ઑસ્ટ્રેલિયા શ્રેણીમાં પરત ફર્યું, ભારત 32 રને હાર્યું

ઇમેજ સ્રોત, Getty Images
રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે સિરીઝની ત્રીજી મૅચ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સદી છતાં ભારત હારી ગયું.
ભારતે ટોસ જીતને ઑસ્ટ્રેલિયાને બેટિંગનો મોકો આપ્યો હતો.
ઑસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન ઍરોન ફીન્ચે 3 સિક્સર અને 10 ચોગ્ગાની મદદથી 99 બોલમાં 93 રન બનાવ્યા હતા.
જ્યારે ઉસ્માન ખ્વાજાએ 1 સિક્સર અને 11 ચોગ્ગાની મદદથી 113 બોલમાં 104 રન ફટકાર્યા હતા.
તો મૅક્સવેલ 47 અને સ્ટોઈનીસે અણનમ 31 રન કર્યા હતા.
ભારત તરફથી કુલદીપ યાદવે 3 અને એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 313 રન કર્યા હતા.
ભારત તરફથી શરૂઆત નબળી થઈ હતી. ઑપનિંગમાં આવેલા બૅટ્સમૅન શિખર ધવન 1 રન અને રોહિત શર્મા 14 કરીને આઉટ થઈ ગયા હતા.
જોકે, વિરાટ કોહલીએ બાજી સંભાળી લીધી હતી. કૅપ્ટન વિરાટ કોહલીએ 16 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 95 બોલમાં 123 રન કર્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ 42 બોલમાં 26 રન કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહેન્દ્રસિંહ ધોની અને કેદાર જાદવની વિકેટ પડતાં ભારતની બૅટિંગ લાઈન ધીમી પડી હતી.
વિરાટ કોહલીએ 41મી સદી ફટકારી હતી. અને ઑસ્ટ્રેલિયા સામે તેની કરિયરની 8મી સદી ફટકારી હતી. જોકે, ભારતીય ટીમ 281 રન બનાવી શકી હતી.
તો ઑસ્ટ્રેલિયા તરફથી કમિન્સ, રિચર્ડસન અને એડમ જમ્પાએ 3-3 વિકેટ લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












