રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી શા માટે રાજીનામું આપી દીધું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરતાં એક પત્ર ટ્વિટર પર શૅર કર્યો હતો.

આ પત્રમાં તેમણે લખ્યું છે કે બીજાની જવાબદારી નક્કી કરતા પહેલાં પોતાની જવાબદારી જરૂરી છે.

લોકસભા ચૂંટણીમાં હાર કૉંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાની વાત કરી હતી.

ચૂંટણીમાં હાર બાદ મળેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેમણે પોતાના રાજીનામાની રજૂઆત કરી હતી.

જોકે, કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ તેમના રાજીનામાને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ સમયથી જ રાહુલ ગાંધી રાજીનામું આપવા માટે મક્કમ દેખાતા હતા.

line

રાહુલ ગાંધીએ રાજીનામું કેમ આપ્યું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ એક પત્ર લખ્યો છે અને તેને સાર્વજનિક કર્યો છે.

આ પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે કૉંગ્રેસ માટે કામ કરવું મારા માટે સન્માનની વાત રહી છે, જેના આદર્શ આપણા ખૂબસૂરત દેશ માટે જીવન શક્તિ છે. મારા પર પાર્ટી અને વતનના પ્યારનું લેણું છે અને હું તેના માટે કૃતજ્ઞ છું.

તેમણે લખ્યું કે કૉંગ્રેસના પ્રમુખ તરીકે 2019ની લોકસભા ચૂંટણીઓમાં હારની જવાબદારી મારી છે. ભવિષ્યમાં પક્ષના વિસ્તાર માટે જવાબદારી ખૂબ જ મહત્ત્વની છે. આ જ કારણ છે કે કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે.

line

ટ્વિટર પર પત્ર શૅર કર્યો

રાહુલ ગાંધીએ કૉંગ્રેસના મુખ્ય મંત્રીઓની બેઠકમાં પણ પોતાની વાત કહી હતી અને તે બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.

તેમણે રાજીનામું આપતા એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે અને તે તેમણે ટ્વિટર પર શૅર કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પૂર્વે રાહુલે પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 52 બેઠકો જ મળી હતી.

સ્થિતિ એવી પેદા થઈ કે રાહુલ ગાંધી પોતાની પારંપરિક બેઠક અમેઠી પણ બચાવી શક્યા ન હતા.

અમેઠીમાં ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે તેમની હાર થઈ હતી. લોકસભા ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ સૌથી ખરાબ હાલતમાં હતી.

વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદીના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પોતાની આ હારને પચાવી શક્યા ન હતા અને તેમને હતું કે તેમની સાથે પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ રાજીનામાં આપશે. જોકે, આવું થયું નહીં.

line

રાહુલ ગાંધી ખરેખર શું ઇચ્છતા હતા?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

અપર્ણા દ્વિવેદીના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે પક્ષના વરિષ્ઠ નેતાઓ કૉંગ્રેસની હારની જવાબદારી લે અને પોતાના પદો પરથી રાજીનામાં આપી દે.

દ્વિવેદી કહે છે, "તેમણે વારંવાર ઇશારા કર્યા હતા કે પક્ષના સંગઠનમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. આ પરિવર્તનની તે રાજીનામા દ્વારા પહેલા કરવા માગતા હતા."

"રાહુલ ગાંધીનું માનવું છે કે પક્ષમાં ટિકિટ વહેચણી પાછળ પરિવારવાદ અને અહમની લડાઈ વધારે રહી. રાહુલે આ વાત મુખ્ય મંત્રીઓની બેઠકમાં ખુલીને કરી હતી."

"તેમની ફરિયાદ હતી કે પક્ષના વરિષ્ઠ નેતાઓના કહેવા પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપી પરંતુ તેમના પસંદ કરેલી ઉમેદવારો ચૂંટણીમાં બેઠકો જીતી શક્યા નહીં. તે બાદ પણ પક્ષના નેતાઓ પોતાનું પદ છોડવા માટે તૈયાર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો