You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA-NRC વિરોધ : મમતા બેનરજીએ કરી સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત
દેશમાં નાગરિતા સંશોધન કાયદા અને સૂચિત નેશનલ સિટિઝન રજિસ્ટ્રીનો આજે મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત કરી છે.
કોલકાતામાં એક રેલીને સંબોધન કરતાં તેમણે તટસ્થ સંસ્થા દ્વારા કમિટી નાગરિકતા કાયદા મુદ્દે તપાસની માગ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ મમતા બેનરજીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કે માનવઅધિકાર પંચ જેવી તટસ્થ સંસ્થાઓ આ મુદ્દે કમિટી બનાવે અને જુએ કે કેટલા લોકો નાગરિકતા સંશોધન કાયદાની તરફેણ કરે છે.
એમણે કહ્યું કે, આઝાદીનાં 73 વર્ષ પછી આપણને અચાનક નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. ભાજપ ત્યારે ક્યાં હતી ભાજપ દેશના ભાગલા પાડી રહી છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલુ જ રહેશે.
મમતા બેનરજીના નિવેદન પર પશ્ચિમ બંગાળ રાજ્યપાલ જગદીપ ધનખડે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
એમણે ટ્વીટ કરીને કહ્યું કે હું મુખ્ય મંત્રીને તેમનું નિવેદન પરત લેવા માટે વિનંતી કરું છું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ નાગરિકતા સંશોધન કાયદાનો શરૂઆતથી વિરોધ કરી રહ્યું છે.
મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં આ કાયદો લાગુ નહીં કરવામાં આવે તેમ પણ અગાઉ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતા બેનરજીએ વિશાલ રેલી યોજી નાગરિકતા સંશોધન કાયદાનો અને એનઆરસીનો વિરોધ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો