મહારાષ્ટ્ર : ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી તો બની ગયા, પણ સરકાર કેટલા દિવસ ચાલશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મિલિંદ ખાંડેકર
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી ઇન્ડિયા
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી બન્યા છે. આવતી કાલે ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એનસીપી નેતા દિલીપ પાટીલની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી થઈ છે અને આવતી કાલે બપોરે બે વાગે વિધાનસભાનું ખાસ સત્ર મળશે જેમાં ઉદ્ધવ ઠાકરેએ બહુમતી સાબિત કરવી પડશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલે તેમને નવી સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું અને શિવસેના-કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધનની સરકારે મુંબઈના શિવાજીપાર્કમાં શપથ લીધા હતા.
સરકાર સામે સવાલ એ થઈ રહ્યા છે કે ત્રણ પૈડાંવાળી સરકાર કેટલા દિવસ ચાલશે? કેમ કે ત્રણેય પાર્ટીઓ અલગઅલગ વિચારસરણી ધરાવે છે.
આ સરકાર કેટલા દિવસ ચાલશે તે ત્રણ બાબતો ઉપર આધાર રાખશે.
પહેલી વાત, પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ત્રણેય પાર્ટીઓ એકસાથે એટલા માટે આવી, કેમ કે તેઓ ભાજપને સત્તામાંથી બહાર રાખવા માગતા હતા.
આ ત્રણેય પાર્ટીઓ દાવો કરતી રહી છે કે તેઓએ એક 'કૉમન મિનિમમ પ્રોગ્રામ' બનાવ્યો છે, જે મહારાષ્ટ્રના હિતમાં છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસના કહેવા પ્રમાણે, આ 'કૉમન મૅક્સિમમ પ્રોગ્રામ' છે, જેનો હેતુ ભાજપને સત્તામાંથી બહાર રાખવાનો છે.
રાજકારણના બે અલગઅલગ ધ્રુવ, જેમાં એક હિંદુત્વનું સમર્થન કરનારી વિચારધારા છે અને બીજી વિચારધારા ધર્મનિરપેક્ષતામાં માને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપને બહાર રાખવા માગતા નથી, આથી આ સરકાર બની છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શિવસેનાનું મુખપત્ર સામના દરરોજ સવારે લખે છે આ અખબાર 'હિંદુત્વનું પ્રબળ સમર્થન' કરે છે. આવી સરકાર સાથે સેક્યુલર કૉંગ્રેસ અને એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) કેવી રીતે સરકાર ચલાવશે એ મોટો પડકાર છે.
આ પાર્ટીઓ કહી રહી છે કે તેઓ મહારાષ્ટ્રના હિતમાં એકસાથે આવ્યા છે, લોકતંત્રને બચાવવા માટે અને ખેડૂતોને સહાય કરવા માટે સાથે આવ્યા છે.
પરંતુ હકીકત એ છે કે દેશના વર્તમાન રાજકારણનો પ્રવાહ રાષ્ટ્રવાદનો છે અને તેને વારંવાર એ પ્રકારના મુદ્દાઓ સામે આવતા રહેશે.
પાર્ટીઓએ પોતપોતાની ભૂમિકા નક્કી કરવી પડશે અને એ બાબત આ સરકારની અસ્થિરતાનું એક કારણ બની શકે છે.
બીજું, આ સરકાર ક્યાં સુધી ચાલશે અને કદાચ તેનો જવાબ એક જ વ્યક્તિ પાસે છે અને એ છે શરદ પવાર.
આ સરકારનું રિમોટકંટ્રોલ શરદ પવાર પાસે રહેશે. તેઓ જ ત્રણેય પાર્ટીઓને સાથે લઈને આવ્યા છે.
શરદ પવારે જ કૉંગ્રેસને મનાવી, સોનિયા ગાંધીને મનાવ્યાં કે તેઓ શિવસેના સાથે સરકાર બનાવે.
બીજી બાજુ, શિવસેનાને પણ તેઓએ એક રીતે ઉશ્કેરી કે આ વખતે તેઓ સરકાર નહીં બનાવે તો તમારો મુખ્ય મંત્રી ક્યારેય નહીં બને શકે.

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી બાદ બંને વચ્ચે મતભેદ થયા. શિવસેના ઇચ્છતી હતી કે અઢી વર્ષ માટે તેમના મુખ્ય મંત્રી બને, પરંતુ ભાજપ એ માટે રાજી નહોતો.
તો શરદ પવાર એક પ્રકારે શિવસેનાને ઉશ્કેરીને એ ગઠબંધનમાંથી બહાર લાવ્યા અને કૉંગ્રેસને મનાવી અને બહુમતી મેળવી.
આ સરકાર ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી શરદ પવાર ઇચ્છશે. જોકે શરદ પવારનું કહેવું છે કે આ સરકાર પાંચ વર્ષ ચાલશે.
ત્રીજું કારણ ભાજપ ક્યાં સુધી સરકાર ઇચ્છે છે એના પર છે.
ભાજપ અહીં બે બાબતો કરી શકે છે. એક તો એ 'ઑપરેશન લૉટ્સ' હાથ ધરી શકે છે. જેનો અર્થ એ કે કેટલાક સભ્ય પાસે રાજીનામાં અપાવી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં આ ગઠબંધન પાસે 166નો આંકડો છે. માની લો કે તેના 20 કે 25 ધારાસભ્યોને ભાજપ એક-એક કરીને રાજીનામાં અપાવી દે અને બહુમતીની સરકારને લઘુમતીમાં લાવી શકે છે.
એક આ રીતે હોઈ શકે છે, પરંતુ ભાજપે એટલી માત ખાધી છે કે ફરી વાર આવું કરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
પરંતુ ભાજપનો આ લૉન્ગ ટર્મ માટેનો પ્રોજેક્ટ રહેશે. ભાજપની સરકાર બન્યા બાદ સાડા ત્રણ દિવસમાં પડી ગઈ છે.
તેણે ઘણાં અપમાનો સહન કર્યાં છે. આથી તેઓ ઇચ્છશે કે ફરી વાર સત્તામાં આવે.
આ સરકાર પર એક એ દબાણ આવી શકે છે કે એનસીપીના છગન ભુજબળ કે પ્રફુલ્લ પટેલ સામે ભ્રષ્ટાચારના કેસ ચાલી શકે છે.
આગળ એ પણ થઈ શકે કે કેન્દ્રીય એજન્સીઓ કેટલાક નવા કેસ ખોલી નાખે.
ભ્રષ્ટાચાર મામલે પણ આ સરકાર પડી શકે છે. તો બધું મળીને એમ કહી શકાય કે આ ત્રણ પૈડાંવાળી સરકાર છે.
એક એવો વ્યંગ કરવામાં આવ્યો છે કે ત્રણ પૈડાંવાળી રિક્ષા તો ચાલી શકે છે, પરંતુ ત્રણ પૈડાંવાળી સરકાર ચલાવવું મુશ્કેલ રહેશે.
આ ત્રણ કારણ નક્કી કરશે કે મહારાષ્ટ્રની આ નવી સરકાર કેટલા દિવસ ચાલશે કે ટકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













