મોદી સરકારનું મંત્રીમંડળ : અમિત શાહને ગૃહ, જાણો કયા નેતાને કયું ખાતું મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગઈ કાલે મોદી કૅબિનેટની શપથવિધિ બાદ આજે મંત્રીઓને ખાતાની સોંપણી કરી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ સહિત ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેશ, પબ્લિક ગ્રીવન્સ ઍન્ડ પેન્શન, મિનિસ્ટ્રી ઑફ પર્સનલ, ડિપાર્ટમેન્ટ ઑફ ઍટોમિક એનર્જી તથા તમામ આયાતને લગતા મુ્દ્દાઓની દેખરેખ કરશે.
આ બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત સરકારમાં ગૃહ મંત્રાલયનો કાર્યભાર રાજનાથસિંહ સંભાળતા હતા. પરંતુ આ કૅબિનેટમાં તેમને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમણને નાણામંત્રી બનાવવામાં આવ્યાં છે.
સ્પષ્ટ છે કે ગત સરકારમાં નાણામંત્રી રહેલા અરુણ જેટલીએ તબિયત નાદુરસ્ત હોવાનું કારણ દર્શાવી સરકારમાં કોઈ મંત્રાલય નહીં સંભાળવાની રજૂઆત કરી હતી.
આ સિવાય નીતિન ગડકરીને પરિવહન, સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટિલાઇઝર, રામવિલાસ પાસવાનને અન્ન અને પુરવઠા, નરેન્દ્રસિંહ તોમરને કૃષિ અને ગ્રામીણ વિકાસ, રવિશંકર પ્રસાદને કાનૂન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

મંત્રીઓનાં નામ અને ખાતાં

સ્મૃતિ ઈરાની- મહિલા અને બાળવિકાસ મંત્રાલય
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીયૂષ ગોયલ- રેલ અને વાણિજ્ય મંત્રાલય
રમેશ પોખરિયાલ- માનવ સંસાધન મંત્રાલય
અર્જુન મુંડા- આદિવાસી મામલાના મંત્રાલય
ડૉ. હર્ષવર્ધન- સ્વાસ્થ્ય અને ટૅકનૉલૉજી મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન- પેટ્રોલિયમ મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નક્વી- લઘુમતી બાબતોના મંત્રી
પ્રકાશ જાવડેકર- પર્યાવરણ, સૂચના અને પ્રસારણ મંત્રાલય
પ્રહલાદ જોશી- સંસદીય બાબતો અને ખનન મંત્રાલય
મહેન્દ્રનાથ પાંડેય- સ્કિલ ડેવલપમૅન્ટ મંત્રાલય
અરવિંદ સાવંત- ભારે ઉદ્યોગ તથા જાહેર સાહસ મંત્રાલય
ગિરિરાજસિંહ- પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય
ગજેન્દ્રસિંહ શેખાવત- જળશક્તિ મંત્રાલય
એસ. જયશંકર- વિદેશ મંત્રાલય (રાજ્યકક્ષા)

તમે આ વાંચ્યું કે નહીં?

મંત્રીઓનાં નામ અને ખાતાં

સંતોષ ગંગવાર- શ્રમ અને રોજગાર મંત્રાલય
રાવ ઇંદ્રજિતસિંહ- યોજના મંત્રાલય
શ્રીપદ નાયક- આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા મંત્રાલય
મનસુખ માંડવિયા- શિપિંગ અને ભારે ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો)
કિરણ રિજીજુ- રમતગમત (સ્વતંત્ર) અને અલ્પસંખ્યક બાબતો
ડૉ. જિતેન્દ્રસિંહ- પરમાણુ ઊર્જા, અંતરિક્ષ, PMOમાં રાજ્યમંત્રી
અશ્વિનીકુમાર ચૌબે- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
અર્જુનરામ મેઘવાળ- સંસદીય બાબતો, ભારે ઉદ્યોગ મંત્રાલય
વી. કે. સિંહ- રોડ અને પરિવહન મંત્રાલય
કૃષ્ણપાલ- સામાજિક ન્યાય અને અધિકારિતા

રાવસાહેબ દાદારાવ દાનવે- ગ્રાહક, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ
કિશન રેડ્ડી- ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી
પરસોતમ રૂપાલા- કૃષિ મંત્રાલય
રામદાસ આઠવલે- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
હરદીપસિંહ પૂરી- શહેરી આવાસ, નાગરિક ઉડ્ડયન (સ્વતંત્ર), વાણિજ્ય મંત્રાલય
સાધ્વી નિરંજન જ્યોતિ- ગ્રામીણ વિકાસ
બાબુલ સુપ્રિયો- પર્યાવરણ મંત્રાલય
સંજીવકુમાર બાલ્યાન- પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય
સંજય શામરાવ ધોત્રે- માનવ-સંસાધન, સંચાર, સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય
અનુરાગસિંહ ઠાકુર- નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રી
રતનલાલ કટારિયા- જળશક્તિ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
વી. મુરલીધરન- વિદેશ મંત્રાલય, સંસદીય બાબતોના મંત્રી
દેવશ્રી ચૌધરી- મહિલા અને બાળવિકાસ મંત્રાલય
પ્રતાપચંદ્ર ષડંગી- લઘુ અને મધ્યમ ઉદ્યમ, પશુપાલન, ડેરી અને મત્સ્ય મંત્રાલય
કૈલાસ ચૌધરી- કૃષિ મંત્રાલય
રેણુકાસિંહ સરુટા- આદિવાસી બાબતોના મંત્રી
સોમપ્રકાશ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
રામેશ્વર તેલી- ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
સુરેશ અગાડી- રેલ મંત્રાલય
નિત્યાનંદ રાય- ગૃહ મંત્રાલય
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














