એ કામિની રૉય જેમનાં પર ગૂગલે ડૂડલ બનાવ્યું, મહિલા અધિકારની કવિતાઓથી જાણીતાં બન્યાં

ઇમેજ સ્રોત, Google
ગૂગલે આજે કામિની રૉયના 155મા જન્મ દિવસે તેમનું ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કામિની રૉયે એવું કામ કરેલું જેનાથી હજારો મહિલાઓ પર તેની અસર થઈ.
આખરે કામિની રૉય કોણ હતા અને તેમણે શું કામ કર્યું હતું, તે આપ જાણો છો?
12 ઑક્ટોબર, 1864ના રોજ તે વખતના બંગાળના બેકરગંજ જિલ્લામાં જન્મેલાં કામિની રૉયે મહિલાઓને જાગૃત બનાવવા માટે ઘણી કવિતાઓ લખી.
બેકરગંજ હાલ બાંગ્લાદેશમાં આવેલું છે.
તેઓ એક સમાજસેવિકા પણ હતા. પરંતુ ખાસ વાત એ છે કે બ્રિટિશ કાળમાં તેઓ ગ્રૅજ્યુએટ ઑનર્સની ડિગ્રી હાંસલ કરનારા પ્રથમ મહિલા હતા.
કામિની રૉયે સંસ્કૃતમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું. કોલકાતા યૂનિવર્સિટીની બેથુન કૉલેજથી 1886માં ગ્રૅજ્યુએટ થયા બાદ ત્યાં જ તેમણે શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી.
પરંતુ મહિલાઓના અધિકાર માટે લખેલી કવિતાઓથી તેમને ઓળખ મળી.
કામિની રૉય ઘણી વખત કહેતાં, "મહિલાઓને પોતાના ઘરોમાં કેદ કેમ રહેવાનું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બંગાળીમાં મહિલાઓને બંગાળી લેગિસ્લેટિવ કાઉન્સિલમાં પહેલી વખત 1926માં મત આપવાની લડાઈમાં ભાગ લીધો હતો. તેઓ રાજકીય રીતે ખૂબ સક્રિય હતા.
જીવનના અંતિમ વર્ષોમાં કામિની રૉય ત્યારનાં બિહારનાં હજારીબાગ જિલ્લામાં રહેવા આવી ગયાં હતાં, જ્યાં 1933માં તેમનું અવસાન થયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












