ કામ સરકારનું છે જ નહીં.

દેશમં ઘૂસણખોરીની સમસ્યા હોય તો એ માત્ર સરકાર અને સરકારની જ જવાબદારી છે કે તે તેની વ્યવસ્થાને ચુસ્ત બનાવે. ઘુસણખોરો ખરડાઓથી દેશમાં નથી ઘૂસતા, તેઓ વ્યવસ્થાની નિર્બળતામાં છીંડું પાડતા હોય છે.

તેઓ જાણતા હોય છે કે દીવાલ નબળી હોય ત્યાં જ છીંડુ પાડી શકાય છે. તેથી તમે સરકારનું કામ કરો. કાવતરાખોરનું નહીં. તમે તમારી નિર્બળતા દૂર કરો, નાગરિકોને નિર્બળ ન બનાવો.

વીડિયો કૅપ્શન, CAA : છેલ્લાં 30 વર્ષથી ભારતીય નાગરિકતાની રાહ જોતાં તમિળ લોકો
line

પોલીસ અને નાગરિકો

પ્રદર્શનકારી યુવતી અને પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ગણવેશધારી પોલીસ દિલ્હીની સડકો પર વિરોધપ્રદર્શનકર્તા બનીને ઉતરી હતી એ થોડા દિવસ પહેલાંની જ વાત છે.

તેમણે સરકાર વિરુદ્ધ, તેમના અધિકારીઓ વિરુદ્ધ નારાબાજી કરી હતી, સડકો પર ટ્રાફિક જામ કરી દીધો હતો.

એ પોલીસ ત્યારે વકીલોનો મુકાબલો કરવા લોકોનું સમર્થન મેળવવા ઇચ્છતી હતી.

એ વખતે કોઈએ ટીયર ગેસના ટોટા ફોડ્યા હતા? કોઈએ લાઠીચાર્જ કર્યો હતો? વૉટર કૅનન વડે પાણીનો મારો કર્યો હતો?

નાગરિકોએ એક સ્વરમાં કહ્યું હતું કે બીજા કોઈ મંચ પર અમારી વાત કાને ધરવામાં નથી આવતી ત્યારે અમે સડકો પર ઉતરીએ છીએ.

પોલીસે પણ એવું જ સમજવું જોઈએ. પોલીસને નાગરિકોનો જેવો ટેકો મળ્યો હતો એવો ટેકો નાગરિકોને પોલીસનો ન મળવો જોઈએ?

આજે પોલીસ નાગરિકો સાથે એવું વર્તન કરી રહી છે, જાણે કે નાગરિકો તેના દુશ્મન હોય.

પોલીસ પણ સમજે, સરકારી અધિકારીઓ પણ સમજે, રાજકીય પક્ષોના કાર્યકરો પણ સમજે, આપણા અને એમનાં માતા-પિતા પણ સમજે કે આ લડાઈ નાગરિકતા બચાવવાની લડાઈ છે. એટલે હિંસા નહીં હિંમત, ગાળો નહીં વૈચારિક નારાઓ, પથ્થરમારો નહીં, લોખંડી ધરણાં, ગોડસે નહીં ગાંધી, ભાગો નહીં બદલાવ લાવો, ડરો નહીં લડો, હારો નહીં જીતો. એટલે જ ભીડનો ભય નહીં, શાંતિની શક્તિ તથા સંકલ્પનું બળ જ નાગરિકોની સૌથી મોટી તાકાત છે.

આ તાકાત અને સંયમ નહીં ગુમાવો ત્યારે જ આ સરકાર સમજશે. સરકાર સમજશે અને પોતાનું પગલું પાછું લેશે તો આપણું લોકતંત્ર વધારે મજબૂત બનશે.

(આ લેખકના અંગત વિચારો છે. બીબીસીના નથી)

બદલો YouTube કન્ટેન્ટ, 7
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો