#IndependenceDayIndia : લાલ કિલ્લા પરથી 'નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ ન કર્યો'

ઇમેજ સ્રોત, dd news
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતાદિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને લગભગ દોઢ કલાક સુધી ભાષણ આપ્યું.
પોતાના ભાષણના પ્રારંભમાં તેમણે રક્ષાબંધનની શુભકામના પાઠવી અને સાથે જ દેશમાં પૂરની પરિસ્થિતિ પર ચિંતા પણ વ્યક્ત કરી.
પોતાના ભાષણમાં તેમણે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને ખતમ કરાયાની પણ વાત કરી.
આ ઉપરાંત તેમણે વડા પ્રધાન તરીકે બીજી વખત શપથ લેવાના દસ સપ્તાહની અંદર ત્રણ તલાક પર કાયદો, આતંકવાદ સંબંધિત કાયદામાં ફેરબદલ કરીને તેને વધારે મજબૂત કરવા, ખેડૂતોને 90 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા, ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન, અલગ જળશક્તિનું મંત્રાલય બનાવવા તેમજ મેડિકલના અભ્યાસ સબંધિત કાયદો ઘડવાની પણ વાત કરી.
પોતાના ભાષણમાં તેમણે દેશમાં 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'ની વ્યવસ્થા કરવાની પણ વાત કરી.
મોદીએ જણાવ્યું, "આજે ટેકનૉલૉજી બદલાઈ રહી છે, ત્યારે ત્રણેય સૈન્ય એક સાથે ઊંચાઈ પર આગળ વધે, વિશ્વમાં બદલાઈ રહેલી સુરક્ષા અને યુદ્ધને અનુરૂપ હોય. જેને ધ્યાનમાં લઈને હવે અમે 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'ની વ્યવસ્થા કરીશું.
આ ઉપરાંત તેમણે 'વન નેશન, વન કૉન્સ્ટિટ્યૂશન'ની પણ વાત કરી.
મોદીએ આપેલા આ ભાષણ બાદ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
માધવ શર્મા નામના યુઝરે ટ્વીટ કર્યું, "હવે દરેક દેશવાસી કહી શકશે કે 'વન નેશન, વન કૉન્સ્ટિટ્યૂશન', આપણે સરદાર પટેલના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સપનાને ચરિતાર્થ કરવામાં લાગ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ચિરાગ ગુપ્તાએ ટ્વીટ કર્યું, "લાલ કિલ્લા પરથી વડા પ્રધાને આપેલા ભાષણમાં ક્યાંય પાકિસ્તાનનો ઉલ્લેખ નહોતો પણ પાકિસ્તાનના વડા પ્રધાને ભારત પર અડધો કલાક ભાષણ આપ્યું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હાર્દિક રૂપારેલે વડા પ્રધાન મોદીના આ ભાષણને લાલ કિલ્લા પરથી અત્યાર સુધી અપાયેલું શ્રેષ્ઠ ભાષણ ગણાવ્યું. તેમણે આખો દેશ વડા પ્રધાન સાથે મજબૂતીથી ઊભો હોવાનું પણ જણાવ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
'ધ આઉલ' નામના ટ્વિટર યુઝરે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ કરેલી 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'ની જાહેરાતની સરખામણી સ્ટૅરોઇડ સાથે સાથે કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો