પુલવામામાં CRPF હુમલો: કૅન્સરથી પીડાતાં માતાના દીકરાએ હુમલામાં જીવ ગુમાવ્યો

અવધેશ કુમાર
ઇમેજ કૅપ્શન, અવધેશ કુમાર
    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, ચંદોલી

પુલવામામાં મૃત્યુ પામનાપ સીઆરપીએફના 46 જવાનોમાંના એક અવધેશ કુમાર યાદવ છે. ર્પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના બહાદુરપુર ગામના અવધેશ સીઆરપીએફમાં રેડિયો ઑપરેટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ આ ગામ શોકમાં ડૂબેલું છે. 32 વર્ષના અવધેશ ગ્રૅજ્યુએટ હતા અને ચાર વર્ષથી કાશ્મીરમાં તહેનાત હતા. તેમજ છેલ્લાં સાત-આઠ વર્ષથી સીઆરપીએફમાં નોકરી કરતા હતા.

વારાણસી અને ચંડૌલીની સરહદ વચ્ચે આવેલું- ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહનું જન્મ સ્થળ, બહાદુરપુર ગામ મંગળવારે સાંજે, પુલવામામાં હુમલાના સમાચાર આવ્યા ત્યારથી ઊંડા શોકમાં ગરકાવ છે. ક્રિકેટ પ્રેમી અને જૂના સંગીતને પસંદ કરતા અવધેશ કુમાર યાદવ આ ગામના રહેવાસી હતા.

તેમણે શ્રીનગરમાં પોતાની ફરજ ઉપર પરત જોડાવા, પોતાના દોઢ વર્ષના દીકરા સાથે ગામમાં એક સપ્તાહની રજાઓ ગાળ્યા બાદ સોમવારે ઘર છોડ્યું હતું.

શોક વ્યક્ત કરવા આવેલા લોકોથી ઘેરાયેલા અવધેશના પિતા હરકેશલાલ યાદવ કહે છે, "તેમની માતાને કૅન્સર છે, એ વિશે હાલમાં જ જાણકારી મળી છે અને અમે તેમની સારી હૉસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છીએ. તેમની સ્થિતિ પહેલાં કરતાં ઠીક છે પરંતુ આ ઘટના પછી કોને ખબર કે તે હવે કેવી રીતે ઠીક થશે?"

તેમના બાળપણના મિત્ર રાકેશ યાદવ તેમને યાદ કરતા કહે છે, "ખૂબ સારો, હોંશિયાર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી હતો અને તેનું સપનું પહેલાંથી જ સેનામાં જવાનું હતું."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

રાકેશે બીબીસીને જણાવ્યું, "તે જ્યારે રજા ગાળવા આવતા ત્યારે હંમેશાં અમને સારો એવો સમય આપતા હતા અને બધાની મુલાકાત કરતા હતા."

તેમના ગામની બહાર એકઠી થયેલી ભીડ શોકાતુર છે અને 'કાશ્મીર તળેટીમાં થયેલા આ હુમલો કરનાર હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરીને ઝડપથી ન્યાય ઇચ્છે છે.'

ગામના એક વડીલ, અખલાક ખાન કહે છે, "અમારા પુત્રએ દેશ માટે બલિદાન આપ્યું છે એ ખરેખર ગર્વની વાત છે. પરંતુ આ હરકત ખૂબ કાયરો જેવી છે અને આતંકવાદીઓ સીધી લડાઈ માટે સક્ષમ નથી."

પ્રેમ કુમાર મિશ્રા ગામમાં એક દુકાનદાર છે અને તેઓ એ વાત ઉપર દુ:ખી છે કે "શહીદનો પાર્થિવ દેહ ઘરે પરત લાવવામાં ખુબ સમય લાગી રહ્યો છે."

જ્યારે અમે ગામમાંથી પરત ફરતા હતા ત્યારે લગભગ 30 યુવાનો ત્યાં આવ્યા હતા અને તેઓ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો