#Balakot : 'પાકિસ્તાનમાં ભારતીય હવાઈ હુમલા'ની ફેક તસવીરો વાઈરલ થઈ

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં એવી તસવીરો શેર કરાઈ રહી છે, જેમાં પુલવામા હમલાનો
બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં કરેલા હવાઈ હુમલાને દર્શાવાઈ રહ્યો છે.
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પુષ્ટિ કરી છે કે મંગળવારે ભારતે એક અભિયાનમાં ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાનમાં આવેલા બાલાલોટ સ્થિત સૌથી મોટા તાલીમ કૅમ્પને નિશાન બનાવ્યો.
રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ આ હવાઈ હુમલા બદલ ભારતીય વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિજય ગોખલેએ આ હુમલાની કોઈ પણ તસવીર જાહેર કરી નથી.
પરંતુ ઘણા દક્ષિણપંથિ સોશિયલ મીડિયા પેજ પર તસવીરો પોસ્ટ કરી એવો દાવો કરવામાં આવ્યો હતો કે એ હવાઈ હુમલાની તસવીરો છે.
ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપમાં આ તસવીરો હજારો વખત શેર કરાઈ છે. જોકે, આ તસવીરોને હવાઈ હુમલા સાથે કોઈ સંબંધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આમાની એક તસવીર એવા દાવા સાથે શેર થઈ રહી છે કે આ જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરનો કંટ્રોલ રૂમ અને ત્રણ તાલિમ કેન્દ્રો છે.
નોંધનીય છે કે આ જ મહિને પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી હતી.

તસવીર-1

ઇમેજ સ્રોત, Social media
આ તસવીરની કૅપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય વાયુસેનાનો પ્રથન વખત ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ વર્ષ 1971માં લડાયેલા ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાનો ઉપયોગ થયો હતો.
વાયરલ થયેલી આ તસવીર ફેબ્રુઆરીમાં રાજસ્થાનના પોખરણમાં થયેલા ભારતીય વાયુ સેનાના મોટા અભ્યાસ 'વાયુ શક્તિ-2019' અથવા 'ઍર પાવર' દરમિયાન લેવામાં આવી હતી.
આ તસવીર 'ઍસોસિએટ પ્રેસ'ના અજિત સોલંકીએ લીધી હતી.

તસવીર-2

ઇમેજ સ્રોત, Social media
એક બીજી તસવીરને 'પુલવામાનો બદલો'ના પુરાવા તરીકે શેર કરવામાં આવી રહી છે. તેમાં એક વિમાનને બોમ્બ ફેંકતું દર્શાવાયુ છે.
જોકે, આ તસવીરનો ભારત કે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ તસવીર 2014માં પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર ગાઝામાં ઇઝરાયલના હુમલા 'ઑપરેશન પ્રોટેક્ટિવ ઍજ' દરમિયાન લેવામાં આવી છે.
જોકે, આ એક કાલ્પનિક તસવીર છે. જેને રોમના પત્રકાર ડૅવિડ સેનસિઓતીના બ્લોગ 'ધ ઍવિએશનિસ્ટ'માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી.
આ તસવીર 2012માં તૈયાર કરવામાં આવી હતી. જેમા કહેવાયું હતું કે 'એફ-15 યુદ્ધ વિમાન દ્વારા તહેરાન સ્થિત પરમાણુ સંયંત્ર પર હુમલો કરવામાં આવે તો કેવું દૃશ્ય સર્જાય?'

તસવીર-3

ઇમેજ સ્રોત, Social media
ત્રીજી તસવીર એક સેટેલાઈટ ઇમેજ છે. જેનું કૅપ્શન છે 'નવા કબ્રસ્તાન માટે પાકિસ્તાનને અભિનંદન'.
શેર થઈ રહેલી આ તસવીર એપ્રિલ 2018ની છે. આ તસવીર સીરિયાના 'હિમ શિનશાર કૅમિકલ વેપન્સ સ્ટોરેજ સાઇટ' પર અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેનાએ કરેલા મિસાઇલ હુમલાથી થયેલા નુકસાનની શરૂઆતની સ્થિતી દર્શાવે છે.
આ તસવીર 'ઍસોસિએટ પ્રેસ' દ્વારા લેવામાં આવી છે.

આપને આ પણ વાચવું ગમશે

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના મતે સીરિયાનાં ત્રણ મુખ્ય સ્થળોને નિશાન બનાવતાં 106 મિસાઈલો ફેંકવામાં આવી હતી.
આ સીરિયાના પરમાણુ શસ્ત્રોના ઢાંચા વિરુદ્ધ કહેવાતી કાર્યવાહી હતી.

તસવીર-4

ઇમેજ સ્રોત, Social media
હવાઈ હુમલાની વધુ એક તસવીર બહુ મોટા પ્રમાણમાં શેર થઈ રહી છે.
આ તસવીર ગયા અઠવાડિયે ભારતીય વાયુસેના દ્વારા પોખરણમાં થયેલાં અભ્યાસ વખતે લેવામાં આવી હતી.
આ અભ્યાસ 14 ફેબ્રુઆરી, 2019એ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાના બે દિવસ પછી કરાયો હતો. આ તસવીર 'રોયટર્સ'ના અમિત દવેએ લીધી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












