તનવીર જાફરી : 2002નાં રમખાણોમાં મોદીને અપાયેલી ક્લીનચિટનો કોઈ અર્થ સરતો નથી

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં હુલ્લડોની તપાસ માટે રચાયેલા જસ્ટિસ નાણાવટી-મહેતાપંચના અંતિમ રિપોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી છે. રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાયો તેનાં પાંચ વર્ષ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.

પત્રકારપરિષદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તપાસપંચે સ્પષ્ટ કર્યું છે કે ગોધરા બાદ થયેલાં તોફાનો પૂર્વ નિયોજિત કાવતરું નહોતાં અને રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને કહ્યું કે ત્રણ પોલીસ અધિકારીઓ આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હતી.

ઉલ્લેખનીય છે કે આ ત્રણ પૈકી આર. બી. શ્રીકુમારે સરકાર તપાસપંચનો રિપોર્ટ જાહેર કરે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમારે જણાવ્યું હતું કે આ મામલે તેઓ સંપૂર્ણ રિપોર્ટ વાંચ્યા બાદ જ કોઈ પ્રતિક્રિયા આપી શકશે.

તેમણે ઉમેર્યું કે "ભારતમાં બે કંલકરૂપ કામ થયાં છે. એક બાબરી મસ્જિદને ધ્વંશ કરવાનું અને બીજો આ બનાવ (ગુજરાતનાં તોફાનો))

તેમણે એવું પણ ઉમેર્યું કે લોકો મુર્ખ નથી અને બધું જ જાણે છે.

જાડેજાએ એવું પણ કહ્યું કે તોફાનો બાદ ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હતો એ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઈ ગયું છે.

તપાસપંચ દ્વારા આ મામલે કરાયેલી ભલામણોનોનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર પણ કર્યો છે.

ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કૉંગ્રેસ અને કેટલાંક બિનસરકારી સગંઠનોનું 'કાવતરું' તપાસપંચના આ રિપોર્ટમાં ઉજાગર થઈ ગયું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

'ક્લીનચિટનો કોઈ અર્થ નથી'

ઝકિયા જાફરી અને અહેસાન જાફરી

ઇમેજ સ્રોત, TANVIR JAFRI

ઇમેજ કૅપ્શન, ઝકિયા જાફરી અને અહેસાન જાફરી

અહેસાન જાફરીના પુત્ર તનવીર જાફરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તપાસપંચે નરેન્દ્ર મોદીને આપેલી ક્લીનચિટનો કોઈ મતલબ ન હોવાની વાત કરી હતી.

જાફરીએ જણાવ્યું, "નરેન્દ્ર મોદીને અપાયેલી આ ક્લીનચિટનો કોઈ અર્થ નથી સરતો. આ તપાસપંચનો રિપોર્ટ રજૂ કરાયો કે જાહેર થયો એ પહેલાં અમે સુપ્રીમ કોર્ટમાં આર. બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટનાં સોગંદનામાંને આધારે આ મામલે અરજી દાખલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટના ફેંસલાની રાહ જોઈ રહ્યા છીએ."

તપાસપંચમાં ગુજરાત પોલીસે અહેસાન જાફરી તેમજ ગુલબર્ગ સોસાયટીના રહેવાસીઓને સુરક્ષા પૂરી પાડી હોવાનો તપાસપંચમાં કરાયેલા ઉલ્લેખ અંગે જાફરીએ પૂછ્યું કે ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરેથી બે કિલોમિટર દૂર આવેલા પોલીસ સ્ટેશનમાંથી પહોંચતા કેટલો સમય લાગે?

ગોધરામાં ટ્રેનમાં લગાવાયેલી આગ અને બાદમાં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોની તપાસ માટે રચાયેલા આ પંચના રિપોર્ટનો પ્રથમ ભાગ વર્ષ 2009માં 25મી સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરાયો હતો.

તપાસપંચે પોતાનો અંતિમ રિપોર્ટ વર્ષ 2014માં 18મી નવેમ્બરે એ વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપ્યો હતો. જોકે, સરકારે તેને જાહેર નહોતો કર્યો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એવા કોઈ પુરાવા નથી મળ્યા કે રાજ્યમાં કોઈ મંત્રીએ સંબંધિત મામલે કોઈને ઉશ્કેર્યા હોય.

રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે કેટલીક જગ્યાએ ભીડને નિયંત્રિત કરવામાં પોલીસ નિષ્પ્રભાવી રહી હતી, કારણ કે તેની પાસે પૂરતા પોલીસકર્મીઓ નહોતા કે તે સંપૂર્ણ રીતે હથિયારોથી સજ્જ નહોતી.

તપાસપંચે અમદાવાદ શહેરમાં કોમી હુલ્લડોની કેટલીક ઘટનાઓ પર કહ્યું, "પોલીસે હુલ્લડોને નિયંત્રિત કરવામાં સામર્થ્ય, તત્પરતા ન દેખાડી જે જરૂરી હતી.

એનડીટીવીના અહેવાલ અનુસાર નાણાવટી આયોગે દોષિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

રાજ્ય સરકારે ચાલુ વર્ષના સપ્ટેમ્બર માસમાં ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રિપોર્ટ રજૂ કરી કરી દેવાશે.

પૂર્વ આઈપીએસ અધિકારી આર.બી. શ્રીકુમારે હાઈકોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે રિપોર્ટને જાહેર કરવા માટે કોર્ટ સરકારને નિર્દેશ આપે એવી દાદ માગી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો