You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : 5 નહીં 25 વર્ષ સુધી શિવસેનાનો જ CM હશે : સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારપરિષદમાં સ્પષ્ટ કરી દીધું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્ય મંત્રી શિવેસેનાના જ હશે. સાથે તેમણે એવું પણ ઉમેર્યું છે કે શિવસેનાના મુખ્ય મંત્રી પાંચ વર્ષ નહીં, 25 વર્ષ સુધી રહેશે.
શિવસેનાના સાંસદ રાઉતે એવું પણ કહ્યું શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવવા પર કામ0 ચાલી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે હવે ત્રણે પક્ષોના મોટા નેતાઓ વચ્ચે વાતચીત થશે.
જોકે, સંજય રાઉતે એવું નથી જણાવ્યું કે સરકાર બનાવવાની ફૉર્મ્યુલા શી હશે? કયા પક્ષના કેટલા મંત્રી હશે?
કૉમન મિનિમમ પ્રોગ્રામ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "રાજ્યના હિતમાં કૉમન મિનિમમ પ્રોગ્રામવાળી સરકાર ચલાવવી એ કોઈ મુશ્કેલ કામ નથી. સરકાર એક પક્ષની હોય કે ગઠબંધનની હોય, એ ગઠબંધનમાં બે પક્ષો હોય કે 25 પક્ષો હોય, સરકાર કૉમન મિનિમમ પ્રોગ્રામ પર જ ચાલશે."
"આ કાર્યક્રમ રાજ્ય અને રાષ્ટ્રના હિતની વાત કરનારો હોય છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જે દરેક ક્ષેત્રમાં આગળ રહ્યું છે. જોકે, દુકાળ, વરસાદ અને માળખા જેવી કેટલીક એવી વાતો પણ છે, જેના પર વધારે કામ કરવું પડશે."
'અનુભવની મદદ મળશે'
કૉંગ્રેસ અને એનસીપીને સાથે લાવવા અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, "આ પક્ષો લાંબા સમય સુધી સત્તામાં રહ્યા છે અને નવી સરકારને તેમના અનુભવોની મદદ મળશે."
તેમણે ઉમેર્યું, "અમારી સાથે જ પણ જોડાયા છે, તેમને પાસે રાજ્યને ચલાવવાનો વર્ષોનો અનુભવ છે અને એ અનુભવનો ફાયદો પણ થઈ શકે છે. સૌને સાથે લઈને કાર્યક્રમ ઘડવાના પ્રયાસો થઈ રહ્યા છે તો એમાં કોઈને વાંધો કેમ પડે?"
નોંધનીય છે કે ભાજપ અને શિવસેના વચ્ચે મહારાષ્ટ્રની ચૂટણીના પરિણામ બાદ વાંધો પડ્યો હતો. શિવસેનાનું કહેવું હતું કે સત્તામાં બરોબરની ભાગીદારી અંગેની વાત થઈ હતી. એટલે અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપના મુખ્ય મંત્રી હોવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૉર્મ્યુલા કેવી હશે?
એવા સમાચારો પણ છે કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે 40 સૂત્રો પર મિનિમમ કૉમન પ્રોગ્રામ બનાવવા માટે સહમતી બની છે અને 19 નવેમ્બરે આ સંબંધે કોઈ જાહેરાત થઈ શકે છે.
ચર્ચા એવી પણ છે કે સરકારમાં શિવસેનામાં 16 મંત્રી હશે જ્યારે એનસીપીના 14 અને કૉંગ્રેસના 12 મંત્રીઓ હશે. સરકાર બનાવવા માટે આ ફૉર્મ્યુલાને લઈને આ ફૉર્મ્યુલા પર સંજય રાઉતને પ્રશ્ન કરાયો તે તેમણે કોઈ જવાબ ન આપ્યો.
તેમણે એવું કહ્યું, "ફૉર્મ્યુલાની ચિંતા ન કરો, ઉદ્ધવ ઠાકરે સાહેબ આ મામલો ઉકેલવા માટે સક્ષમ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો