પાકિસ્તાનથી ગુજરાત તરફ આવેલું વિમાન જયપુરમાં કેમ ઉતારાયું?

પ્લેન

ઇમેજ સ્રોત, Ani

ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક અજ્ઞાત ટ્રાન્સપૉર્ટ વિમાનને બળજબરીથી ઉતારવામાં આવ્યું છે. આ વિમાન કરાચીના રસ્તે દિલ્હી જઈ રહ્યું હતું.

ભારતીય વાયુસેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિમાનની ઓળખ જ્યૉર્જિયાના વિમાનના રૂપમાં થઈ છે. જે ભારતીય હવાઈક્ષેત્રમાં દાખલ થયા બાદ પણ પોતાની ઓળખ જાહેર કરી રહ્યું ન હતું.

ભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, "એક અજાણ્યું વિમાન ગુજરાતમાં બપોરે સવા ત્રણ વાગ્યે દાખલ થયું હતું."

"વિમાને ઍર ટ્રાફિસ સર્વિસ(એટીએસ) દ્વારા નક્કી કરેલા રસ્તાનું પાલન ના કર્યું અને ભારતીય એજન્સીઓના રેડિયો કૉલ્સનો પણ જવાબ ના આપ્યો."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

નિવેદન પ્રમાણે, જે રસ્તે આ વિમાન ભારતીય વાયુક્ષેત્રમાં દાખલ થયું હતું, એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

જ્યૉર્જિયાનું વિમાન An-12, 27 હજાર ફૂટની ઊંચાઈ પર હતું અને કોઈ પણ સંપર્કનો જવાબ આપી રહ્યું ન હતું.

ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા તેને દબાણ કરતા જ્યૉર્જિયાના વિમાને તેમને સૂચિત કર્યાં કે તેણે કોઈ નિર્ધારિત શિડ્યૂલ વિના તિબલિસીથી ઊડાન ભરી હતી, જે કરાચીના રસ્તેથી દિલ્હી જઈ રહ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો