હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં હાજર નહીં રહી શકે

ઇમેજ સ્રોત, Hardik Patel Social
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. હાર્દિકે લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે અવલોક્યું હતું કે હાર્દિક પટેલનો ઇરાદો દર્શન કરવાનો લાગતો નથી. હાઈકોર્ટે હાર્દિક પટેલનાં ટ્વીટનો હવાલો આપ્યો હતો.
ઊંઝાના ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો ગુરુવારે બીજો દિવસ છે.
આ યજ્ઞમાં હાર્દિક પટેલ યજમાન તરીકે તેમનાં પત્ની સાથે બેસવાના હતા, પરંતુ તેમની પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી તેઓ ભાગ નથી લઈ શક્યા.
હાર્દિક પટેલને સ્થાને એમનાં પત્ની કિંજલે એકલાંએ મહાયજ્ઞમાં ભાગ લીધો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું:
"હું પોતે આ યજ્ઞમાં યજમાન હોવા છતાં મને ત્યાં જવા પર મનાઈ છે. સરકાર કિન્નાખોરી રાખીને વર્તી રહી છે."
"પાંચ વર્ષથી હું ત્યાં ગયો નથી, કારણ કે મને મહેસાણા જવા દેવામાં આવતો નથી. મંદિરમાં પણ જવા દેતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેં યજમાન તરીકે યજ્ઞમાં પાટલો લીધો છે અને ઉમિયા ટ્રસ્ટ દ્વારા મને યજમાન તરીકે આમંત્રણ આપ્યું છે."
"સરકાર મને કાયદાના નામે મંદિર સુધી જવા દેતી નથી એનું મને દુઃખ છે."
"જો મને નહીં જવા દે તો મારી પત્ની કળશ લઈ એકલી જશે અને પૂજા કરશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












