You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: મોદી સરકારે કાળાંનાણાંની વિગતો આપવાનો ઇન્કાર કર્યો
કેન્દ્ર સરકારે સ્વિટ્ઝર્લૅન્ડમાંથી ઝડપાયેલાં કાળાંનાણાંની વિગતો અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.
માહિતી અધિકાર હેઠળ પીટીઆઈ કરનારા પત્રકારે કરેલી એક અરજીમાં આ જાણવા મળ્યું છે.
માહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં નાણા મંત્રાલયે કહ્યું કે સ્વિટ્ઝર્લૅન્ડ સરકરે કાળાંનાણાં સંબંધિત કેસો અંગે જે માહિતી આપી છે તે ગુપ્તતાની જોગવાઈઓને આધીન છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે 2016માં માહિતીની આપ-લે અંગે કરાર થયેલા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્ય માહિતી કમિશનરે કહેવા છતાં વડા પ્રધાનના કાર્યાલયે પરદેશથી કેટલું કાળુંનાણું આવ્યું તેની માહિતી આપવાનો ગત વર્ષે ઇન્કાર કર્યો હતો.
ઑસ્ટ્રેલિયામાં આજે મતદાન
ઑસ્ટ્રેલિયાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન થશે.
2018માં સ્કૉટ મોરિસન વડા પ્રધાન બન્યા પછી 2019માં ઑસ્ટ્રેલિયામાં ફરી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે અને આજે તેનું મતદાન થશે.
લેબર પાર્ટીના બિલ શૉર્ટનની મજબૂત ઉમેદવારી અને પ્રાંતોમાં પ્રાદેશિક પાર્ટીઓના વર્ચસ્વ વચ્ચે સ્કૉટ મોરિસનની આગેવાનીમાં લિબરલ-નેશનલ અલાયન્સ પર સત્તા ટકાવી રાખવાનું દબાણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયામાં 16.4 મિલિયન નોંધાયેલા મતદાતાઓ છે અને ફરજિયાત મતદાનનો કાયદો છે.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં આ વખતે ક્લાઇમેન્ટ ચૅન્જ અને કર માળખું એ ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ ગણાવાય છે.
કૉંગ્રેસની સરકાર નિશાળમાં બાલાકોટ ઍર સ્ટ્રાઇક ભણાવશે
એનડીટીવીનો એક અહેવાલ જણાવે છે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર બાલાકોટ ઍર સ્ટ્રાઇકને અભ્યાસક્રમમાં સામેલ કરશે.
સમાચાર મુજબ આ અંગેના પ્રકરણમાં વિંગ કમાંડર અભિનંદનની બહાદુરીની વાત છે.
આ ઉપરાંત જયપુરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય રમતગમત અને માહિતી પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે.
નવા પાઠ્યપુસ્તક અંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું કે અમે શિક્ષણ સાથે રાજકારણ નથી કરતા.
શાળાકીય અભ્યાસક્રમમાં યોદ્ધાઓની વાતો સામેલ કરવાનું વચન અમે પૂર્ણ કર્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
અમેરિકાએ કૅનેડા પરની આયાત જકાત હટાવી
અમેરિકાએ કૅનેડાથી આયાત થનારા સ્ટિલ અને ઍલ્યુમિનિયમ પર વધારવામાં આવેલો કર હટાવી દીધો છે.
અમેરિકાએ આ પગલું લીધા પછી નવીન ઉત્તર અમેરિકા વેપારી સંધિને મંજૂરી મળી શકે છે.
અમેરિકા અને કૅનેડાએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે સ્ટિલ પર લદાયેલો 30 ટકા અને ઍલ્યુમિનિયમ પરનો 10 ટકા આયાતકર 48 કલાકમાં રદ થઈ જશે.
આ જાહેરાત પછી અમેરિકા અને મૅક્સિકો વચ્ચે સમજૂતી થઈ શકે છે એમ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગત વર્ષે રાષ્ટ્રિય સુરક્ષાનો હવાલો આપીને સ્ટિલ અને ઍલ્યુમિનિયમ આયાત કરનારા અનેક દેશો પર કર વધાર્યો હતો.
મોદી ગોડસે બાબતે એમનું સ્ટેન્ડ ક્લિયર કરે - પ્રિયંકા
ભોપાલથી ભાજપનાં ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરથી શરૂ થયેલો ગોડસે વિવાદ હજી ચર્ચામાં છે.
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે તેઓ સાધ્વી પ્રજ્ઞાને માફ નહીં કરે એમ કહે એ પૂરતું નથી. મોદી એક રાજકીય નેતા છે અને મહાત્મા ગાંધીની હત્યા કરનાર અંગે તેઓ શું માને છે એ એમણે સ્પષ્ટ કરવું જોઈએ.
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે એમણે આ મામલે પગલાં લેવાં જોઈએ અને દેશને તેઓ પોતે શું માને છે એ જણાવવું જોઈએ.
અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુરે, નથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે એવું નિવેદન આપ્યું હતું.
જેની સામે મોદીએ નારાજગી વ્યકત કરતાં કહ્યું કે તેઓ પ્રજ્ઞા સિંહ ઠાકુરને ક્યારેય માફ નહીં કરી શકે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો