અયોધ્યા : ઇતિહાસના એ દસ્તાવેજ જેના આધારે ચુકાદો હિંદુ પક્ષો તરફ ગયો

- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે શનિવારે રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને પોતાના 1,045 પાનાંના ઔતિહાસિક ચુકાદામાં ઘણા બધા દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે.
ચુકાદાનાં 929 પાનાં પછી 116 પાનાની અનુસૂચિ જોડવામાં આવી છે. જેને આપણે પરિશિષ્ટ અથવા વધારે જાણકારી આપવા માટે લખવામાં આવેલો ભાગ કહી શકીએ છીએ.
આ પાનાંમાં તે પુસ્તકો અને દસ્તાવેજોનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સુનાવણી દરમિયાન કોઈ પક્ષ તરફથી પોતાની દલીલમાં મૂકવામાં આવ્યો હોય.
આ ચુકાદામાં ક્યાં ક્યાં પુસ્તકો અને દસ્તાવેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના લેખક કોણ છે અને આમાં ક્યાં પુસ્તકોનો ઉલ્લેખ છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક હજારથી વધારે પાનાંના આ ચુકાદામાં બૃહદ ધર્મોત્તર પુરાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ સાત પવિત્ર જગ્યાઓમાં એક અયોધ્યા છે.
આ મુજબ, "અયોધ્યા મથુરા માયા કાશી કા ચી હ્વન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્તૌતા મોક્ષદાયિકા:"
તેનો અર્થ થાય છે કે ભારતમાં સાત સૌથી પવિત્ર સ્થળ છે - અયોધ્યા, મથુરા, માયા(હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારાવતી(દ્વારકા)
ચુકાદા અનુસાર રામનો જન્મ અયોધ્યામાં થયો હતો આના પક્ષમાં જે દલીલો રજૂ કરવામાં આવી તેમાં વાલ્મીકિ રચિત "રામાયણ" (જે ઇ.સ. પૂર્વે લખવામાં આવ્યું હતું) અને 'સ્કંદ પુરાણના વૈષણવ ખંડ'માં અયોધ્યાના મહાત્મ્યનો ઉલ્લેખ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રામાયણ (મહાભારત અને શ્રીમદ ભાગવતગીતા લખાયા પહેલાંની રચના) મુજબ રામનો જન્મ રાજા દશરથના મહેલમાં થયો હતો અને તેમનાં માતાનું નામ કૌશલ્યા છે. અદાલતે માન્યું કે રામાયણમાં જન્મની સટીક જગ્યા બતાવવામાં આવી નથી.
કોર્ટમાં હાજર રહેલાં એક ઇતિહાસકારે રામાયણની રચનાનો સમય 300 થી 200 ઈ.સ. પૂર્વે દર્શાવાયો.
સ્કંદ પુરાણ આઠમી સદીમાં લખવામાં આવ્યું છે. આ મુજબ રામની જન્મભૂમિ મોક્ષની સમાન છે અને આમાં રામના જન્મની સાચી જગ્યા દર્શાવાઈ છે.
આ પુરાણમાં અયોધ્યા મહાત્મ્યમાં રામના જન્મના સટીક સ્થાનનું વિવેચન છે. આ અનુસાર રામનો જન્મ વિઘ્નેશ્વરના પૂર્વમાં, વિશિષ્ઠના ઉત્તરમાં અને લોમેશના પશ્ચિમમાં થયો છે.
અદાલતમાં કહેવામાં આવ્યું કે રામ જન્મભૂમિની જગ્યાની ઓળખ માટે સ્કંદ પુરાણના અયોધ્યા મહાત્મ્યને આધાર બનાવવામાં આવ્યું છે.
ચાર ઇતિહાસકારોના અનુમાન મુજબ આની રચના 18મી સદીના છેલ્લા સમયથી લઈને 19મી સદીની શરૂઆતમાં કરવામાં આવી હતી. ઇતિહાસકારની આ દલીલને કોર્ટે રદ કરી છે.
સ્કંદ પુરાણના અયોધ્યા મહાત્મ્યમાં લખેલી વાતોની પુષ્ટિ માટે અદાલતમાં અનેક પુરાવા રજૂ કરવામાં આવ્યા.
સ્વામી અવિમુક્તેશ્વરાન્દ સરસ્વતીએ ઊલટતપાસ દરમિયાન અયોધ્યા મહાત્મ્યને આધાર બનાવ્યો હતો.
તેમણે કહ્યું કે તેમણે મોટું સ્થાન, નાગેશ્વરનાથ મંદિર, લોમેશ ઋષિનો આશ્રમ, વિઘ્નેશ પિણ્ડારક(આ બંને મંદિર નહીં પરંતુ જગ્યાઓનાં નામ છે.) અને વશિષ્ઠ કુંડ જોયાં છે.
જોકે આનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષકારના વકીલ ડૉ. રાજીવ ધવને કહ્યું હતું કે સ્કંદ પુરાણના આધારે રામના જન્મસ્થળની ઓળખ ઘણા અંશે 13 મે, 1991એ રજૂ કરવામાં આવેલા ઇતિહાસકારોના રિપોર્ટના આધારે કરવામાં આવી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આજ પરિપ્રેક્ષ્યમાં તુલસીદાસના 'રામચરિત માનસ'નો ઉલ્લેખ છે જેને 1631 (1574-75 ઇ.સ.)માં લખવામાં આવ્યું હતું.
આના એક અધ્યાય બાલખંડ મુજબ વિષ્ણુએ કહ્યું હતું કે તે કોશલપુરીમાં કૌશલ્યા અને દશરથ પુત્રના રૂપમાં જન્મ લેશે.
કોર્ટના ચુકાદામાં અનેક જગ્યાએ હેન્સ ટી બેક્કરના પુસ્તકનો ઉલ્લેખ છે. વર્ષ 1984માં બેક્કરે ગ્રોનિન્જેન વિશ્વવિદ્યાલયમાં અયોધ્યા પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. 1986માં આ એક પુસ્તકના રૂપે પ્રકાશિત થયું.
આમાં રામજન્મભૂમિ, બાબરી મસ્જિદ અને અન્ય જરૂરી જગ્યાનો નક્શો છે (જે 1980થી 1983ની વચ્ચે તૈયાર થયું હતું). આ પુસ્તકમાં અનેક જગ્યાઓ પર અયોધ્યાના મહાત્મ્યને પણ આધાર બનાવવામાં આવ્યું હતું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
હેન્સ બેક્કર મુજબ બની શકે છે કે અયોધ્યા એક કાલ્પનિક જગ્યા હોય જે માત્ર કથાઓમાં છે, પરંતુ હકીકતમાં આ જગ્યા ન પણ હોય.
તેમના પ્રમાણે આ જગ્યાની સત્યતા વિશે જાણવા માટે ઈ.સ. પૂર્વે બીજી સદીના સમય સુધીના ઇતિહાસની જાણકારી લેવી પડશે.
બેક્કરે પોતે ઘણાં પુસ્તકોને વાંચ્યાં અને લખ્યું કે ગુપ્તકાળમાં અયોધ્યા નામની જગ્યાની ઓળખ થઈ હતી અને આનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણ અને કાલીદાસના રઘુવંશમાં પણ છે.
સાથે જ આમાં કહેવામાં આવ્યું છે કે 533-534 સદીની એક તાંબાની પ્લેટ મુજબ 'અયોધ્યા નામની જગ્યાના એક વ્યક્તિ'નો ઉલ્લેખ છે.
અકબરના શાસનકાળ દરમિયાન અબુલ ફઝલે આઇન-એ-અકબરીની રચના કરી હતી જેમાં વહીવટી તંત્ર સાથે જોડાયેલી નાની નાની વાતોનો ઉલ્લેખ છે.
અબુલ ફઝલ અકબરના દરબારમાં એક મંત્રી હતો અને 16મી સદીમાં ફારસી ભાષામાં આને લખવાનું કામ પૂર્ણ કર્યું હતું.
આના બીજા ખંડમાં 'અવધના સૂબા'નો ઉલ્લેખ ભારતના સૌથી મોટા શહેરો અને હિંદુઓ માટે પવિત્ર સ્થળના રૂપમાં છે. આ મુજબ અવધને રામચંદ્રના નિવાસસ્થાન તરીકે દર્શાવવામાં આવ્યું છે જે ત્રેતા યુગમાં અહીં રહેતા હતા.
આ પુસ્તકમાં ઈશ્વર (ભગવાન વિષ્ણુ)ના નવ અવતારનું વિવરણ છે જેમાંથી એક 'રામાવતાર'ની વાત કરવામાં આવી છે.
આ અનુસાર ત્રેતા યુગમાં ચૈત્ર મહિનાના નવમાં દિવસે અયોધ્યામાં દશરથ અને કૌશલ્યાના ઘરે રામનો જન્મ થયો હતો.

વર્ષ 1610 થી 1611ની વચ્ચે વિલિયમ ફિંચે ભારતનો પ્રવાસ કર્યો હતો.
તેમના પ્રવાસવર્ણન 'અર્લી ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા'માં રામચંદ્રનો મહેલ અને ઘરોના અવશેષ અંગે કહેવામાં આવ્યું છે.
18મી સદીમાં ભારતની યાત્રા કરનાર એંગ્લો-આઇરિશ અધિકારી મોન્ટગોમરી માર્ટિન અને જોસેફ ટિફેન્ટાલર (યુરોપીયન મિશનરી)ના પ્રવાસ વર્ણનને ટાંકીને ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે વિવાદિત જમીન પર હિંદુ સીતા રસોઈ, સ્વર્ગદ્વાર અને રામ ઝુલાની પૂજા કરે છે.
આ મુજબ અવધનો બ્રિટિશ શાસનકાળમાં સમાવેશ થયો તે પહેલાં એટલે 1856થી પહેલાં મોટી સંખ્યામાં લોકો અહીં જમીનની પરિક્રમા પણ કરતા હતા.
જોસેફ ટિફેન્ટાલરના પ્રવાસવર્ણનનો અંગ્રેજી અનુવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ મુજબ ઔરંગઝેબે રામકોટ નામના એક કિલ્લા પર જીત મેળવી અને તેને તોડીને આ જગ્યાએ ત્રણ ગુંબજવાળું મુસ્લિમ સ્થાપત્ય બનાવ્યું. (કેટલાંક લોકોનું માનવું છે કે આને બાબરે બંધાવ્યું હતું)
પરંતુ અહીં રહેલા 14 કાળા રંગના પથ્થરોથી બનેલા થાંભલાને તોડવામાં આવ્યા નથી અને આમાંથી 12 મસ્જિદનો ભાગ બન્યા.

ઇમેજ સ્રોત, EPA
1828માં છપાયેલો પહેલું ગૅઝેટિયર વૉલ્ટર હેમિલ્ટનનું લખેલું ઇસ્ટ ઇન્ડિયાનું ગૅઝેટિયર હતું.
આ અનુસાર અવધને હિંદુ એક પવિત્ર સ્થાન માને છે અને અહીં પૂજા અર્ચના પણ કરતા હતા. અહીં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનનાં મંદિર છે.
આ પછી 1838માં છપાયેલું બીજું ગૅઝેટિયર મોન્ટગોમરી માર્ટિને લખ્યું હતું. આમાં અયોધ્યા વિશે વિસ્તારથી લખ્યું છે.
1856માં એડવાર્ડ થૉર્નટનને લખેલું ગૅઝેટિયર ઑફ ઇન્ડિયા પ્રકાશિત થયું. એમાં અવધ વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે.
અદાલતમાં રજૂ કરવામાં આવેલાં પુસ્તકોમાં એક 1856માં છપાયેલું હદીત-એ-સેહબા પણ છે. જે મિર્ઝા જાન દ્વારા લખવામાં આવ્યું છે.
આમાં રામજન્મની જગ્યાએ સીતા રસોઈનો ઉલ્લેખ છે. આ મુજહ 923 હિજરી(વર્ષ 1571)માં બાબરે સૈયદ મૂસા આશીકનની દેખરેખમાં અહીં મોટી મસ્જિદ બનાવી હતી.

ઇમેજ સ્રોત, EPA
પુરાવા વિભાગમાં અવધના પોલીસકર્મી શીતલ દૂબેની 28 સપ્ટેમ્બર 1858ની એક રિપોર્ટનો ઉલ્લેખ છે. જેના પ્રમાણે 1858માં અહીં સાંપ્રદાયિક તણાવ થયો હતો.
તેમનાં રિપોર્ટમાં 'મસ્જિદ'ને 'મસ્જિદ જન્મસ્થાન' કહેવાયું છે.
વર્ષ 1870માં સરકારે ફૈઝાબાદ તાલુકાની એક ઐતિહાસિક તસવીર પ્રકાશિત કરી હતી.
અયોધ્યા અને ફૈઝાબાદના ઑફિશિએટીંગ કમિશનર ઍન્ડ સેટલમૅન્ટ ઑફિસર પી કાર્નેગી દ્વારા બનાવાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે, "અયોધ્યાનું હિંદુઓ માટે એટલું જ મહત્ત્વ છે જે મુસલમાનો માટે મક્કા અને યહૂદીઓ માટે જેરુસલેમનું છે.''
તેમના રિપોર્ટમાં કહેવાયું છે કે 1528માં સમ્રાટ બાબરે જન્મસ્થાનની જગ્યા પર મસ્જિદ બનાવી હતી.
તેમણે જન્મસ્થાન કહેનારી જગ્યા પર અધિકાર માટે હિંદુ અને મુસલમાનો વચ્ચે તણાવની વાત પણ કરી હતી. તેમણે કહ્યું છે કે બંને સંપ્રદાયના લોકો અહીં પૂજા કરવા આવતા હતા.
નિર્ણયમાં લખનૌના ઑલ ઇન્ડિયા શિયા કૉન્ફરન્સના અધ્યક્ષ પ્રિન્સ અંજુમની અરજીનો ઉલ્લેખ છે. જેમણે અરજીમાં કહ્યું હતું કે ભારતના મુસલમાન પ્રભુ રામને ઊંચો દરજ્જો આપે છે.
તેમાં મુસલમાન ચિંતક ડૉ. શેર મોહમ્મદ ઇકબાલની એક કવિતા 'રામ'નો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે...
''હૈ રામ કે વજૂદ પે હિન્દોસ્તાન કો નાઝ,
અહલે નજર સમજતે હૈ ઉસકો ઇમામે હિંદ''
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












