મહિલાઓને લઈને તમારા વિચારો શું છે. જરા અહીં ચેક કરો

જરા વિચારો કે એક યુવતી કે જેણે પોતાના હાથ પર ટેટુ કરાવ્યું છે અને પૂરું શરીર કપડાંતથી ઢાંકેલું નથી. શું તમે એને જોઈને જ કોઈ અભિપ્રાય બાંધી લેશો?
જો આ જ યુવતી તમને મંદિરમાં પૂજા કરતી જોવા મળે તો તમારો અભિપ્રાય શું હશે?
આપણા નિર્ણયોમાં આપણા વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે.
તમે કોઈ કૂવામાં ફસાયેલા હોવ તો તેમાંથી બહાર નીકળવાનો તમારો પહેલો પ્રયાસ શું હશે? જે પણ હશે તેનાથી વલણ અને જીવનની પરિસ્થિતિનો એક અંદાજ લગાવી શકાય છે.
નીચે અમે પુરુષો માટે પાંચ એવી પરિસ્થિતિ આપી રહ્યા છીએ જેના કેન્દ્રમાં મહિલા છે. આ પરિસ્થિતિમાં તમે શું કરશો, તેના ચાર-ચાર વિકલ્પ આપેલા છે.
તમે કોઈ એક વિકલ્પને પસંદ કરી શકો છે. ક્લિક કરવાથી તમને તમારા જવાબનું મૂલ્યાંકન જોવા મળશે. આ મૂલ્યાંકન સવિતા સિંહે કર્યું છે, જેઓ ઇન્દિરા ગાંધી નૅશનલ ઑપન યુનિવર્સિટી (ઇગ્નૂ)માં સ્કૂલ ઑફ જેન્ડર ઍન્ડ ડેવલપમૅન્ટ સ્ટડીઝનાં પ્રૉફેસર છે.
આ ક્વિઝનો આશય તમારા વિશે નિર્ણય સંભળાવવાનો નથી. અમે સલાહ આપીશું કે તમે આ ક્લિઝ કેટલીય વાર રમો. અલગઅલગ જવાબો પર ક્લિક કરી ભીતર ડોકિયું કરો અને તેના વિશે તમારા મિત્રોને પણ વાત કરો.
અમને વિશ્વાસ છે કે તમે મહિલાઓનું સન્માન કરો છો, પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે અજાણતા રોજબરોજના નિર્ણયોમાં તમારા પર કોઈ 'મહિલા વિરોધ ઇન્જેક્શન' તો હાવી નથી થઈ ગયું ને?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















