ઇંગ્લૅન્ડમાં રમાનારો આ વખતનો વિશ્વ કપ સૌથી પડકારજનક : વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Pti
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે બુધવારે સવારે ઇંગ્લૅન્ડ જવા માટે રવાના થશે. આ પહેલાં ટીમના કપ્તાન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પત્રકારપરિષદ સંબોધી હતી.
આ પત્રકારપરિષદમાં વિરાટ કોહલીએ કહ્યું કે આ વખતના વર્લ્ડ કપનું ફૉર્મેટ ટીમ માટે પડકારજનક છે. જેમાં કોઈ પણ ટીમ ઊલટફેર કરી શકે છે.
કોહલીએ કહ્યું, "વર્લ્ડ કપમાં પરિસ્થિતિને બદલે દબાણ સાથે વધારે કામ લેવાની જરૂર છે. અમારા માટે સારી વાત એ છે કે તમામ બૉલર ફ્રેશ છે અને એકેય બૉલર થાકેલા નથી."
"આઈપીએલમાં તૈયારી કરવાનો સારો મોકો મળ્યો, ટીમના ખેલાડીઓએ આ ફૉર્મેટથી 50 ઓવરની મૅચ માટેની સારી તૈયારી કરી છે."
કોહલીએ કહ્યું, "કોઈ એક ટીમ પર ફોકસ કરી શકાય નહીં. જો વર્લ્ડ કપ જીતવો હોય તો અમારી ક્ષમતાઓના આધારે રમવું પડશે."


ધોની સૌથી વધારે મહત્ત્વના ખેલાડી : શાસ્ત્રી

ઇમેજ સ્રોત, Getty Images
કોચ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમ પર વર્લ્ડ કપમાં કોઈ પણ પ્રકારનું દબાણ હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.
ધોની અંગેના સવાલના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું, "વર્લ્ડ કપમાં ટીમના તમામ ખેલાડીઓમાં ધોનીની ભૂમિકા સૌથી મોટી છે."
"આ ફૉર્મેટમાં તેમનાથી વધારે સારું કોઈ નથી, ખાસ કરીને તેઓ ધારે ત્યારે મૅચને બદલી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાસ્ત્રીએ ધોનીનાં વખાણ કરતા કહ્યું કે ધોની વિકેટની પાછળની સાથે-સાથે વિકેટની આગળ પણ સારા ખેલાડી છે.
તેમણે કહ્યું, "ધોની આ વર્લ્ડ કપમાં સૌથી મોટા ખેલાડી સાબિત થશે. કપ્તાન વિરાટ કોહલી અને ધોની વચ્ચે ખૂબ સારો તાલમેલ છે."
વર્લ્ડ કપ અંગે તેમણે કહ્યું કે જો ટીમ તેમની પૂર્ણ ક્ષમતાઓ સાથે રમે તો વર્લ્ડ કપને ફરી ઘરે લાવી શકાય છે.

ભારતના પ્રથમ મુકાબલા પડકારજનક

ઇમેજ સ્રોત, BCCI
30 મેના રોજ ઇંગ્લૅન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હશે.
ભારતીય ટીમ પોતાની પ્રથમ મૅચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ભારતીય ટીમની પ્રથમ ચારેય મૅચ પડકારજનક છે.
દક્ષિણ આફ્રિકા બાદ 9 જૂનના રોજ ભારત ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે. જે બાદ 13 જૂનના રોજ ન્યૂઝીલૅન્ડ અને 16 જૂનના રોજ પાકિસ્તાન સામે ભારતીય ટીમનો સામનો થવાનો છે.
આ વખતે વર્લ્ડ કપનું ફૉર્મેટ એવું છે કે દરેક ટીમ 9 મૅચ રમશે. જે બાદ ટૉપની ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે જોતાં ભારતીય ટીમની પ્રથમ ચાર મૅચ ખૂબ મહત્ત્વની છે.
આ ચાર મૅચ બાદ ટીમ ઇન્ડિયા 22 જૂને અફઘાનિસ્તાન, 27 જૂને વેસ્ટઇન્ડીઝ, 20 જૂને ઇંગ્લૅન્ડ, 2 જુલાઈએ બાંગલાદેશ અને 6 જુલાઈના રોજ શ્રીલંકા સામે મૅચ રમશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












