સરદાર પટેલનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે - હાર્દિક પટેલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
'સરદાર પટેલનો રાજકીય ઉપયોગ કરાઈ રહ્યો છે', એવું નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા તરીકે રાજકારણમાં પ્રવેશેલા હાર્દિક પટલે હવે કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે.
સરદાર પટેલના જન્મદિવસના એક દિવસ અગાઉ હાર્દિક પટેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથેના ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "સરદાર પટેલની જયંતી પર તમામ રાજકીય પક્ષો કાર્યક્રમો યોજે છે."
"જોકે સરદાર કોઈ પાર્ટીના નેતા નહોતા, સરદાર આખા દેશના નેતા છે."
સરદારની જયંતીએ ગુજરાત સરકાર દ્વારા એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ રહી છે, તેના પર પણ હાર્દિકે પોતાનો મત પ્રગટ કર્યો હતો :
"સરદારની જયંતી પર એકતાની વાત થઈ રહી છે પણ દેશના વિવિધ પ્રદેશોમાં ખેડૂતો, યુવાનો અને સૌ લોકો દુખી છે."
નરેન્દ્ર મોદીની મુલાકાત વિશે તેમણે કહ્યું, "જયંતીના દિવસે તેઓ(નરેન્દ્ર મોદી) સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર આવી રહ્યા છે, ત્યારે હું માનું છું કે ત્યાં આવીને દેખાડો ન કરવો જોઈએ, ખેડૂતોને યોગ્ય વળતર આપવી જોઈએ."
તેમણે એવુ પણ કહ્યું કે સરદાર પટેલને રજનીતિનો હિસ્સો બનાવી દેવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












